Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 11
________________ (૧૦) હતા, એ ગ્રંથોનું ખંડન કરવા જ વ્યાસતીર્થ મુનિએ ન્યાયામૃત ગ્રંથની રચના કરી છે. ન્યાયામૃત ગ્રંથમાં કહ્યું છે કે જો કે મિથ્યાત્વનાં બહુવિધ લક્ષણો છે છતાં અદ્વૈત વેદાન્તીએ અન્ય લક્ષણોને નિષેધ કરી પાંચ લક્ષણો સ્વીકાર્યો છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ન્યાયામૃત પહેલાં અદ્વૈતવાદનો કોઈ સુસજ્જિત ગ્રંથ હતો જેના પ્રત્યેક પ્રકરણનું અવલંબન લઈ ન્યાયામૃતકાર અદ્વૈત વેદાન્તનું ખંડન કરે છે. દુઃખની વાત એ છે કે ન્યાયામૃતે જે ગ્રંથોનું ખંડન કર્યું છે તે ગ્રંથો અત્યારે ઉપલબ્ધ નથી. ન્યાયામૃત ગ્રંથનું ખંડન કરવા માટે જ દંડિસ્વામી પૂજ્યપાદ મધુસૂદન સરસ્વતીએ (૧૬ શ.) અદ્વૈતસિદ્ધિ ગ્રંથની રચના કરી છે. અમે આ અદ્વૈતસિદ્ધિ ગ્રંથમાંથી જ અવિદ્યાનાં લક્ષણ-પ્રમાણ વગેરેનું સ્વરૂપ દેખાડ્યું છે. વિવરણાચાર્યે દર્શાવેલા સિદ્ધાંતોનું મુખ્યપણે ખંડન કરવા માટે તવાદી ચિંતકોએ અનેક દોષો દેખાડ્યા છે. માત્ર વિવરણ ગ્રંથની આલોચના દ્વારા આ પ્રદર્શિત દોષોનો ઉદ્ધાર શક્ય નથી. એટલા માટે જ અમે અતસિદ્ધિ ગ્રંથને . આધારે અવિઘાના સ્વરૂપ આદિનું નિરૂપણ કરીશું. વધુ ચોકસાઈથી કહીએ તો, પૂર્વપક્ષરૂપે ન્યાયામૃત અને ન્યાયામૃતતરંગિણીને રાખી સિદ્ધાન્તપક્ષે અદ્વૈતસિદ્ધિ, લઘુચન્દ્રિકા અને. અદ્વૈતદીપિકાને મુખ્યપણે રાખ્યા છે, અને આ રીતે વિચારરાશિનું સંઘટન કરી અવિદ્યાનું વિશ્લેષણ કર્યું છે. અદ્વૈતસિદ્ધિ, લઘુચન્દ્રિકા, વગેરે ગ્રંથો નવ્ય ન્યાયની શૈલીનું અવલંબન લઈ વિચારણા કરે છે તેથી તે ગ્રંથોમાં ખૂબ જ તાર્કિક સૂક્ષ્મતા છે. નવ્ય ન્યાયની શૈલી અતિકઠિન છે.' વાંચતાં વાંચતાં વાચકે પોતે સમીકરણો મૂકી ગ્રંથને સમજવો પડે છે. આ જ કારણે પ્રસ્તુત ગ્રંથ પણ મારા ધાર્યા કરતાં ઘણો જ ભારેખમ બની ગયો છે. કોઈ પણ ભારતીય દર્શન કરતાં વધુ નિષ્ઠાપૂર્વક અને સૂક્ષ્મભાવે ચાયનું, તર્કનું અનુસરણ અદ્વૈત વેદાન્ત છે, એ હકીકત છે. પદ્મપાદાચાર્ય તર્કનું લક્ષણ અને ઉપયોગદર્શાવતાં કહે છે - प्रमाणशक्तिविषयतत्सम्भवासम्भवपरिच्छेदात्मा प्रत्ययः।...क्वतर्हि तर्कस्योपयोग:? विषयासम्भवाशङ्कायां તથનુમવત્તાનુત્પત્તિ તત્સમવઝનમુણેનનપ્રતિવવિાને નવ્ય ન્યાયની પરિભાષા, પદ્ધતિ, યુક્તિ અને ટેકનિકનો પ્રયોગ જેટલો અદ્વૈત વેદાન્ત ર્યો છે એટલો બીજા કોઈ દર્શને ભાગ્યે જ ર્યો છે. આ દર્શાવે છે કે ચાયને, તને અદ્વૈત વેદાન્તકેટલું મહત્વ આપે છે. માત્ર એકલદોકલ વાક્યને આધારે ધારણા બાંધી લેવીકે અદ્વૈતવેદાન્ત તર્કવિરોધી છે, બુદ્ધિવિરોધી છે, તેને તર્કની કોઈ પ્રતિષ્ઠાનથી, એ તદ્દન અયોગ્ય છે. અતિવેદાન્તનું ન્યાયાનુસરણ, તર્કનુસરણ, બુદ્ધયનુસરણ એ તો મનનને અત્યંત પ્રતિષ્ઠા આપતી ઉપનિષટ્સમ્મત જે પરંપરા છે એનું જ અનુસરણ છે. એટલે જ અદ્વૈતવેદાન્તને સમજવા માટે ન્યાયનું - પ્રાચીન અને નવ્ય ન્યાયનું – જ્ઞાન અત્યંત આવશ્યક છે, ખાસ તો નવ્ય ન્યાયનું. અદ્વૈત વેદાન્તને સમજવા જેમ ન્યાયનું જ્ઞાન જરૂરી છે તેમ સાંખ્ય અને પાતંજલ યોગનું જ્ઞાન પણ જરૂરી છે. સાંખ્યયોગના જ્ઞાન વિના મહત્ત્વની અદ્વૈત વેદાન્તની વિભાવનાઓને સમજાવી કઠિન છે કારણ કે તે વિભાવનાઓનું મૂળ સાંખ્યયોગમાં છે. સાંખ્યયોગની વિભાવનાઓમાં પરિવર્તન કરી અદ્વૈત વેદાન્ત પોતાના દર્શનને અનુકૂળ બનાવી છે. કેટલીક વિભાવનાઓને વિના પરિવર્તન સ્વીકારી છે. ઉદાહરણાર્થ, સાંખ્યયોગની વૃત્તિ(ચિત્તવૃત્તિ)ની વિભાવના લો. આ વિભાવનાને અદ્વૈતવેદાન્ત સ્વીકારી છે પરંતુ તેમાં તેણે મહત્ત્વનું પરિવર્તન કર્યું છે. યોગમતે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 234