Book Title: Asare Khalu Sansare Author(s): Bipinchandra H Kapadia Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 9
________________ જૈન રામાયણ પ્રમાણે રાવણને ત્યાં રહેલી સતી સીતાનો રામે ત્યાગ કર્યો ત્યારે અગ્નિ પરીક્ષામાં જ્યાં સીતા અગ્નિકુંડમાં પડ્યા ત્યારે અગ્નિકુંડ તેના સતીત્વના પ્રભાવથી પાણીથી ભરાઈ ગયો અને કુંડ દેવનું વિમાન બની ગયું. મહેલમાં પાછા ન ફરતા જણાવ્યું કે મને વારંવાર મારા કર્મે છેતરી છે. રામને કહે છે કે આપણો સંબંધ પૂરો થયો. સીતાજી દીક્ષા લે છે. સંયમ લઈ, બંને પ્રકારના પ્રસંગોમાં તત્ત્વજ્ઞાન જાણનાર સીતા સમતોલ રહે છે. કર્મના બંધનો તોડી નાંખ્યા. છેલ્લે રામને કહે છે કે મારા જેવી અનેક સીતાઓ તમને મળશે પણ આવો વીતરાગ ધર્મ વારંવાર નહિ મળે, આ મળેલા ઉત્તમ ધર્મને છેહ દેશો નહિ. કેવો ઉમદા ઉપદેશ. જૈન મહાભારત પ્રમાણે નળરાજા ગાઢ જંગલમાં સતી દમયંતીને તરછોડી ચાલી ગયા ત્યારે ઘણાં વર્ષો સુધી સતીત્વના પ્રતાપથી નવકારમંત્રના રટણથી શીલને જરાપણ આંચ ન આવવા દીધી અને અગ્નિપરીક્ષારૂપી દુઃખના દાવાનલમાંથી હેમખેમ બહાર આવી. દુષ્ટ તો લક્ષ્મણરેખા ઓળંગી ન શક્યાં. જૈન દર્શનમાં ચાર યોગમાં ધર્મકથાનુંયોગનું આગવું મહત્ત્વ છે, કેમકે સમકિતી જીવ અસાર એવા સંસારને કંસાર જેવો ન સમજી ગુણશ્રેણિ પર ક્રમિક ઉત્ક્રાંતિ કરવા સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્રાણિ રૂપી મોક્ષમાર્ગને ચરિતાર્થ કરવા અપૂર્વ પુરુષાર્થ કરી જ્યારે પણ ન મેળવેલા અદ્વિતીય પુરુષાર્થ દ્વારા અહિંસા-સંયમની સાધના કરી, દાન-શીલ-તપ અને ભાવ દ્વારા અસાર એવા સંસારનો અંત લાવી સિદ્ધપુરીના પથિક બને છે. આ ઉમદા પ્રયત્નમાં નારી મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તે ઉપરના વિહંગાવલોકનથી જોઈ શકાય છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી તથા The hand that rocks the cradle rules the world. આ બે મહાવાક્યો પ્રતિપાદિત કરે છે કે પ્રત્યેક મહાપુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ રહેલો છે. જૈનોનું સાહિત્ય ઘણું વિશાળ છે. તેમાં ધાર્મિક, નીતિ, સમાજ, ખગોળ, ભૂગોળ, તત્ત્વજ્ઞાન, મોક્ષ પ્રાપ્તિના વિવિધ ઉપાયો, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેકાનેક ગંભીર વિષયો પર જે લખાયું છે, તે ગણધર ભગવંતોએ ગૂંથેલા આગમોમાંથી કોઈ પણ પ્રયોગશાળા વગર ત્રિકાળાબાધિત સત્યો પ્રતિપાદિત કરેલાં છે જે સમગ્ર વિશ્વમાં બેનમૂન તથા આશ્ચર્યકારી છે. ----- 111 અસારે ખલ સંસારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9