Book Title: Asare Khalu Sansare
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Catalog link: https://jainqq.org/explore/230017/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અસારે ખલુ સંસારે ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા આચાર્ય ભગવંતે સ્તંભન પાર્શ્વનાથની એકાગ્રચિત્તે સ્તુતિ કરનારને જોઈને એકવાર વ્યાખ્યાન દરમ્યાન ઉચ્ચાર્યું. ‘‘અમારે ઘનુ સંમારે સારૂં સારંગ ોચના'' તેથી નારાજ થયેલા બે ભાઈઓમાંથી વસ્તુપાલ વ્યાખ્યાન છોડી ચાલ્યા ગયા. મહારાજ સાહેબનો સ્થિરતાનો સમય પૂરો થવાના દિવસે વ્યાખ્યાનમાં તેમણે વાક્યના અનુસંધાનમાં કહ્યું કે " यस्याः कुक्षि समुत्पन्नाः वस्तुपाल મવાદ: ।।’’- આથી સંતુષ્ટ થયેલા વસ્તુપાલે આનંદ વ્યકત કર્યો. કહેવાનું તાત્પર્ય આ હતું કે અસાર એવા સંસારમાં તીર્થંકરાદિ મહાન વિભૂતિઓ તથા હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય જેવાં આચાર્યો તથા જગડુશાહ, વસ્તુપાલ, જંબુસ્વામી જેવાં મહાનુભાવોને જન્મ આપનારી સ્ત્રીઓ જ છે, જેથી સંસાર સારભૂત લાગે. આ લેખમાં વિવિધ પ્રકારની સ્રીઓ જેવી કે મા, પુત્રી, પત્ની, જેઠાણી, દેરાણી, વગેરે કેવાં કેવાં ભાવો ભજવે છે તે જોઈએ. આર્યરક્ષિત પેટને ઉપયોગી વિદ્યા ભણીને આવે છે ત્યારે તેનો લોકો દ્વારા ખૂબ સત્કાર થાય છે, પરંતુ માનું મુખ ઉદ્વિગ્ન હોય છે. આત્મવિષયક-આધ્યાત્મિક વિદ્યાનું જ્ઞાન સંપાદન ન કર્યાથી તે અસંતુષ્ટ છે. માની ખાતર મામા મહારાજ પાસે જૈન સાધુની દીક્ષા લઈ સાડા નવ પૂર્વોનો અભ્યાસ કરે છે તથા આખા કુટુંબને પછીથી દીક્ષિત કરે છે. કેવી સુંદર માતૃભક્તિ ! તેવી જ હતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા માટેની ભક્તિ. જ્ઞાનામૃત ભોજનં કહેવાયું હોવા છતાં પણ સંસારિક જ્ઞાન ગમે તેટલું હોય તો પણ અધ્યાત્મ ક્ષેત્ર માટે તે અજ્ઞાન છે, વિભંગ જ્ઞાન ગણાય છે, કેમકે તે સમ્યગ દર્શન કે સમકિત વગરનું છે. નવગૈવકે પહોચેલા તથા ચૌદ પૂર્વધારીઓ તે સ્થાનેથી પડતાં ઠેઠ નિગોદ કે પહેલા ગુણ સ્થાનકે પહોંચી જાય છે. ચારિત્રના બળે નવગૈવક સુધી પહોંચી શકાય તથા ૧૪ પૂર્વોનો અભ્યાસ પણ હોય પરંતુ જો તેની સાથે મિથ્યાત્વ નષ્ટ ન થયું હોય તો તે બધું છારમાં લીપણ સમાન છે. આર્યરક્ષિતની મા આ સમજતી હતી. તેથી પુત્રના શાસ્રીય અભ્યાસ પ્રત્યે અણગમો અને તેને પોતાના મુખ પર વિષાદ દ્વારા કર્તવ્ય બતાવ્યું કે તું આત્માની વિદ્યા ભણ અને તે માટે તેને મામા મહારાજ પાસે જવાનું થયું. ત્યાં તેણે સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો તથા માતૃભક્તિ સફળ કરી. યથાર્થ કહેવાયું છે કે - ચરણકરણ વિપ્પહીણો બુડઈ સુબહુંવિ જાણતો અને પઢમં નાણું તઓ દયા. ભગવાન ઋષભદેવ જે આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર થયા તેમની બે પત્નીઓનાં ભરત સ્વરૂપ મંત્ર ૧૦૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ ====== =========== બાહુબલી જેવાં ૧૦૮ સંતાનો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી થયા. કેવું ઉમદા કુળ તેથી સ્ત્રીમાં શતાનિ શતશો જનયત્તિ પુત્રાન; નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા. એમ કહેવામાં આવ્યું છે. માતા મરૂદેવી કેવાં ધજાતિધન્ય કે જેણે પ્રથમ તીર્થકર ઋષભદેવને જન્મ આપ્યો તથા