Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 147
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવના હૃદયોગાર એ (તા. ૧૯-૯-૮૦) અહાહાહા! બેનની લાયકાત! (બેનની આ વાણી) તો કોતરાવાની છે પથ્થરમાં અઢી લાખ રૂપિયા તે દી (શ્રાવણ વદ બીજે) થઈ ગયા. (વચનામૃતનું ) મકાન બનાવવામાં આવશે. ૧૨૭ ** (રાજકોટ ઈ. સ. ૧૯૮૦) આ બેનનાં વચનો છે. અંતર આનંદના અનુભવમાંથી આવેલી વાત છે. ઘણું જોર અંદરનું, અપ્રતિહત ભાવના. આત્માનું સમ્યગ્દર્શન અને અતિન્દ્રિય આનંદની અનુભૂતિ–એમાંથી આ વાત આવી છે. આનંદના સ્વાદમાં મડદાની જેમ હાલે. અહાહા! સચ્ચિદાનંદ પ્રભુ છે બેન! અંતરની મહત્તા આડે બહારનું કાંઈ લક્ષ જ નથી. અનુભવી, સમકિતી, આત્મજ્ઞાની છે. આત્માનો અનુભવ તો છે પણ સાથે અસંખ્ય અબજ વર્ષોનું જાતિસ્મરણજ્ઞાન છે. પણ લોકોને બેસવું કઠણ પડે. ** બેન (ચંપાબેન ) તો જૈનનાં મીરાંબાઈ છે. ભાનસહિતની ભક્તિ છે, આંધળી દોડ નથી. ** બેનને તો એક આનંદ આનંદ આનંદ! તે આખો દી સહજ નિવૃત્તિ; બસ, બાકી કાંઈ કરતાં કાંઈ નિહ. કોઈ વંદન કરે કે નહિ એની સામે પણ જુએ નહિ. કોઈ સાથે લવથવ નહિ. ** Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166