Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 8
________________ તુચ્છ પદાર્થમાં પરિવર્તિત કરી દેશે. આ રીતે ભારતીય ચિત્તે એક અદ્વિતીય અને સર્વવ્યાપી સામાન્યરૂપ પરમતત્ત્વ ભણી દોરી જતા માર્ગને શોધી કાઢ્યો છે. પરંતુ ભારતીય ચિત્તે જગતની નક્કર વિશેષતા પ્રતિ પાછા ફરવાનો માર્ગ શોધ્યો નથી. સામાન્ય અને વિશેષ, એક અને અનેક વચ્ચેનો સેતુ તેમ જ મેળ ભારતીય ચિત્ત સાધી શક્યું નથી. જે પરિમિત છે, સાન્ત છે તે અસીમ અને અનંતમાં વિલીન થઈ જાય છે; જગત બ્રહ્મમાં વિલીન થઈ જાય છે, અને બ્રહ્મનું “જે કંઈ પરિમિત કે સાન છે તે સર્વની શૂન્યતા” છે. બ્રહ્મની નિર્વિભાગ એક્તા અને જગતની " અનેક્તા એકબીજા ઉપર અસર કરતી નથી અને કરી શક્તી પણ નથી તેમ જ એકબીજામાં વ્યાપતી નથી અને વ્યાપી શકતી પણ નથી. બ્રહ્મનું અને જગતનો મેળ નહિ પણ જુદાઈ જ કરનાર પરસ્પર નિષેધ અને વ્યાવર્તનમાં જ તેમને જોડવામાં આવ્યાં છે, પછી ભલે એનાથી ઊલટું પ્રતિપાદન કરનારાં એન્ટ્રકટ વિધાનો ગમે તેટલાં હોય. “.એક અદ્વિતીય પરમ તત્ત્વ સંપૂર્ણપણે સંભારહીન અને એક્સ્ટ્રક્ટ (નિર્વિશેષ-નિરાકાર) હોવાને કારણે જ, તેને પોતાનામાં વિશેષાભવન (પરિવર્તનો, અવસ્થાઓ, વિરોષો) ન હોવાને કારણે જ, તે પોતે વિરોષીભવનોને પોતાની બહાર પડવા દે છે અને અનિયંત્રિત અસ્તવ્યસ્તતામાં છટકી જવા દે છે. ભારતીય ચિંતનમાં જે પરમ ગંભીરતારૂપ જણાય છે તે જ સાથે સાથે ભારતીય ચિંતનની તાત્વિક ખામી પણ છે. ભારતીય ચિંતનમાં સીમિત અને વિશેષને અતિક્રમી ઉપર ઉઠાયું જ નથી. ખરેખર તો ભારતીય ચિંતનમાં પરિમિત અને વિશેષ તેના પોતાના રૂપમાં શોધાયો જ નથી કે સ્થપાયો જ નથી. હેગલના મતે, એની શોધ અને સ્થાપના એ તો માત્ર યુરોપનીંકઠોર બુદ્ધિ દ્વારા જ સિદ્ધ થઈ છે. ભારતીય ચિંતનમાં સ્વતંત્ર અને અનન્ય વિલક્ષણ વ્યક્તિનું સ્વતઃ કોઈ મૂલ્ય નથી, તેનો તેના રૂપે સ્વીકાર અને તેનું તેના રૂપમાં દઢીકરણ ભારતમાં દેખાતું નથી. બ્રહ્મમાં વિલીન થઈ જવું એ જ પરમ ધ્યેય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યની સભાનતા અને માનવસ્વાયત્તતાની નક્કર ઉત્સાતિ બ્રહ્મના સિદ્ધાન્ત સાથે બિલકુલ મેળખાતી નથી. આ બધું કહ્યા પછી, હેગલ એ શુદ્ધ દ્રવ્યના, બ્રહ્મના સિદ્ધાન્તનું મૂલ્ય શું છે તે પણ નીચે પ્રમાણે સમજાવે છે. ભારત એક પ્રાથમિક ભૂમિકા હોવા છતાં શુદ્ધિકર કે મારણ ઔષધ (antidote) તરીકે કામ કરી શકે છે. અર્વાચીન પશ્ચિમે પસંદ કરેલી દિશામાં થનાર ભાતિઓ અને સ્કૂલનોની યાદ તે અમને યુરોપિયનોને કરાવી શકે છે. ખામીઓની પૂર્તિ કરવામાં અને એકાંગી વિકાસને સુધારવામાં તે મદદ કરી શકે છે. હેગલ અનુસાર પશ્ચિમે કરેલી મુખ્ય ભૂલો છે. - તેનો વધુ પડતો સ્વકેન્દ્રીયતાવાદ અને માનવકેન્દ્રીયતાવાદ; કોઈક દઢ અધિષ્ઠાન અને સંદર્ભથી પોતાની જાતને અલગ કરવાનું, પોતાની વિશેષતાનું પોતાની સમક્ષ પ્રદર્શન કરવાનું અને કેવળ અહેમોહ/સ્વમોહમાં પોતાની જાતને જ ભૂલી જવાનું વલણ યુરોપીય ચિંતન મિથ્યાભિમાનનો અતિરેક છે. આ મિથ્યાભિમાનથી, આ એકાંગી સ્વકેન્દ્રીયતાથી ઊલટું ઘનિષ્ઠ એકતા ભારતમાં પ્રવર્તે છે. તેમાં મિથ્યાભિમાન નથી. તે અધિષ્ઠાન છે જેમાં સઘળું મિથ્યાભિમાન નાશ પામે છે. ભારતીય પરંપરા આપણને યુરોપિયનોને જેની સતત યાદ અપાવતી રહે છે તે આ એકતારૂપઅભેદરૂ૫ અધિષ્ઠાન છે; તેને જાણી લેવું, વૈયક્તિક ચેતનાને તે નિત્ય, શાંત અને શાંતિપ્રદ એક્તામાં અવગાહન કરાવવું, દ્રવ્યમયતાને દઢપણે સ્થાપવી, અને તેમાં મિથ્યાભિમાનને તેની સઘળી ચતુરાઈ સાથે ડુબાડી દેવું એ આપણા યુરોપિયનોને માટે મહત્વનું છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 234