Book Title: Avashyak Niryukti Part 07
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 6
________________ ૪ પ્રાસ્તાવિક કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન અધ્યયનની સમાપ્તિ સાથે આ સાતમા ભાગની પૂર્ણાહુતિ થાય છે. એ સાથે ૧ થી ૭ભાગમાં ટીકા સહિતના ગુર્જરાનુવાદની પણ પૂર્ણાહુતિ થાય છે. લગભગ અક્ષરશઃ અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તે દરમિયાન અનુભવ કંઇક જુદો થયો છે. અક્ષરશઃ અનુવાદ એટલે સંસ્કૃત–પ્રાકૃતભાષામાં ટીકાકાર વિગેરેએ જે રીતે અન્વય કર્યો છે તે અનુસારે તેનો અનુવાદ કરવો. પરંતુ તેમ કરતાં ગુજરાતી ભાષાનો અન્વય, તેની વાક્યરચના ઘણી ખરી બદલાય જાય છે. વાંચનારને ગુજરાતી વાક્યરચનાઓ ક્લિષ્ટ લાગે છે. જેથી પદાર્થની સુબોધતા દુર્બોધતામાં પરિણમે છે. આ સંપૂર્ણ અનુવાદના અંતે મને પોતાને એવો અનુભવ થયો કે અક્ષરશઃ અનુવાદ કરવાને બદલે ટીકા વિગેરેને અનુસારે ભાવાનુવાદ કરવો જોઇએ. તેમાં જે ક્લિષ્ટ શબ્દો કે પંક્તિ હોય તેનો કૌંસમાં અક્ષરશઃ અનુવાદ કરવો જોઇએ. જેથી શબ્દ કે પંક્તિનો ભાવાર્થ અને શબ્દાર્થ બંનેનો બોધ થઇ શકે. આ વાત થઇ અનુવાદ અંગે, બાકી પદાર્થોના બોધ અંગે ‘આવશ્યક નિર્યુક્તિ’ વાંચનારે સ્વયં અનુભવ કરવા જેવો છે કે આ ગ્રંથ કેટલા વિશિષ્ટ પદાર્થોથી ભરપૂર છે અસ્તુ. ગીતાર્થ ગુરુભગવંતના કથનાનુસારે એક ખાસ નોંધ ધ્યાનમાં લેવી કે ભાગ-૨ પૃષ્ઠ ૪૧ મૂળ ગા. ૨૨૨માં પૂર્વમુદ્રિતપ્રતના આધારે “સ્થિમિસેબા” શબ્દ છપાયો છે. છપાયા બાદ હસ્તલિખિતપ્રતિ જોતા ધ્યાનમાં આવ્યું કે ‘રૂલ્ટિંગ મિલેગા' શબ્દ અશુદ્ધ છે, તેની બદલે ‘ચ્છિઞામિલેગા' શબ્દ યોગ્ય છે, જેનો અર્થ છે કે વીર વિ. પાંચ તીર્થંકરોનો ઇચ્છિત અભિષેક = રાજ્યાભિષેક થયો નથી, અર્થાત્ તેઓએ રાજા બન્યા પહેલાં જ પ્રવ્રજયા લીધી. આટલો ખુલાસો ધ્યાનમાં લેવા વિનંતી. પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરિજીના પ્રશિષ્યરત્ન પૂ. મુ. શ્રી હેમપ્રભવિજયજીએ તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજયહેમરત્નસૂરિજીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી યશોજયરત્નવિજયજીએ આ સાતમા ભાગના સંસ્કૃતણૂકનું રીડિંગ કરી આપ્યું તે બદલ તેઓને ખૂબ-ખૂબ ધન્યવાદ. આ સંપૂર્ણ ગ્રંથનો અનુવાદ નિર્વિઘ્ને પૂર્ણ થયો તેમાં દેવ-ગુરુની કૃપાનો પ્રભાવ છે. અંતમાં આ સંપૂર્ણ અનુવાદમાં પરમપવિત્ર જિનાજ્ઞા વિરુદ્ધ જે કઇ લખાયું, છપાયું હોય તે બદલ ત્રિવિધ-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં સાથે વિરમું છું. ગુરુપાદપદ્મરેણુ મુ. આર્ચરક્ષિતવિજયજી વિ. સં. ૨૦૬૯ જેઠ વદ એકમ તા. ૨૪-૬-૨૦૧૩ અમદાવાદ, તપોવન. નોંધ :- ગુજરાતી ભાષાંતરમાં અમુક-અમુક સ્થાને ‘(H)’ નિશાની છે તે એમ સૂચવે છે કે તે પદાર્થ પાછળ પરિશિષ્ટમાં આપેલ ટિપ્પણીમાં છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 356