પુત્રમોહથી અભિભૂત થઈ હજાર વર્ષો સુધી રડી રડીને આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. જે તેમણે ફરીથી, કેવળી થયેલા પુત્રની જાહોજલાલી સાંભળી, માનસિક રીતે તેમને પ્રથમ જોઈ, બાદમાં દષ્ટિ પણ મેળવી એટલું જ નહીં પરંતુ પુત્રની પહેલાં અનિત્યાદિ ભાવના ભાવતા કેવળી પુત્રની પહેલા મોક્ષના દ્વાર ખોલ્યાં તથા પુત્ર માટે મોક્ષવધુ વરી લીધી. તેમની કેવી કુખ હશે ! તેમના પુત્ર ઋષભની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મોક્ષગામી થયાં, તેમનો પુત્ર ભરત આરીસા ભવન માં વીંટી પડી જવાથી મોક્ષ મેળવે છે. તેના પુત્ર તથા તેના પુત્રાદિ આઠ પેઢી સુધી આજ રીતે કેવળી થઈ મોક્ષપુરીના માનવતા મહેમાન બન્યા. તેઓ છે - આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય અને તેના પુત્ર દંડવીર્ય આઠ પેઢી સુધી આ રાજાઓ રાજમુગટ પહેરી ભારતની જેમ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. (કલ્પસૂત્ર સચિત્રમ્ પૃ-૨૬૫) અજૈન સાહિત્યમાં ગોપીચંદ વિલાસીવૃત્તિનો હોવાથી તેની મા નાખુશ હતી. એકવાર તેને સ્નાન કરાવતા તેના શરીર પર માનું અશ્રુ પડે છે. ઉપર દૃષ્ટિ કરતાં માને કારણ પૂછે છે તે જાણી ગોપીચંદ સંસાર ત્યજી સંન્યસ્થ બની જાય છે. છ વર્ષનો અઈમુત્ત જ્યારે ગણધર ગૌતમની સાથે જતાં ગોચરી ઊંચકવા જણાવે છે ત્યારે ગૌતમસ્વામી તને ન અપાય કારણ કે તેને માત્ર સંસાર ત્યાગી જ ઉંચકી શકે. મહાવીરસ્વામીની વૈરાગ્ય ઝરતી અમોઘ વાણી સાંભળી ઘેર આવી માને દીક્ષિત થવા જણાવે છે. તેની મા શ્રીદેવી પાસેથી સાધુ જીવનની કઠણાઇ તથા પરીષહો વિષે સાંભળી વિગતે તેના યુક્તિ પુરઃ સર પ્રત્યુત્તર આપી દીક્ષા લઈ કેવળી બને છે. - કૃષ્ણની મા દેવકી બન્નેના જુથમાં સાધુને ભિક્ષા માટે આવતાં જોઈ, એકના એક ફરી ફરી કેમ આવે છે તેનું કારણ જાણી પોતાના જ પુત્રો છે તે જાણી પોતે એકને સ્તનપાન કરાવે તેવી અભિલાષા સેવે છે. ગજસુકુમાલના જન્મથી તે સંતુષ્ટ થાય છે. જ્યારે તે ભગવાન નેમિનાથ પાસે દીક્ષિત થાય છે ત્યારે માતા તેને કહે છે કે “આ ભવની તે છેલ્લી મા કરે', એટલે હવે જન્મવાનું ન રહે ને મુકિત પામે માનો કેવો ભવ્યાતિભવ્ય વિચાર અને આશીર્વાદ! માતાની સાથે કુમળી વયનાં દીક્ષિત થયેલો પુત્ર, ચારિત્રના પથમાંથી પતિત થયેલા પુત્રસાધુને કરીને માર્ગસ્થિતિ કરવા માટે પ્રયત્નશીલ, અરણિકની મા-સાધ્વી અરેણિકને શોધવા ગાંડા જેવી બની “અરણિક' “અરેણિકના હૃદયદ્રાવી પોકારો પાડતી ભટકી રહી છે, ત્યારે તે શબ્દો કર્ણપટ પર ૧૦૪ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ અથડાતાં સફાળો થયેલો પુત્ર પ્રેયસીના પાસમાંથી છૂટો થઈ માના ચરણમાં માથું ટેકવી હ્રદયનો પશ્ચાત્તાપ કરે છે ત્યારે તેને દુઃખી મા ફરીથી દીક્ષિત થવાનું કહી એટલું ઉમેરે છે કે આ ચારિત્રનો માર્ગ કંટક ભરેલો લાગે તો છેવટે અનશન પણ કરી તારો ઉદ્ધાર કરજે, કેવી કર્તવ્યનિષ્ઠ મા ! પોતાની પ્રત્યે કામાસકિતથી પીડિત જેઠ કે જેણે કંટકરૂપી પોતાના લઘુ બાંધવાનું મૃત્યુ લાવી દીધું છે તેઓ ક્રોધકષાયથી મોઘેરુ માનવ જીવન કલુષિત ન કરે તે શુભાશયથી રંડાપાના દુઃખને દૂર કરી પોતાના પ્રિય પતિ યુગબાહુની સદ્ગતિ થાય તે માટે હૈયાને કઠોર કરી નિર્યામણા કરાવનારી મદનરેખા ધન્ય થઈ, યશસ્વી નામના મેળવી પતિનો ઉદ્ધાર કર્યો. મૃત્યુ સમયે શુભલેશ્યા કે શુભ અધ્યવસાયો બીજા જન્મમાં સાથે આવે છે. માટે ને ! રાયપસેણીય સુત્તમાં સૂરિકંતા અને પ્રદેશીરાજાનો પ્રસંગ નિરૂપાયો છે. વાસનામાં ગળાડૂબ રાજાને સૂરિકતા સર્વસ્વ હતી. તે તેની પાછળ પાગલ હતો. એક વાર વિલાસી રાજા કેશી ગણધરની વાણી સાંભળી વિરકત બને છે, વાસનાનો કીડો હવે પ્રદેશી સંયમી બને છે. પોતાના પ્રાણપ્રિય પતિની આ પરિવર્તિત પરિસ્થિતિ સહન ન થતાં સૂરિકંતા તેના ભોજનમાં વિષ ભેળવી દે છે. તેની ગંધ આવતા સંયમી પ્રદેશી આકુળવ્યાકુળ ન થતાં જીવનની લીલા સંકેલાઈ જાય તે પહેલાં પૌષધવ્રત ધારણ કરી લે છે. જાણે કે સંયમી જીવનનો બદલો લેતી હોય તેમ સૂરિકતા ત્યાં પહોંચી જાણે વ્હાલ કરી વૈયાવચ્ચ કરતી હોય તેવો ડોળ કરી ગળે ટુંપો દેતા પહેલાં આલિંગન કરી પોતાનો છૂટો કેશકલાપ ગળાની આસપાસ વીંટાળી દઈ ટુંપો દઈ પ્રિયતમ બનેલા પતિનું નિર્દયી રીતે કાશળ કાઢી નાખે છે. ક્યાં મદનરેખા અને ક્યાં સૂરિકંતા ! બંને વચ્ચે આકાશપાતાળનું અંતર છે ને ? મહાન સમ્રાટ શ્રેણિક રાજા મિથ્યાત્વી, શિકારી, દુરાચારી જીવન જીવતા હતા. તે ચેડા રાજા કે જે ચુસ્ત જૈનધર્મી હતા તેની પુત્રી જ્યેષ્ઠાના પ્રેમમાં પડી પત્ની બનાવવાનું સોનેરી સ્વપ્ન સેવતા હતા. તેને મેળવવા ખાઈ ખોદાવી ઉઠાવી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય છે. નિર્ણાયક દિવસે જ્યેષ્ઠા આવી પણ ઘરેણાંનો ડબ્બો લેવા પાછી ફરે છે. તેને વિદાય કરવા પાછળથી આવેલી ચેલાણાને જ્યેષ્ઠા છે એમ માની શ્રેણિક ચેલણા સાથે જતા રહે છે. ખરી સ્થિતિ જાણ્યા પછી ચેઘણા મિથ્યાત્વી શ્રેણિકને ક્ષાયિક સમકિતી બનાવે છે, એટલું જ નહીં પરંતુ જૈન સાધુની પરીક્ષામાં પૂરાયેલા સાધુ અલખનિરંજન કહી જ્યારે બહાર નીકળી મેદનીને આશ્ચર્ય ચકિત કરી મૂકે છે ત્યારે ચેઘણા સંતુષ્ટ થાય છે અને પત્ની તરીકેની ફરજ સફળ કરે છે. જેને સ્થાને તે આવી છે તે તેની બેન જ્યેષ્ઠા, આ ભવમાં બીજો પતિ પણ ભવેડો ન કરાવે તેમ માની, સંસારથી વિમુખ થઈ વૈરાગ્ય રસમાં મશગુલ થઈ ચારિત્રનો પથ પકડી લે છે. કેવી બે નિરાળી જૈનત્વથી ભાવિત થયેલી ભગિનીઓ ! નેમિનાથ જેવા પતિની સાથે જેને નવ નવ ભવનો સ્નેહતંતુ હતો તેઓ જ્યારે પશુના કલરવથી પાછા ફરે છે ત્યારે રાજીમતિ દીક્ષિત થયેલા નેમિનાથ પાસે રથનેમિની સાથે દીક્ષા ગ્રહણ કરે છે. એક અસારે ખલ સંસારે ૧૦૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ વાર અચાનક વર્ષો થતાં ભીનાં કપડાં સૂકવતાં નિર્વસ્ર રાજીમતિને જોઈ કામાતુર રથનેમિ ભોગ ભોગવવા આમંત્રે છે, ત્યારે માર્ગચ્યુત રથનેમિને રાજીમતિ સન્માર્ગે પ્રસ્થાપિત કરે છે, અને તપશ્ચર્યાદિ કરી, નેમિનાથને જાણે કે મળવા સિદ્ધિપુરીના દ્વારે નેમિનાથને મળવા તેમની પૂર્વે સિદ્ધિ પ્રાપ્ત કરી કેવળી બની ત્યાં તેમની સાથે સિદ્ધપણાનું સાયુજય મેળવે છે. મનથી વરેલા પતિ ન મળતા તે એક ભવમાં બીજા પતિની ઈચ્છા કરતી નથી. પરંતુ નવ નવ ભવની પ્રીતિને સિદ્ધશિલામાં સિદ્ધગતિ મેળવીને સાર્થક કરે છે. સ્ત્રીને એક ભવમાં પતિ એકજ હોય તેવો કેવો સુંદર આર્યનારીનો આદર્શ ! આનાથી વિપરીત બ્રહ્મદત્તની માતા ચુલણી પતિના મૃત્યુ પછી વિષયો ભોગવવામાં કંટક સમાન પોતાના પુત્ર બ્રહ્મદત્ત કે જેનો જન્મ ચૌદ સ્વપ્નો જોયા પછી થયો છે તેનું કાશળ કાઢી નાંખવા લાખના ગૃહમાં બાળી નાંખવા સુધીનો માર્ગ અખત્યાર કરે છે. શ્રીપાલરાજાની પત્ની મયણાસુંદરીને