Book Title: Asare Khalu Sansare
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 1
________________ અસારે ખલુ સંસારે ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા આચાર્ય ભગવંતે સ્તંભન પાર્શ્વનાથની એકાગ્રચિત્તે સ્તુતિ કરનારને જોઈને એકવાર વ્યાખ્યાન દરમ્યાન ઉચ્ચાર્યું. ‘‘અમારે ઘનુ સંમારે સારૂં સારંગ ોચના'' તેથી નારાજ થયેલા બે ભાઈઓમાંથી વસ્તુપાલ વ્યાખ્યાન છોડી ચાલ્યા ગયા. મહારાજ સાહેબનો સ્થિરતાનો સમય પૂરો થવાના દિવસે વ્યાખ્યાનમાં તેમણે વાક્યના અનુસંધાનમાં કહ્યું કે " यस्याः कुक्षि समुत्पन्नाः वस्तुपाल મવાદ: ।।’’- આથી સંતુષ્ટ થયેલા વસ્તુપાલે આનંદ વ્યકત કર્યો. કહેવાનું તાત્પર્ય આ હતું કે અસાર એવા સંસારમાં તીર્થંકરાદિ મહાન વિભૂતિઓ તથા હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય જેવાં આચાર્યો તથા જગડુશાહ, વસ્તુપાલ, જંબુસ્વામી જેવાં મહાનુભાવોને જન્મ આપનારી સ્ત્રીઓ જ છે, જેથી સંસાર સારભૂત લાગે. આ લેખમાં વિવિધ પ્રકારની સ્રીઓ જેવી કે મા, પુત્રી, પત્ની, જેઠાણી, દેરાણી, વગેરે કેવાં કેવાં ભાવો ભજવે છે તે જોઈએ. આર્યરક્ષિત પેટને ઉપયોગી વિદ્યા ભણીને આવે છે ત્યારે તેનો લોકો દ્વારા ખૂબ સત્કાર થાય છે, પરંતુ માનું મુખ ઉદ્વિગ્ન હોય છે. આત્મવિષયક-આધ્યાત્મિક વિદ્યાનું જ્ઞાન સંપાદન ન કર્યાથી તે અસંતુષ્ટ છે. માની ખાતર મામા મહારાજ પાસે જૈન સાધુની દીક્ષા લઈ સાડા નવ પૂર્વોનો અભ્યાસ કરે છે તથા આખા કુટુંબને પછીથી દીક્ષિત કરે છે. કેવી સુંદર માતૃભક્તિ ! તેવી જ હતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા માટેની ભક્તિ. જ્ઞાનામૃત ભોજનં કહેવાયું હોવા છતાં પણ સંસારિક જ્ઞાન ગમે તેટલું હોય તો પણ અધ્યાત્મ ક્ષેત્ર માટે તે અજ્ઞાન છે, વિભંગ જ્ઞાન ગણાય છે, કેમકે તે સમ્યગ દર્શન કે સમકિત વગરનું છે. નવગૈવકે પહોચેલા તથા ચૌદ પૂર્વધારીઓ તે સ્થાનેથી પડતાં ઠેઠ નિગોદ કે પહેલા ગુણ સ્થાનકે પહોંચી જાય છે. ચારિત્રના બળે નવગૈવક સુધી પહોંચી શકાય તથા ૧૪ પૂર્વોનો અભ્યાસ પણ હોય પરંતુ જો તેની સાથે મિથ્યાત્વ નષ્ટ ન થયું હોય તો તે બધું છારમાં લીપણ સમાન છે. આર્યરક્ષિતની મા આ સમજતી હતી. તેથી પુત્રના શાસ્રીય અભ્યાસ પ્રત્યે અણગમો અને તેને પોતાના મુખ પર વિષાદ દ્વારા કર્તવ્ય બતાવ્યું કે તું આત્માની વિદ્યા ભણ અને તે માટે તેને મામા મહારાજ પાસે જવાનું થયું. ત્યાં તેણે સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો તથા માતૃભક્તિ સફળ કરી. યથાર્થ કહેવાયું છે કે - ચરણકરણ વિપ્પહીણો બુડઈ સુબહુંવિ જાણતો અને પઢમં નાણું તઓ દયા. ભગવાન ઋષભદેવ જે આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર થયા તેમની બે પત્નીઓનાં ભરત સ્વરૂપ મંત્ર Jain Education International For Private & Personal Use Only ૧૦૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9