Book Title: Bhagwan Adinath
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 6
________________ =------___ ભગવાન આદિનાથ એ સમયની ખાધેપીધે સુખી પ્રજા આ સમજે ક્યાંથી ? ગામેગામ વિચરતાં ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા. અહીં બાહુબલિના પૌત્ર શ્રેયાંસે ભગવાનને જોયા. એમને પૂર્વજન્મનું જ્ઞાન થયું અને ભિક્ષા આપવા માટે ઉત્સુક બન્યા. શ્રેયાંસકુમારે ઋષભદેવને બે હાથ જોડી વિનંતી કરી, “પ્રભુ ! આપ મારું આંગણું પાવન કરો. આપને લેવા યોગ્ય ઇક્રસ (શેરડીનો રસ) સ્વીકારો.” આ ઇલુરસ નિર્દોષ અને બેંતાલીસ દોષથી મુક્ત હતો. ઋષભદેવે કરપાત્ર લંબાવ્યું અને શ્રેયાંસકુમારે ઘડાઓમાંથી શેરડીનો રસ વહોરાવ્યો. આમ એક વર્ષના ઉપવાસ બાદ પ્રભુએ એ દિવસે ઇશુરસથી પારણું કર્યું. નગરજનોએ જયજયકાર કર્યો. આકાશમાં પંચદિવ્ય પ્રગટ થયા. વાતાવરણ દુંદુભિનાદથી ગાજી ઊઠ્યું. સામાન્ય એવા શેરડીના રસમાં શ્રેયાંસકુમાર ભવોભવની બાજી જીતી ગયા. વસ્તુની મહત્તા નથી, ભાવની મહત્તા છે એ વાતનો જગતને એ દિવસે ખ્યાલ આવ્યો. આ દિવસ વૈશાખ સુદ ત્રીજનો હતો, જે અક્ષયદાનને લીધે અક્ષયતૃતીયાને નામે પ્રસિદ્ધ થયો. આજે પણ વરસીતપ કરનારા એનું પારણું આ જ દિવસે શેરડીના રસથી કરે છે. દીક્ષા લીધા પછી તેઓ દેશના જુદા જુદા ભાગોમાં વિચરતા હતા. ક્યારેક ખંડેરમાં તો ક્યારેક સ્મશાનમાં ધ્યાન લગાવતા હતા. તેઓ અંતરના શત્રુને જીતતા હતા. અયોધ્યા નજીક આવેલા પુરિતતાલ નામના એક પરાના બગીચામાં તેઓ ધ્યાન ધરતા હતા. આ સમયે તેમણે અંતરના શત્રુઓ પર પૂરેપૂરો વિજય મેળવ્યો. દીક્ષા લીધા ભગવાન આદિનાથ _ ___ _ બાદ એક હજાર વર્ષ પછી ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે લોકોને ઉપદેશ આપ્યો, “કોઈ જીવને મારવો નહિ. બધાની સાથે હેતથી રહેવું. જુઠું બોલવું નહિ. ચોરી કરવી નહિ. શિયળવ્રત પાળવું. સંતોષથી રહેવું.” ઘણા લોકો આ ધર્મ પાળવા લાગ્યા. ઋષભદેવે એક સંઘ સ્થાપ્યો. આ સંઘને તીર્થ પણ કહેવાય છે અને તેથી આદિનાથ પહેલા તીર્થ કરનાર એટલે તીર્થંકર થયા. આદિનાથ ભગવાનના પરિવારમાં ચોર્યાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારી, વીસ હજાર કેવળજ્ઞાની, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકો અને પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ હતાં. પોતાના નિર્વાણનો સમય નજીક આવેલો જાણી તેઓ અષ્ટાપદ નામના પહાડ પર ગયાં. ત્યાં સર્વ આકાંક્ષાઓ છોડી સમભાવમાં સ્થિર થયાં. છઠ્ઠા દિવસે તેમનું નિર્વાણ થયું. આજે પણ લોકો સવારે ઊઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6