પિતાએ મમત્વ ખાતર કોઢિયા સાથે પરણાવી હતી તે ધર્મી તથા આરાધના પરાયણ હોવાથી ભગવાન આદિનાથની પૂજાદિ કરતાં તેને ધર્મનું સાક્ષાત ફળ મળ્યું. નવણથી પતિ તથા અન્ય ૭૦૦ નો કોઢનો રોગ દૂર થયો. પતિને પણ ધર્મપરાયણ બનાવી આયંબિલની ઓળી તથા અન્ય ધાર્મિક કાર્યો કરનારો બનાવ્યો. કર્મના સિદ્ધાંતમાં કેવી અતૂટ અડોલ અડગ શ્રદ્ધા ! શ્રીપાલની બીજી ૮ પત્નીઓ પણ ધર્મવૃત્તિવાળી હતી. તેમાંની એક તો શ્રીપાલરાજા પાસે નગરના ચાર દરવાજા બંધ થતાં બધાંને ત્રણ દરવાજા ઉઘાડીને ચકિત તથા જૈનધર્મમાં રુચિવાળા બનાવ્યા. કેવી શ્રીપાલની આદર્શ ધર્મપરાયણ પત્નીઓ ! જંબુસ્વામીની સાથે તેની ૮ પત્નીઓ પણ પતિચિંધેલા સંયમના માર્ગે ચાલી નીકળી. ગુણસાગરની સાથે મનોરમાએ પણ સંયમનો માર્ગ સ્વીકારી લીધો. પતિની સાથે ધર્મમાં પણ અર્ધાંગિની ખરીને ? શાલિભદ્રની માતા કે જે સંપત્તિના સાગરમાં આળોટતી હતી તેણે ભદ્રા નામ સાર્થક કરી બતાવવા પુત્રને દીક્ષા અંગીકાર કરવામાં થોડી આનાકાની બાદ રજા આપીને ? સુકોમળ પુત્ર પરિષહો કેવી રીતે સહન કરશે તે વસવસાને લીધે ને ? છતાં પણ દીક્ષાના માર્ગમાં અંતરાય ના ઊભા કર્યાને ? શ્રી કૃષ્ણ જૈન મત પ્રમાણે ચારિત્રમોહનીય કર્મના ઉદયને લીધે પોતે દીક્ષા લઈ શકે તેમ ન હતા છતાં પણ જે સ્ત્રીવર્ગ તે લેવા ઉત્સુક થાય તેનો ભાર પોતે વહન કરવા તૈયાર થતાં પુત્રીઓને પણ તે માટે પ્રોત્સાહિત કરતા. જે કોઈ સ્ત્રી કે પુરુષ દીક્ષા માટે તૈયાર થતાં તેના કુટુંબના ભરણપોષણનો ભાર ઉપાડવા કટિબદ્ધ હતા. ક્ષાયિક સમકિતી હતા છતાં પણ ચારિત્રમોહનીય કર્મના ઉદય સંસાર છોડી શકતા ન હતા. બીજાને તે છોડવા ઉત્સાહિત કરતા. સ્ત્રીઓ તેણે બતાવેલા માર્ગે સંચરતી. ૧૦૬ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ રથકાર નાગરસિકની પત્ની સુલસા જૈનધર્મી તથા સમકિત દૃષ્ટિવાળી હતી. તેની પરીક્ષા કરવા એક વાર સાધુ માટે લક્ષપાક તેલની જરૂર છે એમ કહી તેને એક શીશો તેલનો લાવવા જણાવે છે. માર્ગમાં દેવ તે હાથમાંથી પાડી નાંખે છે. બીજો લાવે છે તેનું પણ તેવું જ થાય છે. ત્રીજો શીશો પણ ફૂટી જાય છે. તેથી દિવસ બાદ ફરી આવવા કહે છે ત્યારે દેવ પ્રગટ થઈ ખુશી થઈ આનંદ વ્યકત કરે છે. બીજી વાર પતિની ઈચ્છા પ્રમાણે દેવની ગુટિકાઓથી ૩૨ પુત્રો થાય છે. તેને પ્રસુતિ વખતે ફરી દેવા મદદ કરે છે. પુત્રોના મૃત્યુથી તે જરા પણ શોકાન્વિત થતી નથી. સમતા રાખે છે. અંબડ પરિવ્રાજક બ્રહ્મા, વિષ્ણુ, શિવ વિક્ર્વા આખા નગરને ઘેલું કરે છે છતાં પણ મિથ્યાત્વી દેવને ન માનનારી સમકિત ભ્રષ્ટ ન થાય તેથી તેઓના દર્શન માટે જતી નથી ત્યારે ચોથી વાર ૨૫માં તીર્થકરનું રૂ૫ વિદુર્વે છે. ૨૪ થી વધુ તીર્થકરો ન હોય તેવી દઢ શ્રદ્ધાથી તે વિચલિત ન થઈ કેવી અડગ શ્રધ્ધા આગામી ઉત્સર્પિણીમાં સુલસા ૧૫ મા નિર્મમ નામે તીર્થકર થશે. તોળીને અંબડ છેવટે ભગવાન મહાવીરના તરફથી ધર્મલાભ કહેવડાવે છે. સુલસા આનંદ વિભોર થઈ જાય છે. કેવી સાલસ પત્ની! ધારિણી રાણી રાજ્યમાં વિપ્લવ થવાથી પોતાની પુત્રી ચંદનબાળા (વસુમતિ) ને લઈને ભાગી છૂટે છે. માર્ગમાં કામાતુર કામી તેને પોતાની પત્ની બનાવવાનું કહે છે ત્યારે તે જીભ કરડી મૃત્યુ પામે છે. કેવી હતી શીલ રક્ષવા માટેની તમન્ના. પતિના મૃત્યુ બાદ મૃત્યુનું શરણ લઈ આત્માને અકલંકિત રાખે છે. આદર્શ નારી ખરીને ? તેની પુત્રી જે પછીથી