Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 83
________________ ૨૪તીર્થંકર તીર્થધામ ઃ એક વિશિષ્ટ અભિનવ મહાન તીર્થ આંધ્ર પ્રદેશ ના નેલ્લુર શહર નજીક કાર ગામ ના રમણીય સ્થળ માં એક સુન્દર અભિનવ તીર્થ નું નિર્માણ કાર્ય તીવ્રગતિથી થઈ રહયું છે . આ મહાન તીર્થ ગુલાબી પત્થર થી નિર્મિત ગગનચુંબી નવ શિખરો થી યુક્ત ગોલાકાર ભવ્ય સમવસરણ મંદિર પોતાની કલાત્મક વિશેષતા તથા સૌન્દર્ય થી લોકો નું આકર્ષણ કેન્દ્ર બનશે, એ નિશ્ચિત છે . જૈન શિલ્પશાસ્ત્ર અનુસાર સંપૂર્ણ મંદિર નું નિર્માણ કાર્ય એવી દક્ષતાપૂર્વક થઈ રહયું છે કે સંભવતઃ આ પ્રકાર ની રચના સર્વપ્રથમ હશે . આ મંદિર નો અત્યંત સુન્દર આકાર, શિખર સંયોજના તથા મધ્ય માં કલ્પવૃક્ષ ની સંરચના પોતાની રીતે અનોખી તેમ જ અદ્વિતિય બની છે . મૂલનાયક ચરમ તીર્થાધિપતિ શાસનનાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ની ૫૧ ઇંચ ની ચૌમુખી નયનાભિરામ ચાર પ્રતિમાઓ કલ્પવૃક્ષની નીચે બિરાજમાન થશે, સાથે સાથે વર્તુળાકાર આઠ દેહરી માં ૨૪ તીર્થંકર ભગવાનની ૩૧ ઇંચ ની ૨૪ પ્રતિમાઓ પણ સ્થાપિત થશે . દક્ષિણ ભારતમાં અદ્વિતીય તેમ જ ચિત્તાકર્ષક આ તીર્થની અંદર વિશાળ ઉપાશ્રય, જ્ઞાન મંદિર, સગવડભરી ધર્મશાળા તેમ જ ભોજનશાળા અને ગૃહ મંદિર નું નિર્માણ કાર્ય સંપૂર્ણ થઈ ગયું છે . અમારા પરમ પુણ્યોદય થી અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. આદિ ના પૂર્ણ માર્ગદર્શન તથા શુભાશીર્વાદ થી આ તીર્થ નું શીઘ્ર નિર્માણકાર્ય સાથે અંજનશલાકા પ્રતિષ્ઠા નો ભવ્ય મહોત્સવ પણ પૂજ્યશ્રી ની પાવનનિશ્રા માં વૈશાખ સુદિ ૭, તા. ૨૫-૪-૧૯૯૬ ગુરૂવાર ના સંપન્ન થશે . મદ્રાસ માં શ્રી ચન્દ્રપ્રભ જૈન નયા મંદિર ના પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્યશ્રી નાં પાવનહસ્તે ૩૧ ઇંચ ની ત્રણ પ્રતિમાઓની અંજનશલાકા કરાવામાં આવેલ જે વર્તમાન માં આ તીર્થ ના ગૃહમંદિર માં સ્થાપિત છે . ભારત ના મહાન સમૃદ્ધિશાળી સંઘો તથા ભાગ્યશાળીઓ ને વિનંતી છે કે આ ભગીરથ કાર્ય ને પૂર્ણ કરવા માટે અમને આપ આપના હૃદયના ભાવો સાથે પૂરો સહયોગ આપી પુણ્ય-પ્રભાવ થી મળેલી લક્ષ્મીનો સદુપયોગ કરશો . આપનો સહયોગ જ અમને ગતિશીલ બનાવશે . આપના સહયોગથી નિર્મિત થનાર આપનું પોતાનુ તીર્થ ૨૪ તીર્થંકર તીર્થધામ મદ્રાસ વિજયવાડા નેશનલ હાઈવે નંબર,પાંચ પર મદ્રાસથી ૧૭૦ કિ.મી. દૂર આવેલું છે . નેલ્લુર રેલ્વે સ્ટેશનથી રિક્ષા, બસ તથા ઓટોની વ્યવસ્થા છે . ટ્રસ્ટ ના જય જિનેન્દ્ર Jain Education International નિવેદક ૨૪ તીર્થંકર તીર્થધામ ટ્રસ્ટ, કાકટૂર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84