Book Title: Balakona Buddhisagarsuriji Author(s): Kumarpal Desai Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકનું નિવેદન ચરિત્ર ચારિત્રયને ઘડે છે. આ એક એવી વિભૂતિનું ચરિત્ર છે કે જે માનવમાંથી મહામાનવ બનવાની વિકાસયાત્રાનો જીવંત પુરાવો આપે છે, એને માર્ગ પણ ચંધિ છે. અભણ કણબી કુટુંબમાં જન્મેલી એક વ્યકિત જ્ઞાનને સાગર અને ધ્યાનનો મહાસાગર બની જાય, તેની આ રોમાંચક અને પ્રેરણાદાયી જીવનકથા છે. આ જીવનચરિત્રની રચના પાછળ વાત્સલ્ય અને આશીર્વાદને અમીભર્યો ઇતિહાસ રહેલો છે. આજથી નવેક વર્ષ પહેલાં પૂ. આ. ભ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. જયભિખુએ “બાળકોના બુદ્ધિસાગરજી” નામનું પુસ્તક લખવાનું સ્વીકાર્યું હતું. એ પુસ્તકનું હજી એક પ્રકરણ પણ પૂરું લખાયું નહોતું, ત્યાં જ તેઓશ્રીનું દુ:ખદ નિધન થયું ! એ પછી પિતાનું કાર્ય પુત્રના હાથે પૂર્ણ થાય એવી પૂ. આ. ભ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રબળ ઇચ્છા હતી. મારે માટે આ કાર્ય ઘણું વિકટ હતું. એક બાજુ આચાર્યશ્રીનું મારા પ્રત્યેનું અપાર વાત્સલ્ય મને આ પુસ્તકના સર્જન માટે ખેંચી રહ્યું હતું, જ્યારે બીજી બાજુ ચાલુ કેલપ્સ તેમજ પીએચ. ડી ની ડિગ્રી માટેના અભ્યાસને કારણે આ કાર્ય વિલંબમાં પડયું હતું. બે-ત્રણ વખત તો આમાંથી “મકિત” આપવાની આચાર્યશ્રીને મેં વિનંતિ પણ કરી, પરંતુ તેઓએ ઉદાર મને મને કહ્યું: “તું તારો અભ્યાસ પૂરો કરી લે, પણ આ કામ તે તારે જ કરવાનું છે, એટલું તો નક્કી. પરિણામે આ પુસ્તક એમના વાત્સલ્યના પ્રેરણાબળે જ લખાયું છે તેમ કહું તે તેમાં સહેજે અતિશયોકિત નથી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 258