Book Title: Ashtapadji Mahatirth kya Author(s): Ramanbhai B Shah Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ કાં ? શ્રી રમણલાલ અખાભાઈ શાહુ જેમ આપણે શ્રી યુગપ્રધાનાથી અપરિચિત છીએ, તેવી જ રીતે શ્રી અષ્ટાપદજી તી પણ આપણા માટે અપરિચિત છે. વળી શેાધખાળ માટેના ઘણા પ્રયત્ને પણ નિષ્ફળ ગયા છે. તેમ જ આ તીથ માટે જુદાં જુદાં સ્થળેા માટેનાં અનુમાને પણ થયેલાં છે. હિમાલયમાં આવેલા કૈલાસ શિખર માટે પણ અનુમાન થયેલુ છે, પરંતુ કૈલાસ તથા એવરેસ્ટ આફ્રિ શિખરનાં સંશાધન થઈ ગયાં છે અને ત્યાં અષ્ટાપદજી તીર્થં નથી તે નક્કર હૅકીકત છે. તેથી આ અષ્ટાપદજી કયાં છે તે માટે વિશેષ વિચારણાની આવશ્યકતા છે. આ તીર્થની શેાધ કરતાં પહેલાં કેટલીક હકીકતા સમજી લેવાની ખાસ જરૂર છે. (૧) ભારતવષઁ અને ભરતક્ષેત્રની તુલના. (૨) હિમાલય અને હિમાવંત તેમ જ વિધ્યાચલ અને વૈતાઢય પર્યંતની તુલના. કારણ એ છે કે, ભારત અને ભરતક્ષેત્ર તથા હિમાલય અને હિમવત પર્યંત વગેરે નામામાં સામ્ય હાવાને કારણે કેટલીક ગેરસમજૂતી ઘણા લાંખા સમયથી ચાલી આવેલી છે. ભરતક્ષેત્રના કુલ ૩૨,૦૦૦ દેશેા પૈકીના ૨પા આ દેશને આપણે કેટલાય સમયથી ભારતવર્ષમાં જ માનતા આવ્યા છીએ અને તેથી જ યુગપ્રધાનનું અસ્તિત્વ તથા શ્રી અષ્ટાપદજી આદિ તમામ મઢુાતીર્થો તથા તીર્થંકરાની કલ્યાણક ભૂમિએ આપણે લગભગ ભારતવર્ષમાં જ માનીએ છીએ. અને આ કારણથી ગૂંચવાડા ઊભે થવાથી શાસ્ત્રસ’મત કેટલીક હકીકતે પ્રત્યે અશ્રદ્ધા ઉપસ્થિત થવાના પ્રસંગે બને છે. હકીકતમાં, ભારતવર્ષ ઉત્તરથી દક્ષિણ લગભગ ૧,૯૦૦ માઈલ અને પૂર્વથી પશ્ચિમ લગભગ ૧,૮૦૦ માઇલવાળા પ્રદેશ છે, જયારે શાસ્ત્રસ'મત ભરતક્ષેત્ર ઉત્તર સીમાએ ૧૪,૪૭૧ ચેાજન X૩૬૦૦ = પર૦ લાખ – આશરે ૫ કરોડ, ૨૦ લાખ માઈલ અને ઉત્તરથી દક્ષિણ પર૬ ચેાજન X ૩૬૦૦=૧૮ લાખ, ૯૦ હજાર માઈલવાળું એક મોટુ ક્ષેત્ર છે. હિમાલય પર્વત આશરે બે હજાર માઈલ લાંબે, ૫૦૦ માઇલથી પણ એછે પહેાળા અને વધુમાં વધુ ૬ માઈલ ( એવરેસ્ટ શિખર) જેટલા ઊંચા છે, જ્યારે હિમવંત પર્યંત લગભગ ૧,૫૦૦ ચેાજન X ૩૬૦૦ = આશરે ૫ કરોડ માઈલ લાંબે, ૧,૦૫૨ ચેાજન = ૩૬ લાખ માઈલ પહોળા અને ૧૦૦ ચેાજન= ૩૫ લાખ માઈલ ઊંચા છે. હિમાલયની ઉત્તરમાં તિબેટ, ચીન વગેરે દેશેા આવેલા છે, જે કભૂમિના દેશો છે, જયારે હિમવંત પર્યંતની ઉત્તરે હિમવંત નામનું ક્ષેત્ર આવેલુ છે અને તે અકભૂમિનુ ક્ષેત્ર છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7