Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 143
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવના હૃદયોદ્ગાર ૧૨૩ જુએ જ છે! ** ( તા. ૫-૮-૭૪ )... બેન તો ચૈતન્ય- હીરલો છે, તેને હીરેથી શું વધાવવાં! તે તો પોતે જ હીરો છે. હું આહાર કરવા તેમના ઘરે ગયો ને મેં કહ્યું કે બેન! લોકોને ઘણો ઉત્સાહ છે. વજુભાઈ–હિંમતભાઈ ત્યાં બેઠા હતા. બેન કહે: ‘હું તો આત્માની સાધના કરવા અહીં આવી છું, આ તો બોજો લાગે છે.' એમને બહારની કાંઈ પડી નથી, જેટલું કરો તેટલું ઓછું છે. ** (બેનશ્રીને આવતાં દેખીને કહ્યું-) બેન માટે જગ્યા કરો, ‘ધર્મની શોભા’ ચાલી આવે છે. બેન નથી સ્ત્રી, નથી પુરુષ, તે તો સ્વરૂપમાં છે. ભગવતીસ્વરૂપ એક ચંપાબેન જ છે, તેમની દશા અલૌકિક છે. એ તો અતીન્દ્રિય આનંદમાં લહેર કરે છે. ** બેનનું પુસ્તક (વચનામૃત) આવ્યું ઘણું ઊંચું સાદી ભાષા, મર્મ ઘણો. અતીન્દ્રિય આનંદમાંથી આવેલી વાત છે. એકલું માખણ ભર્યું છે-એકલો માલ ભર્યો છે. ઘણું ગંભી૨! થોડા શબ્દોમાં ઘણું ગંભીર ! આ તો અમૃતધારાનો વરસાદ છે. વચનામૃત તો બાર અંગનું માખણ છે, સા૨માં સાર આવી ગયું છે. ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશ’ કરતાં આ પુસ્તક અલૌકિક છે. જગતનાં ભાગ્ય-આવી ચીજ બહાર આવી! આવાં વચનામૃત કોને ન ગોઠે ? સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથે જોયા તે આ ભાવ છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166