________________
====== =========== બાહુબલી જેવાં ૧૦૮ સંતાનો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી થયા. કેવું ઉમદા કુળ તેથી સ્ત્રીમાં શતાનિ શતશો જનયત્તિ પુત્રાન; નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા. એમ કહેવામાં આવ્યું છે.
માતા મરૂદેવી કેવાં ધજાતિધન્ય કે જેણે પ્રથમ તીર્થકર ઋષભદેવને જન્મ આપ્યો તથા પુત્રમોહથી અભિભૂત થઈ હજાર વર્ષો સુધી રડી રડીને આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. જે તેમણે ફરીથી, કેવળી થયેલા પુત્રની જાહોજલાલી સાંભળી, માનસિક રીતે તેમને પ્રથમ જોઈ, બાદમાં દષ્ટિ પણ મેળવી એટલું જ નહીં પરંતુ પુત્રની પહેલાં અનિત્યાદિ ભાવના ભાવતા કેવળી પુત્રની પહેલા મોક્ષના દ્વાર ખોલ્યાં તથા પુત્ર માટે મોક્ષવધુ વરી લીધી. તેમની કેવી કુખ હશે ! તેમના પુત્ર ઋષભની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મોક્ષગામી થયાં, તેમનો પુત્ર ભરત આરીસા ભવન માં વીંટી પડી જવાથી મોક્ષ મેળવે છે. તેના પુત્ર તથા તેના પુત્રાદિ આઠ પેઢી સુધી આજ રીતે કેવળી થઈ મોક્ષપુરીના માનવતા મહેમાન બન્યા. તેઓ છે - આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય અને તેના પુત્ર દંડવીર્ય આઠ પેઢી સુધી આ રાજાઓ રાજમુગટ પહેરી ભારતની જેમ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. (કલ્પસૂત્ર સચિત્રમ્ પૃ-૨૬૫)
અજૈન સાહિત્યમાં ગોપીચંદ વિલાસીવૃત્તિનો હોવાથી તેની મા નાખુશ હતી. એકવાર તેને સ્નાન કરાવતા તેના શરીર પર માનું અશ્રુ પડે છે. ઉપર દૃષ્ટિ કરતાં માને કારણ પૂછે છે તે જાણી ગોપીચંદ સંસાર ત્યજી સંન્યસ્થ બની જાય છે.
છ વર્ષનો અઈમુત્ત જ્યારે ગણધર ગૌતમની સાથે જતાં ગોચરી ઊંચકવા જણાવે છે ત્યારે ગૌતમસ્વામી તને ન અપાય કારણ કે તેને માત્ર સંસાર ત્યાગી જ ઉંચકી શકે. મહાવીરસ્વામીની વૈરાગ્ય ઝરતી અમોઘ વાણી સાંભળી ઘેર આવી માને દીક્ષિત થવા જણાવે છે. તેની મા શ્રીદેવી પાસેથી સાધુ જીવનની કઠણાઇ તથા પરીષહો વિષે સાંભળી વિગતે તેના યુક્તિ પુરઃ સર પ્રત્યુત્તર આપી દીક્ષા લઈ કેવળી બને છે. - કૃષ્ણની મા દેવકી બન્નેના જુથમાં સાધુને ભિક્ષા માટે આવતાં જોઈ, એકના એક ફરી ફરી કેમ આવે છે તેનું કારણ જાણી પોતાના જ પુત્રો છે તે જાણી પોતે એકને સ્તનપાન કરાવે તેવી અભિલાષા સેવે છે. ગજસુકુમાલના જન્મથી તે સંતુષ્ટ થાય છે. જ્યારે તે ભગવાન નેમિનાથ પાસે દીક્ષિત થાય છે ત્યારે માતા તેને કહે છે કે “આ ભવની તે છેલ્લી મા કરે', એટલે હવે જન્મવાનું ન રહે ને મુકિત પામે માનો કેવો ભવ્યાતિભવ્ય વિચાર અને આશીર્વાદ!
માતાની સાથે કુમળી વયનાં દીક્ષિત થયેલો પુત્ર, ચારિત્રના પથમાંથી પતિત થયેલા પુત્રસાધુને કરીને માર્ગસ્થિતિ કરવા માટે પ્રયત્નશીલ, અરણિકની મા-સાધ્વી અરેણિકને શોધવા ગાંડા જેવી બની “અરણિક' “અરેણિકના હૃદયદ્રાવી પોકારો પાડતી ભટકી રહી છે, ત્યારે તે શબ્દો કર્ણપટ પર
૧૦૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org