Book Title: Bhagwan Adinath
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 3
________________ ४ ભગવાન આદિનાથ ધીરે ધીરે લોકોમાં સંતોષને બદલે અસંતોષ શરૂ થયો. કલ્પવૃક્ષની માલિકીની તકરાર શરૂ થઈ. એકાદ વખત કયું ઝાડ કોનું, એ અંગે બોલાચાલી થઈ. ધીરે ધીરે કજિયો, કંકાસ અને સ્વાર્થ આવી ગયાં. પહેલાં “હા, હા, તમે આ શું કરો છો ?” એવા ઠપકાથી સહુ શાંત થઈ જતા અને એ રીતે ‘હકારનીતિ’ અમલમાં આવી. પણ એ પછી માત્ર ઠપકો આપવાથી કામ ન ચાલતાં “તમે આવું કામ મા કરો, મા કરો” એવી ‘મકાર નીતિ’ અમલમાં આવી. એ નીતિ પણ સમય જતાં કારગત ન નીવડતાં ‘ધિક્, તેં આ શું કર્યું ?’ એવી ‘ધિક્કારનીતિ’ અમલમાં આવી. આ હકાર, મકાર અને ધિક્કાર એ ત્રણે નીતિ જગતમાં ચાલવા લાગી. આવા કાળમાં નાભિરાજાની રાણી મરુદેવાએ એક અત્યંત તેજસ્વી બાળકને જન્મ આપ્યો. મરુદેવા માતાએ બાળક ગર્ભમાં આવતી વખતે ચૌદ સ્વપ્ન જોયાં હતાં અને તેમાં પહેલું સ્વપ્ન શ્વેત ઋષભનું હતું. વળી બાળકના સાથળ પ્રદેશમાં પણ ઋષભનું ચિહ્ન હતું. આને પરિણામે બાળકનું નામ ઋષભદેવ રાખવામાં આવ્યું. બાળકની સાથે બાળકી પણ જન્મી હતી અને તેનું દર્શન મંગલ હોવાથી તેનું નામ સુમંગલા રાખવામાં આવ્યું. તે બંને આનંદથી ઊછરવા લાગ્યાં. આ સમયે એક યુગલિયામાંથી બાળપુરુષ મૃત્યુ પામ્યો અને કન્યા એકલી અને વિખૂટી પડી ગઈ. એ કન્યા કાળક્રમે યુવાન થઈ. એનું રૂપ ખીલી ઊઠ્યું. પણ ટોળામાંથી હરણી વિખૂટી પડી હોય તેમ તે એકલી પડી ગઈ હતી. લોકો તેને નાભિ કુળકર પાસે લઈ ગયા. કુળના વડાએ કહ્યું કે આ કન્યા ઘણી સુંદર છે. તે ઋષભને જ પરણાવીશું. કન્યાનું નામ હતું સુનંદા. આમ યોગ્ય ભગવાન આદિનાથ અવસરે સુમંગલા અને સુનંદાનાં ઋષભ સાથે લગ્ન થયાં. એ વખતે આ દેશમાં પહેલી જ વાર લગ્નની પ્રથા અસ્તિત્વમાં આવી. સુમંગલાને એક પુત્ર-પુત્રીનું જોડું હતું જેનાં નામ હતાં ભરત અને બ્રાહ્મી. સુનંદાને પણ પુત્ર-પુત્રીનું જોડું હતું. તેનાં નામ હતાં બાહુબલિ અને સુંદરી. વળી સુમંગલાને બીજા પણ ઘણા પુત્રો થયા. આમ ઋષભને કુલ એકસો પુત્રો અને બે પુત્રીઓ હતાં. સમય ઘણો બદલાઈ ગયો હતો. હવે મકાર કે ધિક્કારની નીતિ પણ નકામી નીવડતી હતી. આથી નાભિ કુળકરે ઋષભની એક રાજા તરીકે સ્થાપના કરી. ઇંદ્રે આવીને ઉલ્લાસભેર પ્રભુનો રાજ્યાભિષેક ઊજવ્યો. ધરતીમાંથી અમૃત જેવાં ફળો ઘટી ગયાં હતાં અને અમૃત જેવાં પાણી ઓછાં થઈ ગયાં હતાં. લોકો પાંદડાં, ફળફૂલ અને જંગલમાં ઊગેલું અનાજ ખાતાં, પરંતુ એમની પાસે પહેલાંનાં લોકો જેવી પાચનશક્તિ નહોતી. અનાજ ખાય પણ પચે નહિ તેથી તેઓએ એક દિવસ શ્રી ઋષભને કહ્યું, “તમે અમારા રાજા છો, તમે કોઈ રસ્તો શોધી આપો. આ ખોરાક અમને પચતો નથી. પેટની પીડાનો કોઈ પાર નથી.” આ સમયે શ્રી ઋષભે કહ્યું, “અનાજને હાથથી મસળો. પાણીમાં પલાળો અને પછી તેને પાંદડાના પડિયામાં લઈને ખાવ તો અપચો નહિ થાય.” લોકોએ તેમ કર્યું. અને એમના આનંદનો પાર ન રહ્યો. નિરાંતે ભોજન પચવા લાગ્યું. થોડા વખત બાદ ફરી આ જ ફરિયાદ શ્રી ઋષભ પાસે આવી. ત્યારે તેમણે કહ્યું, “પલાળેલા અનાજને મુઠ્ઠીમાં રાખો અને

Loading...

Page Navigation
1 2 3 4 5 6