Book Title: Atmanand Prakash Pustak 042 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. ... પ્રકાશક:-શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર .. વીર સં. ૨૪૭૧ વિક્રમ સં. ર૦૦૧ ફાગુન. .:: ઇ. સ. ૧૯૪૫ માર્ચ :: પુસ્તક ૪૨ મું, અંક ૮ મે શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. સુજ્ઞ સભાસદ બંધુઓ! - પૂજ્ય ગુરુદેવશ્રી આત્મારામજી (વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની જયન્તી શ્રી સિદ્ધાચળજી તીર્થ ઉપર ગયા અંકમાં જણાવ્યા મુજબ, બીજા ચૈત્ર સુદ ૧ તા. ૧૩-૪-૪૫ ને શુક્રવારના રોજ ઉજવવાનું નક્કી થયેલ હોવાથી, રાધનપુરનિવાસી શેઠ શ્રી મોતીલાલભાઈ મૂળજી હા. શેઠ શ્રી સકરચંદભાઈ તરફથી આ સભા મારફત સવારના શ્રી આદીશ્વર ભગવાનની મેટી ટૂંકમાં જ્યાં સ્વ. મહાત્માશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે, તે સ્થળે પૂજા ભણુંવવામાં આવશે, તેમજ શ્રી આદિનાથ પ્રભુ તથા ગુરુદેવની આંગી રચાવવા વગેરે કાર્યોથી દેવગુરુભક્તિ કરવામાં આવશે અને બપોરના નવો ટાઈમ ૩-૦ કલાકે સર્વે સભાસદ બંધુઓનું સ્વામીવાત્સલ્ય શ્રી પૂરબાઈ ધર્મશાળામાં કરવામાં આવશે. ઉપરોક્ત ગુરૂભક્તિના પ્રસંગનો લાભ લેવા પ્રથમ ચૈત્ર વદ ૦)) ના રોજ બપોરના ૩-૦ કલાકે પાલીતાણા જવાનું છે, તે અવશ્ય પધારશોજી. સેક્રેટરીઓ, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ શાહ વિઠ્ઠલદાસ મૂળચંદ બી. એ. જિન સ્તવન. (રાગ મેઘ મલહાર-બરસે રે-બરસો રે, કાલી બાદરીયા) મન રીઝે રે (૨) પ્રભુ દર્શન પામી, અજબ ગતિ તારી-(૨) મન રીઝે. ચમકે વિદ્યુત સમ મુદ્રા–મન રીઝે. વાદલ સમ દુઃખ દૂર હઠા, ઉજવલ ઊરમાં ભાવ વસા અંતર ચક્ષુ ઉધાડ પ્રભુચરણમાં વસા રે-મન રીઝે આ ભવમાં આધાર તમે છે, સર્વ સુખનો સાર તમે છે મુનિ હેમેન્દ્ર સદા તુમ શરણે, અજિત ધામ અપાવે રે–મન રીઝે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9