ચંદનબાળા તરીકે ખ્યાતિ પામે છે, માતાને પકડી લાવનાર તેને બજારમાં વેચી દે છે. વેશ્યા પાસેથી ફરી તેને વાંદરા છોડાવે છે. ત્યારે એક શેઠ માનવતા ખાતર તેને પોતાના ઘેર લઈ જાય છે. એકવાર શેઠના પગ ધોવાના પ્રસંગથી તેની પત્ની મૂળા શેઠાણી તેને ઓરડામાં પૂરે છે, માથું મુંડાવે છે, પગમાં પડી પહેરાવે છે. ત્રણ દિવસના ઉપવાસ પછી શેઠ પાછા ફરે છે. ત્યારે છે મહિનાના ઉપવાસી ભગવાન મહાવીર સ્વામીને વહોરાવવા શેઠ દ્વારા બંધનમુક્ત થયેલી ચંદના પાછા ફરેલાં ભગવાનને જોતાં તેના આંખમાંથી અશ્રુબિંદુ સરી પડે છે. ભગવાનનાં અભિગ્રહ પૂર્ણ થવાથી દેવદૂભિ સહિત છ દિવો પ્રગટ્યા. કેવી શીલવતી માતાની સુશીલ પુત્રી ! બધાં સાધ્વીજીઓની તે પ્રવર્તિની બને છે. સુપ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિઓમાં જેની દાનશીલની કીર્તિ કાર્ણની યાદ અપાવે તેવી છે તેની એક કૃતિ તેની પત્ની માહણાદેવી ધારાનગરીના રાજા પાસે લઈ ગઈ. તેનાથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને ત્રણ લાખનું દાન આપ્યું માર્ગમાં પાછા વળતા યાચકોનું ટોળું તેને વીંટળાઈ ગયું, પ્રાણ પ્રિય પતિની યશ પતાકાને ફરફરતી રાખવા મળેલું દાન તેઓને આપી દીધું. દાનેશ્વરીની પત્નીએ દાનવીરની દાનશીલતાને યશસ્વી બનાવી દીધી. ત્યારબાદ પતિ પાસે અબુ સિવાય કંઈ પણ અવશિષ્ટ ન રહેતાં વાચકવર્ગને ન આપી શકવાથી તેના પ્રાણ પણ ચાલી ગયા. કેવી આદર્શ પત્ની હતી માઘની! અમારે ખલ સંચારે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અભયારાણીના કપટમાં ન ફસાવાથી જેના ઉપર લાજ લૂટવાનું ખોટું આળ ચડાવવામાં આવ્યું છે તે સુદર્શન શેઠની પત્ની મનોરમા જે ધર્મનિષ્ઠ પતિની ધર્મપરાયણ પત્ની હતી તેણે તરતજ અભિગ્રહ કાયોત્સર્ગ ધારણ કરી લીધો અને જ્યારે શૂળીનું સિંહાસન થઈ ગયું ત્યારે કાયોત્સર્ગ પાળ્યું (પાર્યું). કેવી અડગ નિશ્ચયવાળી ધન્યાતિધન્ય પત્ની કે જેને પતિના ચારિત્ર વિષે લેશ પણ શંકા ન હતી. પતિના ચારિત્રમાં પણ લેશ માત્ર શંકા ન રાખનાર પત્નીઓ તો જૈન ધર્મના ઈતિહાસમાં જોવા મળે તેમાં કંઈ નવાઈ જેવું નથી. પ્રાચીન સમયના સ્ત્રી-પુરુષોમાં ધર્મ તથા દર્શનના સિદ્ધાન્તો આત્મસાત થયેલાં હતાં. ભગવાન ઋષભદેવની પુત્રી બ્રાહ્મી અને સુંદરી બે બહેનો હતી કે જેમણે બાહુબલી જેવા અભિમાનરૂપી ગજ પર બેઠેલાની માનની ગાંઠોને ખોલી, તેમના અંતરનો અંધકાર મટાડીને કેવળજ્ઞાનનો પ્રકાશ, કદમ ઉઠાવતાં, સમસ્ત વિકલ્પો નષ્ટ થતાં પ્રકાશી ઊઠયો. માટે સરળ અને નમ્ર બનવાની જરૂર છે. સમ્રાટ અશોકનો પુત્ર સંપ્રતિ વિજય મેળવી પાછો ફરે છે ત્યારે નિર્દોષના વધથી નાખુશ થયેલી માતાને આનંદિત કરવા તેણે સમગ્ર રાષ્ટ્રમાં અહિંસાનો ધ્વજ ફરકાવ્યો અને માનું મુખ અહિંસાની ઘોષણાથી પુલકિત થયું. જૈન જગતની ઝગમગતી તારિકાઓ કે જેઓ પ્રતિદિન રાઈ પ્રતિક્રમણ કરતાં આપણા માનસ પર ઉદય પામી આપણા જીવનને નવો રાહ બતાવે છે તેઓ કોઈક ભદ્રિક જીવોની માતા, પુત્રી, કે પત્ની પ્રગટ થાય છે. તેઓ છે સુલસા, ચંદનબાળા, મણોરમા, મયણરેહા, દમયંતી, નમયાસુંદરી,સીયા, નંદા, ભદા, સુભદ્રા, રાઈમઈ, રિસિદત્તા, પઉમાવઈ, અંજણા, સિરીદેવી, જિટ્ટા, સુજિટ્ટા, મિગાવઈ, પભાવઈ, ચિલ્લણાદેવી, બંભી, સુંદરી, રૂપ્પિણી, ધારિણી, કલાવઈ, પુષ્કચુલા, રેવઈ, કુંતી, સિવા, જયંતી, દેવઈ, દોવઈ, ગોરી, ગંધારી, લક્ષમણા, સુસીમા, જંબૂવઈ, સચ્ચભામા, કટુ મહારાણીઓ, જક્ષા, જક્ષ્મ દિન્ના, ભૂઆ, ભૂઅદિન્ના, સેણા, વેણા, રેણા, (સ્ફુલિભદ્રની સાત બેનો) વગેરે અકલંકિત શીલવિભૂષિત હોવાથી અદ્યાવધિ તેઓનો યશપડહ ત્રણે જગતમાં વાગી રહ્યો છે. તેથી તેઓને ભરહેસરની સજ્ઝાયમાં આપણે યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ઉપર્યુકત સન્નારીઓ વિષેની કથા સુપ્રસિદ્ધ હોવાથી વિસ્તાર ન કરતાં આટલો જ નિર્દેશ ઉપયુકત ગણીએ. - વીરધવલ રાજાને ત્યાં વસ્તુપાલ-તેજપાલ નોકરીએ હતા. તેઓએ સંપત્તિ જીવન માટે રાખી બાકીનાનું સખાવત કરી નાંખ્યું. ઈર્ષાળુ લોકોએ વીરધવલના કાન ભંભેર્યા કે તમારી સંપત્તિથી વસ્તુપાલ તેજપાલની લોકો યશગાથા બોલે છે. તેથી કોપાયમાન થયેલા રાજા સંન્યાસીનો સ્વાંગ સજી તેમને મારવા ભોજનાર્થે જાય છે. તેને જોઈ તેમની પત્ની અનુપમાદેવી કે જેણે કિંમતી સાડી પહેરી હતી તેનાથી તેઓનું ઘીવાળું ૧૦૮ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #7 -------------------------------------------------------------------------- ________________ પાત્ર લુછે છે. વિરધવલ તેના મુખે રાજાની આ સંપત્તિ છે, રાજાની કૃપાથી આ બધું થાય છે, ત્યારે તે વાત જાણી વિરધવલ માફી માંગે છે અને કહે છે કે તેઓ આજે સાધના સ્વાંગમાં તેઓને મારવા આવ્યા હતા. બીજા પ્રસંગે જ્યારે પોતાની સંપત્તિમાં ચરૂ મળ્યા ત્યારે તેનો ઉપયોગ જિનેશ્વરના મંદિરમાં તે ચરૂ દ્વારા મળેલું ધન વાપર્યું તથા પ્રતિદિન કારીગરોને ખરેલી રજકણના જેટલી ચાંદી અપાતી તથા તેઓના સ્વાસ્થની ખડેપગે દરકાર કરતાં તેથી તેમને અનુપમાદેવીનું માનદ બિરૂદ મળ્યું હતું. કારીગરો પર રાતદિન દેખરેખ રાખવાથી આરોગ્યપદની ચિંતા કરવાથી, છૂટા હાથે મજુરી ઉપરાંત દાન આપતી તમામ કોમના દીન-દુઃખિઓને તે જે ઉદારતાથી અનુકંપાદાન કરતાં તેથી તેને બધાં પદર્શન માતા કહેતા. પાહિણી જે બાળકને જન્મ આપ્યો તેને સાથે લઈ તે એકવાર ગુરુશ્રી દેવચંદ્રસૂરીશ્વરને વંદન કરવા આવી બાળકનું પોતાના આસન પર બેસી જવું તથા મુખ પરની કાંન્તિ જોઈ તે બાળક શાસન સમ્રાટ બને તેમ લાગવાથી ગુરુએ પાહિણી પાસે પોતાની ઈચ્છા શાસનને ચરણે તેની ભેટ ધરવાની જણાવી ત્યારે પતિની ગેરહાજરીમાં હસતા મુખે બાળકને શાસનની સેવા માટે આપી દીધો એ તે સોમચંદ્રમાંથી અલૌકિક પ્રતિભા અને પ્રજ્ઞા વડે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર બની ગુજરાતના ઈતિહાસમાં અમર નામ કરાવનાર એ સુપુત્રની માતા પાહિણીને ધન્યવાદ. એક મહાન શ્રાવિકા પોતાના કલેજાના ટુકડાનું અને પુત્રમોહનું બલિદાન કેવી શાસનનિષ્ઠાથી આપી શકે છે એનું જીવંત અને જાગૃત પ્રતીક ! પ્રાંતે પાહિણીએ પુત્રના પવિત્ર પંથે પગરવ પાડી પ્રવર્તિની પદને વિભૂષિત કર્યું. રેવતી મહાશતકની ૧૩ પત્નીઓમાંની એક હતી. તેણે ૧૨ શોક્યોમાંથી છને ઝેર આપી મારી નાંખી તથા છને શસ્ત્ર વડે હણી નાંખી. ત્યાર બાદ મહાશતકને પૌષધવતમાં હોવા છતાં પણ ઝેર આપી મારી નાખવા આવી હતી. આ રેવતી મદિરા તથા માંસ ખાનારી હતી. તેનાથી વિપરીત બીજી રેવતી કે જેણે ભગવાન મહાવીરને બિજોરાપાક વહોરાવ્યો હતો. ગોશાલકે કેવળી ભગવંત મહાવીરના ઉપર તેનો લેગ્યા છોડી ત્યારે તેમને લોહીના ઝાડા થયા. તેના પ્રતિકારરૂપે બિજોરાપાકની જરૂર હતી. રેવતીએ હર્ષોલ્લાસપૂર્વક ભાવભીના હૃદયે તે વહોરાવ્યો. તે દ્વારા ઉપાર્જિત કરેલા