Book Title: Ashtapadji Mahatirth kya
Author(s): Ramanbhai B Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૮ed dઈનેdefiffel- l osedsease fessess¢fs festoffesio ... Mess. Issfessed 8 આપણે આ પ્રદેશ (સમગ્ર દશ્ય જગત) ની ચારે બાજુ ખારા પાણીના સમુદ્ર ફેલાયેલા છે. આ ખારું પાણી તે શ્રી સગર ચકવર્તી એ શ્રી સિદ્ધાચલ તીર્થની રક્ષા નિમિત્તે આકષી લાવેલું લવણ સમુદ્રનું ખારું પાણી છે. વળી આ ભૂમિમાં ૨૪ કલાક સૂર્યપ્રકાશનું પણ અસ્તિત્વ છે, જે દક્ષિણ ભારતના મધ્ય ખંડના છેક દક્ષિણ છેડે હેવાની ખાસ સંભાવના છે. આપણું દશ્ય જગતમાં ધર્મનું પણ અસ્તિત્વ છે. વળી, આપણું દશ્ય જગતમાં સૂર્ય, ચંદ્ર આદિનું પરિભ્રમણ, વીશ કલાકના સૂર્ય પ્રકાશનું અસ્તિત્વ, છ છ માસના રાત્રિ – દિવસના કારણે વગેરે વર્તમાન ભૂમિનું સ્વરૂપ ઢાળિયા ટેકરા સ્વરૂપ દર્શાવે છે. જે વર્તમાન ભૂમિને પરિઘ ૨૪,૦૦૦ માઈલને અને વ્યાસ ૮,૦૦૦ માઈલને હો જોઈએ, તેના બદલે ૧૨,૦૦૦ માઈલ વ્યાસ થાય છે. ( વિષુવવૃતથી ૬,૦૦૦ માઈલ ઉત્તર તરફ અને ૬,૦૦૦ માઈલ દક્ષિણ તરફ મુસાફરી શક્ય છે.) આ ઉપરથી ભૂમિનું સ્વરૂપ ઢાળિયા ટેકરાનું સિદ્ધ થાય છે. આ ભૂમિ પણ નાના મોટા દ્વીપમાં વહેંચાઈ ગયેલી છે. જેમાં ભૂતકાળના ત્રણ [ (૧. યુરો૫, ૨. ઉત્તર અમેરિકાથી સાઈ બિરિયા, અને ૩. ગંડવાણું ખંડ) દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ ભારત – ઓસ્ટ્રેલિયા સુધીની ભૂમિ] અને હાલના સાત ખંડ ૧. ઉત્તર અમેરિકા, ૨. દક્ષિણ અમેરિકા, ૩. એશિયા, ૪. યુરોપ, ૫. આફ્રિકા, ૬. સ્ટે લિયા, ૭. દક્ષિણ ધ્રુવ ખંડ અને બીજા નાના મોટા ટાપુઓમાં આ ભૂમિ વહેંચાયેલી છે. આથી આપણી સમગ્ર ભૂમિને દ્વીપસમૂહ કહી શકાય અને તે આર્યાવર્તની ભૂમિ હોવાથી આર્ય પ્રદેશ પણ કહી શકાય. આ દ્વીપસમૂહવાળે આર્ય પ્રદેશ ઉપર દર્શાવેલાં કારણોસર દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં આવેલા ૨૫ આર્ય દેશની છેક દક્ષિણમાં હોવાની ખાસ સંભાવના છે, તે જંબુદ્વીપની જગતીની નજદીકમાં હોય તેમ જણાય છે અને તે આર્યાવર્તના રયા દેશથી લવણ સમુદ્રના પાણીના કારણે છૂટો પડી ગયેલે જ આર્યપ્રદેશ જણાય છે. જ્યારે બાકીના આર્યાવર્તન ૨પ દેશની સમગ્ર ભૂમિને આપણે બૃહદ આર્યાવર્તાને નામે ઓળખીએ, તે વધુ સુગમ પડશે. હવે, શ્રી અષ્ટાપદજી તીર્થ મૂળ અધ્યા (વિનીતા ) નગરીથી ઈશાન દિશામાં બાર જન દૂર છે. અધ્યા નગરી જ બુદ્ધીપની જગતથી ૧૧૪ જન દૂર ઉત્તરમાં છે, જ્યારે આપણે આર્ય પ્રદેશ (દ્વીપસમૂડ) જંબુદ્વીપની જગતીની નજીકમાં છે અને તે લગભગ ૨૦ થી ૨૫ પેજન ઉત્તરમાં હોવાની સંભાવના છે. આ રીતે ૧૧૪ + ૧૨ = ૧૨૬ – ૨૦ = ૧૦૬ યેજન આશરે આપણી ભૂમિથી ઉત્તર દિશામાં અષ્ટાપદ તીર્થ હોવાની ખાસ સંભાવના છે. ASS શ્રી આર્ય કયાાંગોતHસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7