Book Title: Asare Khalu Sansare
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ઉત્કૃષ્ટ ભાવે વૃધ્ધ ગુરુની વૈયાવચ્ચ કરતાં આત્મસ્વરૂપના રટણ ઉપર ચઢતાં ઘાતી કર્મોનો ક્ષય થયો, પુષ્પા સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અર્ણિકાપુત્ર-ગુરુને પણ નદી પાર કરતાં કેવલી થશો તેવું કહેતાં ગોચરી બાજુ પર મૂકી ગંગા નદી પાર કરવા પ્રમાદ ન કરતાં, ચાલવાની તાકાત ન હોવા છતાં પણ ભગવંતના વચને અપૂર્વ જોમ આવ્યું. હિંમત ભેગી કરી ઊભા થયા. પહોંચ્યા કિનારે નૌકામાં બેઠા. મુસાફરોમાં તેમને નદીમાં ફેંકયા પૂર્વના વૈરી દેવી ભાલાની અણી પર ઝીલ્યા. લોહીના પડી રહેલા બિંદુથી પાણીમા જીવોની હિંસા થશે તેથી પાપી શરીરનો ધિકકાર કરતાં કરતાં કેવળી થઈ ગયા. ગુરુ-શિષ્યા બંને અપ્રતિપાતી જ્ઞાનનાં અધિકારી બની ગયાં. ભાવના ભવ નાશિનીને ! પ્રભંજના રાજકુંવરીનાં લગ્નની ચોરી તૈયાર થઈ ગઈ છે. મિત્રમંડળ તથા સગાંસંબંધીથી ઘર ભરાઈ ગયું છે. સોળે શણગાર સજી તથા વિભૂષિત થઈ તે છેલ્લે છેલ્લે સાધ્વીજીને વાંદવા હજાર સખીવૃંદ સાથે નીકળી પડે છે. તેને જોઈ સુવ્રતા સાધ્વીજી વૈરાગ્ય નિગળતી વાણીમાં ધર્મોપદેશ સંભળાવે છે. તેના પર હૃદયપૂર્વક મનન કરતાં ધર્મધ્યાન અને ત્યારબાદ શુકલધ્યાનના ચરણો ચઢતાં ચઢતાં કેવળી બની જાય છે. દેવો તેનો ઉત્સવ ઊજવવા આવે છે. પ્રભંજનાને લગ્નની ચોરીમાં મંગળફેરા ફરવાનું તો બાજુ પર રહી ગયું, પરંતુ તેણીએ ભવના ફેરા ફરવાનું હંમેશને માટે બંધ કરી દીધું. આવાં આવાં દૃષ્ટાન્તો જૈનધર્મના ઈતિહાસનાં પૃષ્ઠોને અલંકૃત કરે છે. એક રાજાએ ચોરી કરનાર મોટા ચોરને પકડ્યો છે. તેને ફાંસી આપવાની છે. તે રાજાને ૯૯ પત્નીઓ છે. તેમાંની ૯૮ માનીતી છે અને એક અણમાનીતી. તેઓ રાજાને કહે છે ચોરે દરેકના ઘર એકેક દિવસ આવવું અને ત્યારપછી ફાંસી આપવી. રાજા બે વાત માન્ય કરે છે. દરેકે દરેક ૯૮ રાણીઓ સારી રીતે સરભરા કરે છે, છતાં પણ તે મૃત્યુના ભયથી ખુશ નથી. છેલ્લે અણમાનીતી રાણી તેને અભયદાન આપવાનું જણાવે છે. રાજા તેની વાત કબૂલ કરે છે.તેની માંગણીથી રાજાની તે માનીતી બને છે. ચોર મુક્ત થાય છે. કેવો પ્રતાપ છે અભયદાનનો ! તેથી બધાં દાનમાં અભયદાનને શ્રેષ્ઠ ગણાવાયું છે. આથી ઊલટું સમ્રાટ અશોકના પુત્ર પ્રત્યે આકર્ષિત થયેલી સાવકી મા તિષ્યરક્ષિતા પતિ પાસેથી બે વરદાન મેળવી, જ્યારે કુણાલ તેને વશ ન થયો ત્યારે અશોકની મુદ્રાથી અંકિત થયેલા અશોકના પત્ર દ્વારા કુણાલ અધિયતામ્ ની જગ્યાએ ‘કુણાલ અંધીયતામ્’ એવું એના ઉપર મીંડું મૂકી, અર્થનો અનર્થ કર્યો. બુદ્ધદાસ નામના બૌદ્ધધર્મી એક યુવાને જૈનધર્મમાં ચુસ્ત શ્રધ્ધાળુ છું એમ કહી જૈનધર્મી કન્યા સુભદ્રા સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બધાં સાસરિયા તેને દુઃખી કરે છે. એકવાર કોઈ સાધુની આંખમાંથી જીભ વડે કસ્તર કાઢી રહેલી તેને જોઈ ગયેલી સાસુ તથા પતિ વગેરે ખૂબ ત્રાસ આપે છે. નગરના દરવાજા બંધ થઈ ગયા. બધાં ત્રાહિ ત્રાહિ પોકારી ગયાં. દૈવીવાણી થઈ કે કોઈ સતી શ્રી કાચા સુતરના તાંતણે ચાળણી દ્વારા કૂવામાંથી પાણી છાંટે તો દ્દારોદ્ઘાટન થાય, તે પ્રસંગે ખુદ રાજા રાણી વગેરે તે પ્રમાણે ન કરી શકતાં સુભદ્રાએ તે માટે સાસુને વિનંતી કરી. તું કુલટા છે વગેરેથી તેને ધુત્કારી કાઢી. છતાં પણ પ્રયત્ન કરવા જણાવ્યું. ત્યાં જઈ જો મેં મારા પતિ સિવાય કોઈને પણ મનથી ન ઈચ્છયો હોય તો દ્વાર ખૂલી જજો. તે પ્રમાણે થતાં તેનો તથા જૈન ધર્મનો જયજયકાર થયો. ૧૧૦ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9