Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 145
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૨૫ (તા. ૧-૧૦-૭૭) પરિણમનમાંથી નીકળેલા શબ્દો છે. બેનને તો નિવૃત્તિ ઘણી. નિવૃત્તિમાંથી આવેલ શબ્દો છે. પુસ્તકમાં તો સમયસારનો સાર આવી ગયો છે-અનુભવનો સાર છે; પરમ સત્ય છે. “વચનામૃત' એ ચીજ તો એવી બહાર આવી ગઈ છે કે હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ બહાર પાડવું જોઈએ. * * આ બેનનાં વચનો છે તે અનંત જ્ઞાનીનાં વચનો છે. ઈન્દ્રોની સમક્ષ અત્યારે શ્રી સીમંધરદેવ જે ફરમાવે છે તે આ વાણી છે. આ ચોપડી સાધારણ નથી, આમાં તો બહુ ભર્યું છે. ભાષા મીઠી છે, સાદી છે; ભાવો ઊંડા ને ગંભીર છે. દિવ્યધ્વનિનો આ અવાજ છે. અરે ! એક વાર મધ્યસ્થપણે આ વાંચે તો ખરો ! ભગવાને કહેલી જે ૐકાર ધ્વનિ છે એમાંથી નીકળેલો આ સાર બેને કહેલ છે. * * (સં. ૧૯૯૭) આ કાળનો જોગ અનુકૂળ છે; બેન જેવાંનો આ કાળે અવતાર છે. એ ધર્માત્મા ગૃહસ્થના ભેટા થવા પણ અનંત કાળે મોંઘા છે. ભાઈઓને આ કાળે ધર્માત્મા પુરુષ મળી આવે, પણ આ કાળે બહેનોનાં પણ સભાગ્ય છે. (તા. ૧૭-૯-૮૦) બેનથી બોલાઈ ગયું અંતરમાંથી. ત્યાંથી (વિદેહક્ષેત્રથી) આવેલી વાત છે. બેન ત્યાંથી આવ્યા છે. . બેન (દીકરિયું પાસે) બોલેલાં ને લખાઈ ગયું, નહિતર તો બહાર આવે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166