પુણ્યાનુબંધી પુણ્યના પરિપાક રૂપે તે આગામી ઉત્સર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરોમાં સત્તરમાં તીર્થકર સમાધિ નામે થશે. જૈનધર્મમાં નાત-જાત, સ્ત્રી-પુરુષ, ઊંચ-નીચાદિનો ભેદ નથી એટલે કે જો તે જીવો ગુણસ્થાનકે ચઢવા અપૂર્વ કરણાદિ કરે તો તેઓ પણ મોક્ષ મેળવી શકે તેમ છે અને તેમાં મલ્લિનાથ, તુલસી, રેવતી જેવાં સ્ત્રીરત્નો પણ તીર્થકર પદ પ્રાપ્ત કરે છે. પુષ્પચૂલા તેના ભાઈ સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ છે તે જાણ્યા પછી દીક્ષા લેવા પતિને જણાવે છે. તેના રાજ્યમાં રહેવાનું તથા પ્રતિદિન તેના દર્શન કરે તેવી છે શરતો પછી દીક્ષા લીધી. તેના જીવનમાં બાહ્ય તથા આત્યંતર બંને પ્રકારનાં તપ હતાં. તેના રાગદ્વેષ ખૂબ પાતળા પડી ગયા હતા Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ ભાવે વૃધ્ધ ગુરુની વૈયાવચ્ચ કરતાં આત્મસ્વરૂપના રટણ ઉપર ચઢતાં ઘાતી કર્મોનો ક્ષય થયો, પુષ્પા સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અર્ણિકાપુત્ર-ગુરુને પણ નદી પાર કરતાં કેવલી થશો તેવું કહેતાં ગોચરી બાજુ પર મૂકી ગંગા નદી પાર કરવા પ્રમાદ ન કરતાં, ચાલવાની તાકાત ન હોવા છતાં પણ ભગવંતના વચને અપૂર્વ જોમ આવ્યું. હિંમત ભેગી કરી ઊભા થયા. પહોંચ્યા કિનારે નૌકામાં બેઠા. મુસાફરોમાં તેમને નદીમાં ફેંકયા પૂર્વના વૈરી દેવી ભાલાની અણી પર ઝીલ્યા. લોહીના પડી રહેલા બિંદુથી પાણીમા જીવોની હિંસા થશે તેથી પાપી શરીરનો ધિકકાર કરતાં કરતાં કેવળી થઈ ગયા. ગુરુ-શિષ્યા બંને અપ્રતિપાતી જ્ઞાનનાં અધિકારી બની ગયાં. ભાવના ભવ નાશિનીને ! પ્રભંજના રાજકુંવરીનાં લગ્નની ચોરી તૈયાર થઈ ગઈ છે. મિત્રમંડળ તથા સગાંસંબંધીથી ઘર ભરાઈ ગયું છે. સોળે શણગાર સજી તથા વિભૂષિત થઈ તે છેલ્લે છેલ્લે સાધ્વીજીને વાંદવા હજાર સખીવૃંદ સાથે નીકળી પડે છે. તેને જોઈ સુવ્રતા સાધ્વીજી વૈરાગ્ય નિગળતી વાણીમાં ધર્મોપદેશ સંભળાવે છે. તેના પર હૃદયપૂર્વક મનન કરતાં ધર્મધ્યાન અને ત્યારબાદ શુકલધ્યાનના ચરણો ચઢતાં ચઢતાં કેવળી બની જાય છે. દેવો તેનો ઉત્સવ ઊજવવા આવે છે. પ્રભંજનાને લગ્નની ચોરીમાં મંગળફેરા ફરવાનું તો બાજુ પર રહી ગયું, પરંતુ તેણીએ ભવના ફેરા ફરવાનું હંમેશને માટે બંધ કરી દીધું. આવાં આવાં દૃષ્ટાન્તો જૈનધર્મના ઈતિહાસનાં પૃષ્ઠોને અલંકૃત કરે છે. એક રાજાએ ચોરી કરનાર મોટા ચોરને પકડ્યો છે. તેને ફાંસી આપવાની છે. તે રાજાને ૯૯ પત્નીઓ છે. તેમાંની ૯૮ માનીતી છે અને એક અણમાનીતી. તેઓ રાજાને કહે છે ચોરે દરેકના ઘર એકેક દિવસ આવવું અને ત્યારપછી ફાંસી આપવી. રાજા બે વાત માન્ય કરે છે. દરેકે દરેક ૯૮ રાણીઓ સારી રીતે સરભરા કરે છે, છતાં પણ તે મૃત્યુના ભયથી ખુશ નથી. છેલ્લે અણમાનીતી રાણી તેને અભયદાન આપવાનું જણાવે છે. રાજા તેની વાત કબૂલ કરે છે.તેની માંગણીથી રાજાની તે માનીતી બને છે. ચોર મુક્ત થાય છે. કેવો પ્રતાપ છે અભયદાનનો ! તેથી બધાં દાનમાં અભયદાનને શ્રેષ્ઠ ગણાવાયું છે. આથી ઊલટું સમ્રાટ અશોકના પુત્ર પ્રત્યે આકર્ષિત થયેલી સાવકી મા તિષ્યરક્ષિતા પતિ પાસેથી બે વરદાન મેળવી, જ્યારે કુણાલ તેને વશ ન થયો ત્યારે અશોકની મુદ્રાથી અંકિત થયેલા અશોકના પત્ર દ્વારા કુણાલ અધિયતામ્ ની જગ્યાએ ‘કુણાલ અંધીયતામ્’ એવું એના ઉપર મીંડું મૂકી, અર્થનો અનર્થ કર્યો. બુદ્ધદાસ નામના