Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 10
________________ (૯) અદ્વૈતવેદાન્તના પ્રતિપાદ્ય વિષયોમાં એક અસાધારણ વિષય છે અને તે છે અજ્ઞાન કે અવિદ્યા. એને આધારે જ અદ્વૈતવેદાન્તના સઘળા સિદ્ધાન્તો ટકેલા છે. અવિદ્યા તેનો પ્રાણ છે. તે અદ્વૈતવેદાન્તના શીર્ષસ્થાને છે. જે આ અવિદ્યાને બરાબર સમજે છે તે જ અદ્વૈતવેદાન્તનું ગૂઢ રહસ્ય સમજી શકે છે. એટલે જ અદ્વૈતવેદાન્તમાં અવિદ્યાનું સ્વરૂપ શું છે તેનું વિશદ નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આચાર્ય શંકરે અધ્યાસભાષ્યમાં કહ્યું છે કે – મિથ્યાડજ્ઞાનનિમિત્તઃ સત્યાનૃતે મિથુનીઋત્ય અમિટું મનેમિતિ નૈસીિજોય તો વ્યવહારઃ । આ ભાષ્યની વ્યાખ્યામાં આચાર્ય પદ્મપાદ પોતાના પંચપાદિકા ગ્રંથમાં કહે છે કે મિથ્યાભૂત અજ્ઞાન અધ્યાસનું ઉપાદાન છે. ‘મિથ્યા’શબ્દનો અર્થ છે - અનિર્વચનીય; અને ‘અજ્ઞાન’શબ્દનો અર્થ છે – જડરૂપ અવિદ્યા. ભાષ્યકારે જે લોકવ્યવહારનો ઉલ્લેખ કર્યો છે તેનો અર્થ છે અધ્યાસ. - વિવરણકારે કહ્યું છે કે - તો વ્યવહારશબ્દોડધ્યાસમિધાયી । તેથી, પ્રદર્શિત ભાષ્યવાક્યનો અર્થ છે - અનિર્વચનીયા જડાત્મિકા અવિદ્યા અધ્યાસનું ઉપાદાન છે. આ અનિર્વચનીયા અવિદ્યાનો ઉલ્લેખ શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, વગેરેમાં અનેક નામે થયો છે. કોઈ સ્થળે અવિદ્યાને નામરૂપ કહી છે, તો કોઈ સ્થળે અવ્યાકૃત કહી છે. આ રીતે, અવિદ્યા, માયા, પ્રકૃતિ, અગ્રહણ, અવ્યક્ત, તમસ, કારણ, લય, શક્તિ, મહાસુપ્તિ, નિદ્રા, ક્ષર, આકાશ, વગેરે નામે અવિદ્યા યા અજ્ઞાનનો ઉલ્લેખ થયો છે.' અવિદ્યાનાં આ પંદર નામમાંથી પ્રત્યેક નામનું વિશેષ પ્રયોજન છે. એક એક નામ દ્વારા અવિદ્યાનું વિરોષ સ્વરૂપ અને કાર્ય દર્શાવાયું છે. 3 ભારતીય દાર્શનિકોની રીતિ અનુસાર કોઈ વસ્તુનું પ્રતિપાદન કરતી વખતે તે વસ્તુનું લક્ષણ અને પ્રમાણ દર્શાવવું અત્યંત જરૂરી છે. લક્ષણ અને પ્રમાણ દ્વારા જ વસ્તુની સિદ્ધિ થઈ શકે. લક્ષણ દ્વારા વસ્તુને ઇતરવ્યાવૃત્તરૂપે સિદ્ધ કરવામાં આવે છે અને પ્રમાણ દ્વારા તે વસ્તુની સ્વરૂપસત્તાની સિદ્ધિ થાય છે. એઠલે જ કહ્યું છે કે - તક્ષળપ્રમાામ્યાં વસ્તુસિદ્ધિઃ। અદ્વૈતવેદાન્તનું ખંડન કરવા જે બધા દુરવગાહ ગ્રન્થ રચાયા છે તેમાં મધ્યસંપ્રદાયના પુરમાચાર્ય પૂજ્યપાદ જયતીર્થ મુનિ (૧૪ શ.) રચિત ન્યાયસુધા ગ્રંથ શ્રેષ્ઠ છે. આ ગ્રંથની વિચારરીતિ ચમત્કારી છે. આ ન્યાયસુધા ગ્રંથના આરાયને અનુસરી મધ્વંસંપ્રદાયના વિદ્વાર આચાર્ય વ્યાસતીર્થ મુનિએ (૧૫ શ.) ન્યાયામૃત ગ્રંથની રચના કરી છે. આ ન્યાયામૃત ગ્રંથમાં અદ્વૈતવેદાન્તીના સમસ્ત સિદ્ધાન્તોનું અતિ નિપુણતા સાથે ખંડન કરવામાં આવ્યું છે. ન્યાયામૃતની ભાષા અત્યંત સુસંબદ્ધ છે અને વિચારપરિપાટી પણ અતિચમત્કૃતિપૂર્ણ છે. જે કોઈ આ ગ્રંથ વાંચે તે મુગ્ધ થઈ જાય, એમાં સંદેહ નથી. ન્યાયામૃત ગ્રંથને વાંચતાં સમજાય છે કે તેની પહેલાં અદ્વૈતવેદાન્તી આચાર્યો દ્વારા વિરચિત અદ્વૈતવાદના કેટલાક વિચારણાપૂર્ણ ગ્રંથો । 3. मिथ्येति अनिर्वचनीयता उच्यते । अज्ञानमिति च जडात्मिका अविद्याशक्ति: ... तन्निमित्तः तदुपादान इत्यर्थः । ... युष्मदस्मदोरितरेतराध्यासात्मकोऽहमिदं ममेदमिति लोकव्यवहारः । पञ्चपादिका, विजयनगर સં., પૃ. ૪ વિવરળ, વિનયન સં., પૃ. ૧૦ ૪. ૫. ય नामरूपमव्याकृतमविद्या माया प्रकृतिरग्रहणमव्यक्तं तमः कारणं लय: शक्तिर्महासुप्तिर्निद्रा ક્ષમાાામિતિ ૬ ... fીયતે। પદ્મપાલિજા, પૃ. ૨૦ । કૃષ્ટસિદ્ધિ, પૃ. ૧૪૪.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 234