Book Title: Asare Khalu Sansare
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 5
________________ રથકાર નાગરસિકની પત્ની સુલસા જૈનધર્મી તથા સમકિત દૃષ્ટિવાળી હતી. તેની પરીક્ષા કરવા એક વાર સાધુ માટે લક્ષપાક તેલની જરૂર છે એમ કહી તેને એક શીશો તેલનો લાવવા જણાવે છે. માર્ગમાં દેવ તે હાથમાંથી પાડી નાંખે છે. બીજો લાવે છે તેનું પણ તેવું જ થાય છે. ત્રીજો શીશો પણ ફૂટી જાય છે. તેથી દિવસ બાદ ફરી આવવા કહે છે ત્યારે દેવ પ્રગટ થઈ ખુશી થઈ આનંદ વ્યકત કરે છે. બીજી વાર પતિની ઈચ્છા પ્રમાણે દેવની ગુટિકાઓથી ૩૨ પુત્રો થાય છે. તેને પ્રસુતિ વખતે ફરી દેવા મદદ કરે છે. પુત્રોના મૃત્યુથી તે જરા પણ શોકાન્વિત થતી નથી. સમતા રાખે છે. અંબડ પરિવ્રાજક બ્રહ્મા, વિષ્ણુ, શિવ વિક્ર્વા આખા નગરને ઘેલું કરે છે છતાં પણ મિથ્યાત્વી દેવને ન માનનારી સમકિત ભ્રષ્ટ ન થાય તેથી તેઓના દર્શન માટે જતી નથી ત્યારે ચોથી વાર ૨૫માં તીર્થકરનું રૂ૫ વિદુર્વે છે. ૨૪ થી વધુ તીર્થકરો ન હોય તેવી દઢ શ્રદ્ધાથી તે વિચલિત ન થઈ કેવી અડગ શ્રધ્ધા આગામી ઉત્સર્પિણીમાં સુલસા ૧૫ મા નિર્મમ નામે તીર્થકર થશે. તોળીને અંબડ છેવટે ભગવાન મહાવીરના તરફથી ધર્મલાભ કહેવડાવે છે. સુલસા આનંદ વિભોર થઈ જાય છે. કેવી સાલસ પત્ની! ધારિણી રાણી રાજ્યમાં વિપ્લવ થવાથી પોતાની પુત્રી ચંદનબાળા (વસુમતિ) ને લઈને ભાગી છૂટે છે. માર્ગમાં કામાતુર કામી તેને પોતાની પત્ની બનાવવાનું કહે છે ત્યારે તે જીભ કરડી મૃત્યુ પામે છે. કેવી હતી શીલ રક્ષવા માટેની તમન્ના. પતિના મૃત્યુ બાદ મૃત્યુનું શરણ લઈ આત્માને અકલંકિત રાખે છે. આદર્શ નારી ખરીને ? તેની પુત્રી જે પછીથી ચંદનબાળા તરીકે ખ્યાતિ પામે છે, માતાને પકડી લાવનાર તેને બજારમાં વેચી દે છે. વેશ્યા પાસેથી ફરી તેને વાંદરા છોડાવે છે. ત્યારે એક શેઠ માનવતા ખાતર તેને પોતાના ઘેર લઈ જાય છે. એકવાર શેઠના પગ ધોવાના પ્રસંગથી તેની પત્ની મૂળા શેઠાણી તેને ઓરડામાં પૂરે છે, માથું મુંડાવે છે, પગમાં પડી પહેરાવે છે. ત્રણ દિવસના ઉપવાસ પછી શેઠ પાછા ફરે છે. ત્યારે છે મહિનાના ઉપવાસી ભગવાન મહાવીર સ્વામીને વહોરાવવા શેઠ દ્વારા બંધનમુક્ત થયેલી ચંદના પાછા ફરેલાં ભગવાનને જોતાં તેના આંખમાંથી અશ્રુબિંદુ સરી પડે છે. ભગવાનનાં અભિગ્રહ પૂર્ણ થવાથી દેવદૂભિ સહિત છ દિવો પ્રગટ્યા. કેવી શીલવતી માતાની સુશીલ પુત્રી ! બધાં સાધ્વીજીઓની તે પ્રવર્તિની બને છે. સુપ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિઓમાં જેની દાનશીલની કીર્તિ કાર્ણની યાદ અપાવે તેવી છે તેની એક કૃતિ તેની પત્ની માહણાદેવી ધારાનગરીના રાજા પાસે લઈ ગઈ. તેનાથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને ત્રણ લાખનું દાન આપ્યું માર્ગમાં પાછા વળતા યાચકોનું ટોળું તેને વીંટળાઈ ગયું, પ્રાણ પ્રિય પતિની યશ પતાકાને ફરફરતી રાખવા મળેલું દાન તેઓને આપી દીધું. દાનેશ્વરીની પત્નીએ દાનવીરની દાનશીલતાને યશસ્વી બનાવી દીધી. ત્યારબાદ પતિ પાસે અબુ સિવાય કંઈ પણ અવશિષ્ટ ન રહેતાં વાચકવર્ગને ન આપી શકવાથી તેના પ્રાણ પણ ચાલી ગયા. કેવી આદર્શ પત્ની હતી માઘની! અમારે ખલ સંચારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9