Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 9
________________ શેલિંગ (ઈ.સ. ૧૭૭૫-૧૮૫૪) Darstellung meines Systems der, Philosophie (“તત્ત્વજ્ઞાનની મારી સિસ્ટિમની રજૂઆત') નામના પોતાના પુસ્તકમાં આત્યંતિક એક્તાની સિસ્ટિમ”ના પોતાના વિચારને વિકસાવે છે અને તત્ત્વજ્ઞાનના અંતિમ ધ્યેય તરીકે ઉદાસીનતાના તે બિંદુની તે ઘોષણા કરે છે જે અદ્વૈત પરમ તત્ત્વને નિર્વિભક્ત કે આત્યંતિક એક્તા તરીકે પ્રાપ્ય બનાવે છે. શેલિંગને અન્તવત્ જગતના બ્રાન્ડ સ્વરૂપનો સિદ્ધાન્ત વેદાન્તમાં જોવા મળ્યો. શેલિંગના મતે વેદાન્ત એ સન્નત ચેતનાદ્વૈતવાદ કે અધ્યાત્મવાદ સિવાય બીજું કંઈ નથી. વેદાન્ત જગતને માયા તરીકે, ભાત સત્તરીકે જુએ છે. એ. ડબલ્યુ. પ્લેગલ અને હોલ્ટ બંનેને અનુસરી રોલિંગ માય અનેnagia, મેજિનીવચ્ચે વ્યુત્પત્તિનો સંબંધ હોવાની ધારણા કરે છે; તે માયાને જર્મન શબ્દ Machi (સામર્થ્ય) અને Moglichkeit (અવ્યક્ત શક્તિ) સાથે જોડે છે. જ્યારે માયા પોતે ભ્રષ્ટ સમક્ષ પોતાને પ્રગટ કરે છે ત્યારે પરભાવની શક્યતા રૂપે માયાને તે સમજાવે છે, અને પરિણામે જગતને સર્જવાની શક્યતા રૂપે તે માયાને ઘટાડે છે. વળી, હજુ પણ , સંકલ્પમાં રહેલા પેલા સામર્થ્યના સમગ્ર સારતત્ત્વરૂપે તે માયાને સમજાવે છે. અર્થાત્, પોતાને અતિક્રમી ઉપર ઊઠવાની, પોતાને વીસરી જવાની પણ નિરપેક્ષ અદ્રત પરમ તત્ત્વની સ્વતંત્રતા તરીકે પણ તે માયાને સમજાવે છે. માયા નિરપેક્ષ એકમેવ અદ્વિતીય પરમ તત્ત્વને તેના પોતાના કાલાતીત અભેદસ્વરૂપમાંથી વિચલિત પણ કરી દે છે. ક્ષણિક આત્મવિસ્મૃતિને કારણે ભ્રષ્ટાના પક્ષે થતા અમુક પ્રકારના કેવળ વિચલન યા પતનને કારણે જગત અસ્તિત્વમાં આવે છે. ' શોપનહોર (ઈ.સ. ૧૭૮૮-૧૮૬૦)ને લાગતું હતું કે તેનાતત્ત્વજ્ઞાનના મૂળભૂત ખ્યાલો, અર્થાત્ ઇચ્છારૂપ અને પ્રતિબિંબરૂપ જગતનો સિદ્ધાન્ત, મૂળભૂત પસ્માર્થ એક્તાનો સિદ્ધાન્ત અને દેશિક-કાલિક અનેકતામાં પરમાર્થ એક્તાના આભાસી પ્રક્ષેપનો સિદ્ધાન્ત, ભારતીયોમાં મળી શકે છે. માયાની ભારતીય વિભાવનામાં અને ઉપનિષદૂના તત્ ત્વમસિ મહાવાક્યમાં શોપનહોરને પોતાના તત્ત્વજ્ઞાનના મધ્યવર્તી વિચારની દષ્ટાન આપવા યોગ્ય અભિવ્યક્તિઓ મળી. તે માયાની વિભાવનાને principium individuationisના – વ્યક્તિભેદો કરનાર, વ્યક્તિત્વો ઊભા કરનાર તત્ત્વના - પોતાના ખ્યાલની સમાન ગણે છે. માયા અને કારનો આભાસ (appearance) બંને એક જ છે. કે. રાઉલના બિમ્બિઓથેકા તામુલિકામાં તામિલ વેદાન્તકૃતિઓના પ્રકાશિત થયેલા અનુવાદોને શોપનહારે અતિશય આનંદ અને આધ્યાત્મિક લાભસંતોષ સાથે આવકાર્યા કારણ કે દર્પણની જેમ તે અનુવાદમાં પોતાના ઉપદેશોને પ્રતિબિંબિત થયેલા તેમણે જોયા. શોપનહોર માયા, બ્રહ્મનું, જીવ, પ્રકૃતિ, પુરુષની ભારતીય વિભાવનાઓથી પરિચિત છે.* ૨. અહીં સુધીનું નિરૂપણ મેં India and Europe : An Essay in Philosophical Understanding (પૃ. ૬૨૫) નામના પુસ્તકને આધારે કર્યું છે. તેના લેખક છે પ્રખર વિદ્વાન પ્રાધ્યાપક wilhelm Halofass. તે પેન્સિલવેનીઆ યુનિવર્સિટીમાં ભારતીય તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા. પ્રાધ્યાપક તરીકેની કારકિર્દી દરમ્યાન જ તેમનું અવસાન ઈ.સ. ૨૦૦૦માં થયું. પ્રસ્તુત પુસ્તકની ભારતીય આવૃત્તિ મોતીલાલ બનારસીદાસે ૧૯૮૯માં પ્રકાશિત કરી છે. આ વિદ્વત્તાપૂર્ણ અને માહિતીસભર અગત્યનું પુસ્તક ભારતીય તત્ત્વજ્ઞાન, પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનં, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ, આંતરસાંસ્કૃતિક વિદ્યા વગેરેના વિદ્યાર્થીઓએ અવશ્ય વાંચવું જોઈએ. તેનો ગુજરાતી અને હિંદી અનુવાદ (બે ભાગમાં) મારી સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રંથમાળામાં પ્રકાશિત કરવાનો મારો સંકલ્પ છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 234