Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ 中步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步步 મેઘકુમારનું પુનઃ જાગરણ ભગવાન મહાવીર જન-જનને અહિંસા, કરૂણા અને આત્મ-કલ્યાણનો માર્ગ બતાવતા મગધની ક રાજધાની રાજગૃહમાં પધાર્યા. રાજગૃહના રાજા મહાતેજસ્વી મહારાજ બિંબિસાર શ્રેણિક, ભગવાન મહાવીરના કે પરમભક્ત હતા. મહારાણી ચેલણા ધર્મ અને શીલ સદાચારની સાક્ષાત મૂર્તિ હતી. ચેલણા લિચ્છવી ગણતંત્રના છે * અધ્યક્ષ પ્રતાપી સમ્રાટ તથા પરમ જિનભક્ત મહારાજ ચેટકની પુત્રી તથા ભગવાન મહાવીરની બેન પણ થતી કે જ હતી. કે ભગવાન મહાવીર ગુણશીલક ચેત્યમાં પધાર્યા છે એવી ખબર મળતા જ મહારાજ શ્રેણિક, મહારાણી ? ચેલણા, મહારાણી નંદા, ધારિણી, મહામાત્ય અભયકુમાર, મેઘકુમાર, નંદીષણ આદિ રાજકુમાર તથા વિશાળ ક કે ચતુરંગિણી સેનાને સાથે લઈ મહારાજ ભગવાન મહાવીરને વંદના કરવા આવ્યા. ભગવાનની ધીર ગંભીર હૃદય કે સ્પર્શી વાણી સાંભળી મહારાજ શ્રેણિનું હૃદય શ્રદ્ધાથી ગગ્ન થઈ ગયું. તેઓ પોતાના જીવનને સાર્થક માનતા પ્રભુની ઉપાસના કરવા લાગ્યા ત્યારે મહારાજ શ્રેણિકનો પ્રિય પુત્ર રાજકુમાર મેઘકુમાર ઉઠીને ભગવાન નજીક આવ્યો અને કહ્યું- પ્રભો! છે છે આપનો ઉપદેશ સાંભળી મારું હૃદય જાગી ગયું છે. મેં સમજી લીધું છે, આ દુર્લભ માનવ જીવનને તપકે સંયમની આરાધના કરી સાર્થક બનાવી શકાય છે. હું રાજવૈભવનો ત્યાગ કરી આપનો શિષ્ય બનવા ઈચ્છું છું. કે મેઘમારના હૃદયના ઉદગાર સાંભળી ભગવાને કહ્યું-“મેઘ ! તમે સત્યને સમજી લીધું છે, તો પછી એને કે સ્વીકારવામાં વિલંબ ન કરો. સંસારમાં ઘણાં લોકો ધર્મને, સત્યને સાંભળવા નથી પામતા, ઘણાં લોકો સાંભળી જ તો લે છે, પરંતુ એના પર શ્રદ્ધા-વિશ્વાસ નથી કરી શક્તા. બહુ વિરલ જ ભવ્ય અને આત્મબોધ પામનાર હોય ક છે, જે સાંભળેલા ધર્મ પર શ્રદ્ધા રાખે છે અને શ્રદ્ધાને આચારમાં પરિણત કરવાનો દઢ સંકલ્પ કરે છે અને પોતાના સંકલ્પોને સાકાર કરવામાં વિલંબ નથી કરતા. આયુષ્યનો કોઈ ભરોસો નથી. માટે જે પવિત્ર સંકલ્પ ક કે તમારા હૃદયમાં જાગ્યો છે, એને સાકાર કરવામાં વિલંબ ન કરો.’ ૬ - ભગવાન સમક્ષ મેઘકુમારનું આત્મ-નિવેદન સાંભળી મહારાજ શ્રેણિક આદિ રાજ પરિવાર ચક્તિ થઈ # ગયો. શ્રેણિક જાણતા હતા મેઘકુમારનું ચિંતન અને સંકલ્પ મહાન છે, પરંતુ પિતા હોવાને કારણે મોહગ્રસ્ત ક પણ હતા. આથી એમણે તથા માતા ધારિણી આદિએ એને સંયમ સાધનાની કઠોરતા બતાવી. ત્યાગ માર્ગની મુકેલીઓ બતાવી. પરંતુ જેનું હૃદય જાગી ગયું, તે કષ્ટ અને મુશ્કેલીઓથી કદી ગભરાતું નથી. મહારાજ શ્રેણિકે મેઘકુમારનો શાનદાર દીક્ષા મહોત્સવ મનાવ્યો એને ભગવાન સામે પ્રસ્તુત કરતા કહ્યુંપ્રભો ! અમારો આ પુત્ર મેઘકુમાર અમને અત્યંત પ્રિય છે, આંખોનો તારો છે. એ શરીરે ખૂબ સુમાર અને ૪ કોમળ છે, છતાં પણ સંયમના કઠોર માર્ગ પર ચાલવા માટે દઢ સંકલ્પ લઈ આપના ચરણોમાં હાજર થયો છે. શું અમે એને આપના શિષ્યના રૂપમાં દેવા ઈચ્છીએ છીએ. આપ એનો આપના શિષ્ય રૂપે સ્વીકાર કરો. ભગવાન મહાવીરે શ્રેણિક પુત્ર મેઘકુમારને દીક્ષા પ્રદાન કરી. હવે તે રાજકુમાર મેઘમાંથી મુનિ મેઘ બની ગયા. ભગવાન મહાવીરનું શાસન સમતાપ્રધાન શાસન છે. ચાહે કોઈ રાજપુત્ર હોય કે રજક પુત્ર.... દીક્ષા લેતા જ બધા સમાન થઈ જતા હતા. જેવી રીતે બધી નદીઓ સમુદ્રમાં મળતા એકાકાર થઈ જાય છે. તેઓ પોતાના પૂર્વ સંસ્કારોથી મુક્ત થઈ દીક્ષા પર્યાયના મ પ્રમાણે જ પરસ્પર વ્યવહાર કરતા હતા. મેઘકુમાર સૌથી નાના ૪ મનિ હતા. એનો કમ પણ સૌથી છેલ્લો હતો. આથી રાત્રે સુતી વખતે બધા મનિઓની શય્યા પછી દ્વાર પાસે 5 એની શય્યા રાખવામાં આવી. રાત્રે લઘુશંકા આદિ માટે બહાર જવાનો તે એક જ દરવાજો હતો, તેથી આવતા૬ જતા શ્રમણોના ચરણોની રજ અને અવાજથી મેઘ મુનિની નિદ્રા પણ બગડી ગઈ. રાત્રિના અંધકારમાં ક્યારેક શું 95FFFFF5F听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF FF FF FF 5 56 4FF听听听听听听听听听听FFFFFFFFFFFFFF 5F 5FFFFFFFFFFFFFFFFFFS听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听中 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84