Book Title: Atmanand Prakash Pustak 042 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - 5. પાન કામ iાના - શેઠશ્રી ચંદુલાલભાઈ ત્રિભુવનદાસ શાહ મુંબઈ. પોવનાવસ્થા, નિરોગી શરીર, વૈભવ અને સંપત્તિવાન હોવા છતાં સાદાઈ, માયાળુ. પણું અને નમ્રતા સાથે યથાયોગ્ય ગુપ્ત દાનનો પ્રવાહ નિરંતર ચાલુ રાખવો એ સુકૃતની લક્ષ્મી અને પુણ્યોદય સિવાય બની શકતું નથી. આ સર્વે ભાઈશ્રી ચંદુલાલને સાંપડેલ છે. શેઠશ્રી મંગળજી જશરાજના સદ્દગત પુત્ર શ્રીયુત ત્રિભુવનદાસભાઈનું મૂળ વઢવાણ શહેરમાં નિવાસસ્થાન હતું. તેઓશ્રી વીમાની લાઈનના એક નિષ્ણાત અને મુંબઈ શહેરમાં પ્રખ્યાત પુરૂષ હતા સાથે સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ પણ હતા. શ્રીયુત ત્રિભુવનદાસભાઈને ર્ગવાસ થતાં તેમના કુટુંબને ભાર તેમના સુપુત્ર ભાઈશ્રી ચંદુલાલને માથે પડ્યો. તે વખતે લધુવય હોવા છતાં ધંધાની તાલીમ સદ્દગત પિતાની પાસેથી મેળવેલ હોવાથી, પિતાના પૂજ્ય પિતાશ્રીની મીલકતનો વારસો લેવા સાથે વીમાની લાઈન પણ જાણે વારસામાં જ મળી હોય તેમ આ લાઈનની શરુઆત કુશળતાપૂર્વક શરૂ કરી છેડા વખતમાં જિંદગીના વીમાનું કામકાજ શરૂ કર્યું. પૂર્વના પુણ્યયોગે ધધાની નિપુણતા અને મુંબઈની પ્રજા અને સંબંધીઓના ચાહ અને પ્રેમથી ધી ટાઉન લાઈફ ઇસ્યુરન્સ કંપની જે સદ્ધર ગણાય છે, તેના પ્રથમ એજંટ થયા. તેમના સુપ્રયત્નવડે મોટી સંખ્યામાં આ કંપનીને બીઝનેસ મળવાથી એક યુરોપીયન ગૃહસ્થને છાજે તેમ કંપનીની બોડે મોટા પગારે તેમની ડેપ્યુટી મેનેજર તરીકે નિમણુંક કરી. પ્રથમના પુરૂષાર્થ અને ઉપરોકતવડે લક્ષ્મી સારી પ્રાપ્ત થવા લાગી. કુટુમ્બના ધાર્મિક સંસ્કાર તે તેમનામાં ઉતરેલા હતા અને તરતજ સમય ઓળખી આત્મકલ્યાણની ભાવના સાથે રાષ્ટ્રીય નિર્દોષ ભાવના જાગી, તેથી કુટુમ્બ, સમાજ અને રાષ્ટ્રીય બાબત તથા બંને પ્રકારની કેળવણી પ્રત્યે કંઇ સેવા, તેમજ દાન કરવાની ભાવનાથી ગુપ્ત સખાવતોની હારૂઆત કરી. અત્યાર સુધીમાં રૂપિયા એક લાખ ઉપરાંતની સખાવત ચારે ખાતામાં ઉદારતાપૂર્વક કરી દાનને પ્રવાહ ચાલુજ રાખે; જે સમાચાર આ સભાના સેક્રેટરીને મળતાં સભામાં પ્રસંગવશાત વાત મૂકતાં આવા ગુપ્ત દાનેશ્વરી ભાઈ ચંદુલાલ આ સભાના પેટ્રન થાય એ ઇચ્છવાજોગ છે જે ઉપરથી તે માટે વિનંતિ કરતા તેઓ આ સભાના પેટ્રન થયા છે. જેથી ખુશી થયા જેવું તે એજ છે કે, પિતાની સારામાં સારી આવકમાંથી કુટુંબ, જીવનનિર્વાહથી વધારે ટકા સખાવતોમાં ( દાન દેવામાં ) આપવાને તેને બટેટ-નિર્ણય જાણી આ સભાને પરમ આનંદ થયો છે. આવા એક નરરત્ન પુરૂષ ભાઈશ્રી ચંદુલાલ દીર્ધાયુ થઈ, સુખશાંતિપૂર્વક આત્મકલ્યાણ સાધે, બન્ને પ્રકારની લક્ષ્મી વિશેષ પ્રાપ્ત કરે અને દિવાસાનુદિવસ યશ વધવા સાથે અનેકગણો દાન પ્રવાહ જીવનમાં વહેવરાવે તેમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે. આવી સખાવત અનુકરણીય હેવાથી તેટલો પરિચય ઉપરોક્ત રીતે ફેટા સાથે આપ્યો છે. નાના નામ .. ' - * - - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9