બૌદ્ધધર્મી એક યુવાને જૈનધર્મમાં ચુસ્ત શ્રધ્ધાળુ છું એમ કહી જૈનધર્મી કન્યા સુભદ્રા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બધાં સાસરિયા તેને દુઃખી કરે છે. એકવાર કોઈ સાધુની આંખમાંથી જીભ વડે કસ્તર કાઢી રહેલી તેને જોઈ ગયેલી સાસુ તથા પતિ વગેરે ખૂબ ત્રાસ આપે છે. નગરના દરવાજા બંધ થઈ ગયા. બધાં ત્રાહિ ત્રાહિ પોકારી ગયાં. દૈવીવાણી થઈ કે કોઈ સતી શ્રી કાચા સુતરના તાંતણે ચાળણી દ્વારા કૂવામાંથી પાણી છાંટે તો દ્દારોદ્ઘાટન થાય, તે પ્રસંગે ખુદ રાજા રાણી વગેરે તે પ્રમાણે ન કરી શકતાં સુભદ્રાએ તે માટે સાસુને વિનંતી કરી. તું કુલટા છે વગેરેથી તેને ધુત્કારી કાઢી. છતાં પણ પ્રયત્ન કરવા જણાવ્યું. ત્યાં જઈ જો મેં મારા પતિ સિવાય કોઈને પણ મનથી ન ઈચ્છયો હોય તો દ્વાર ખૂલી જજો. તે પ્રમાણે થતાં તેનો તથા જૈન ધર્મનો જયજયકાર થયો. ૧૧૦ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણ પ્રમાણે રાવણને ત્યાં રહેલી સતી સીતાનો રામે ત્યાગ કર્યો ત્યારે અગ્નિ પરીક્ષામાં જ્યાં સીતા અગ્નિકુંડમાં પડ્યા ત્યારે અગ્નિકુંડ તેના સતીત્વના પ્રભાવથી પાણીથી ભરાઈ ગયો અને કુંડ દેવનું વિમાન બની ગયું. મહેલમાં પાછા ન ફરતા જણાવ્યું કે મને વારંવાર મારા કર્મે છેતરી છે. રામને કહે છે કે આપણો સંબંધ પૂરો થયો. સીતાજી દીક્ષા લે છે. સંયમ લઈ, બંને પ્રકારના પ્રસંગોમાં તત્ત્વજ્ઞાન જાણનાર સીતા સમતોલ રહે છે. કર્મના બંધનો તોડી નાંખ્યા. છેલ્લે રામને કહે છે કે મારા જેવી અનેક સીતાઓ તમને મળશે પણ આવો વીતરાગ ધર્મ વારંવાર નહિ મળે, આ મળેલા ઉત્તમ ધર્મને છેહ દેશો નહિ. કેવો ઉમદા ઉપદેશ. જૈન મહાભારત પ્રમાણે નળરાજા ગાઢ જંગલમાં સતી દમયંતીને તરછોડી ચાલી ગયા ત્યારે ઘણાં વર્ષો સુધી સતીત્વના પ્રતાપથી નવકારમંત્રના રટણથી શીલને જરાપણ આંચ ન આવવા દીધી અને અગ્નિપરીક્ષારૂપી દુઃખના દાવાનલમાંથી હેમખેમ બહાર આવી. દુષ્ટ તો લક્ષ્મણરેખા ઓળંગી ન શક્યાં. જૈન દર્શનમાં ચાર યોગમાં ધર્મકથાનુંયોગનું આગવું મહત્ત્વ છે, કેમકે સમકિતી જીવ અસાર એવા સંસારને કંસાર જેવો ન સમજી ગુણશ્રેણિ પર ક્રમિક ઉત્ક્રાંતિ કરવા સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રાણિ રૂપી મોક્ષમાર્ગને ચરિતાર્થ કરવા અપૂર્વ પુરુષાર્થ કરી જ્યારે પણ ન મેળવેલા અદ્વિતીય પુરુષાર્થ દ્વારા અહિંસા-સંયમની સાધના કરી, દાન-શીલ-તપ અને ભાવ દ્વારા અસાર એવા સંસારનો અંત લાવી સિદ્ધપુરીના પથિક બને છે. આ ઉમદા પ્રયત્નમાં નારી મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તે ઉપરના વિહંગાવલોકનથી જોઈ શકાય છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી તથા The hand that rocks the cradle rules the world. આ બે મહાવાક્યો પ્રતિપાદિત કરે છે કે પ્રત્યેક મહાપુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ રહેલો છે. જૈનોનું સાહિત્ય ઘણું વિશાળ છે. તેમાં ધાર્મિક, નીતિ, સમાજ, ખગોળ, ભૂગોળ, તત્ત્વજ્ઞાન, મોક્ષ પ્રાપ્તિના વિવિધ ઉપાયો, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેકાનેક ગંભીર વિષયો પર જે લખાયું છે, તે ગણધર ભગવંતોએ ગૂંથેલા આગમોમાંથી કોઈ પણ પ્રયોગશાળા વગર ત્રિકાળાબાધિત સત્યો પ્રતિપાદિત કરેલાં છે જે સમગ્ર વિશ્વમાં બેનમૂન તથા આશ્ચર્યકારી છે. ----- 111 અસારે ખલ સંસારે