Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 150
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ જાતિસ્મરણ છે–અનંત અનંત ગુણોનો નાથ તેનું જ્ઞાન અંદરમાં હોવું તે ( ૫૨માર્થ ) જાતિસ્મરણ છે. ** ૧૩૦ (તા. ૧૯–૮–૮૦) બેનને ખબર નહિ કે કોઈ લખી લેશે. એમને બહાર પડવાનો જરા પણ ભાવ નહિ. ધર્મરતન છે, ભગવતી છે, ભગવતીસ્વરૂપ માતા છે. (એમનાં આ વચનો ) આનંદમાંથી નીકળ્યાં છે. ભાષા મીઠી આવી ગઈ છે. ** બેન અત્યાર સુધી ગુપ્ત હતા. હવે ઢાંકયું નહિ રહે–છાનું નહિ રહે. એમનાં વચનો તે ભગવાનની વાણી છે, તેમના ઘરનું કાંઈ નથી-દિવ્ય-ધ્વનિ છે. બેન તો મહાવિદેહથી આવ્યાં છે. આ વચનામૃત લોકો વાંચશે, વિચારશે, ત્યારે ખ્યાલ આવશે આ કેવું પુસ્તક છે! એકલું માખણ છે. ** ( તા ૧૯-૨-૭૮ ) ( બેનની ) આ વાણી તો આત્માના અનુભવમાં-આનંદમાં રહેતાં રહેતાં આવી ગઈ છે. અમે ભગવાન પાસે પૂર્વે હતા. બહુ ઊંચી વાત છે. અત્યારે આ વાત બીજે કયાંય નથી. બેન (ચંપાબેન ) તો સંસારથી મરી ગયાં છે. અપૂર્વ વાત છે બાપુ! ** બેનનું પુસ્તક તો એવું બહાર પડયું છે કે મારા હિસાબે તો બધાને ભેટ દેવું જોઈએ. બહુ સાદી-બાળક જેવી ભાષા; સંસ્કૃત Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166