Book Title: Avidyavichar
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના અદ્વૈત વેદાન્ત એ એવું ભારતીય દર્શન છે જેણે આધુનિક ભારતીય અને પાશ્ચાત્ય ચિંતકોને બીજા કોઈ પણ ભારતીય દર્શન કરતાં વધારે આકર્ષ્યા છે. ભારતીય ચિંતકો અને પ્રાધ્યાપકોમાં . સર્વપલ્લી રાધાકૃષ્ણન, કૃષ્ણચન્દ્ર ભટ્ટાચાર્ય, અરવિંદ ઘોષ, વિવેકાનંદ, આર. ડી. રાનડે, વગેરે. પાશ્ચાત્ય ચિંતકોમાં એન્કવેટીલ દુપેરોં, ડૉયસન, શોપનહોર, જ્યોર્જ થીબો, વગેરે. પશ્ચિમને ભારતીય દર્શનનો સૌપ્રથમ પરિચય જ અદ્વૈત વેદાન્તથી થયો છે અને એમ કહેવું જરા પણ ખોટું નથી કે ભારતીય દર્શન એટલે અદ્વૈતવેદાન્ત એવું સમીકરણ જ તેણે પ્રાયઃ કરી દીધું હતું. અદ્વૈત વેદાન્તના ઇતિહાસમાં મોગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા સુકોણે કરેલો ઉપનિષદોનો ફારસી અનુવાદ (ઈ.સ. ૧૬૫૭) એક મહત્ત્વની ઘટના છે. આ ફારસી અનુવાદનું લેટિન રૂપાંતર ઓપનેફહત્ (Oupanekbhat) ફ્રેંચ વિદ્વાન એવેટીલ દુપેરોએ ઈ.સ. ૧૮૦૧૧૮૦રમાં કર્યું. આ લેટિન રૂપાંતર અનેક દષ્ટિએ મહત્ત્વનું છે. એક તો તેણે પાશ્ચાત્ય વાચકોને ઉપનિષદોનો પરિચય કરાવ્યો અને ભારતીય ચિંતન પ્રત્યેની યુરોપિયનોની રુચિના વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો. બીજું, તેણે સમકાલીન યુરોપીય તત્ત્વજ્ઞાનના સંદર્ભની અંદર ઉપનિષદોને દાખલ કરવા પ્રયત્ન કર્યો. ત્રીજું, તેનો દાર્શનિક અભિગમ તેણે તુલનાત્મક * પદ્ધતિનો પ્રયોગ કર્યો. આ તુલનામાં કાન્ટને સ્પષ્ટપણે ઉદ્ધત કરવામાં આવ્યા, એટલું જ નહિ પણ પ્રથમ ભાગનો એક આખો પૂર્વવિભાગ (Parergon) કારવાદ અને ઉપનિષદો વચ્ચેના સંબંધને દર્શાવવા રોકવામાં આવ્યો. શોપનહોર આ લેટિન અનુવાદથી બહુજ પ્રભાવિત હતા. કોલબૂક, રોયર અને ખાસ તો રામમોહન રાયે સીધા સંસ્કૃતમાંથી કરેલા ઉપનિષદોના અનુવાદોને શોપનહોરે સંશયના અને નામંજૂરીના વલણ સાથે આવકાર્યા, પરંતુ તે બધાની સામે તે લેટિન અનુવાદને જ વળગી રહ્યા. શોપનહોર પોતાના સંપૂર્ણ જીવન દરમ્યાન એ માન્યતા ધરાવતા રહ્યા કે આ લેટિન અનુવાદનો પરિચય એક ચોક્કસ પ્રકારની સિદ્ધિ હતી અને ઉપનિષદોની દાર્શનિક સમજણ માટેની ચાવી હતી. આ લેટિન અનુવાદ અંગે તે લખે છે કે “આ વાચન જગતમાં સૌથી વધુ લાભપ્રદ અને જ્ઞાનવર્ધક હતું, તે મારા જીવનનો દિલાસો રહ્યું છે અને મારા મૃત્યુનો પણ દિલાસો બની રહેશે.” આ લેટિન અનુવાદનું મિશેલે કરેલું જર્મન ભાષાન્તર ૧૮૮૨માં ડ્રેન્ડનથી પ્રકાશિત થયું. અદ્વૈતવેદાન્તના અધ્યયનના ક્ષેત્રમાં બીજી એક મહત્ત્વની ઘટના ઘટી. તે ઘટના એટલે ડૉયસને કરેલો શંકરાચાર્યના બ્રહ્મસૂત્રભાષ્યનો જર્મન અનુવાદ (ઈ.સ. ૧૮૮૭). જર્મનીના કીલ નામના શહેરમાં ડૉયસન તત્વજ્ઞાનની જર્મન ચેઅર (પીઠ) પર આરૂઢ હતા (ઈ.સ 9. Anquetil Duperron

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 234