Book Title: Asare Khalu Sansare
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અથડાતાં સફાળો થયેલો પુત્ર પ્રેયસીના પાસમાંથી છૂટો થઈ માના ચરણમાં માથું ટેકવી હ્રદયનો પશ્ચાત્તાપ કરે છે ત્યારે તેને દુઃખી મા ફરીથી દીક્ષિત થવાનું કહી એટલું ઉમેરે છે કે આ ચારિત્રનો માર્ગ કંટક ભરેલો લાગે તો છેવટે અનશન પણ કરી તારો ઉદ્ધાર કરજે, કેવી કર્તવ્યનિષ્ઠ મા ! પોતાની પ્રત્યે કામાસકિતથી પીડિત જેઠ કે જેણે કંટકરૂપી પોતાના લઘુ બાંધવાનું મૃત્યુ લાવી દીધું છે તેઓ ક્રોધકષાયથી મોઘેરુ માનવ જીવન કલુષિત ન કરે તે શુભાશયથી રંડાપાના દુઃખને દૂર કરી પોતાના પ્રિય પતિ યુગબાહુની સદ્ગતિ થાય તે માટે હૈયાને કઠોર કરી નિર્યામણા કરાવનારી મદનરેખા ધન્ય થઈ, યશસ્વી નામના મેળવી પતિનો ઉદ્ધાર કર્યો. મૃત્યુ સમયે શુભલેશ્યા કે શુભ અધ્યવસાયો બીજા જન્મમાં સાથે આવે છે. માટે ને ! રાયપસેણીય સુત્તમાં સૂરિકંતા અને પ્રદેશીરાજાનો પ્રસંગ નિરૂપાયો છે. વાસનામાં ગળાડૂબ રાજાને સૂરિકતા સર્વસ્વ હતી. તે તેની પાછળ પાગલ હતો. એક વાર વિલાસી રાજા કેશી ગણધરની વાણી સાંભળી વિરકત બને છે, વાસનાનો કીડો હવે પ્રદેશી સંયમી બને છે. પોતાના પ્રાણપ્રિય પતિની આ પરિવર્તિત પરિસ્થિતિ સહન ન થતાં સૂરિકંતા તેના ભોજનમાં વિષ ભેળવી દે છે. તેની ગંધ આવતા સંયમી પ્રદેશી આકુળવ્યાકુળ ન થતાં જીવનની લીલા સંકેલાઈ જાય તે પહેલાં પૌષધવ્રત ધારણ કરી લે છે. જાણે કે સંયમી જીવનનો બદલો લેતી હોય તેમ સૂરિકતા ત્યાં પહોંચી જાણે વ્હાલ કરી વૈયાવચ્ચ કરતી હોય તેવો ડોળ કરી ગળે ટુંપો દેતા પહેલાં આલિંગન કરી પોતાનો છૂટો કેશકલાપ ગળાની આસપાસ વીંટાળી દઈ ટુંપો દઈ પ્રિયતમ બનેલા પતિનું નિર્દયી રીતે કાશળ કાઢી નાખે છે. ક્યાં મદનરેખા અને ક્યાં સૂરિકંતા ! બંને વચ્ચે આકાશપાતાળનું અંતર છે ને ? મહાન સમ્રાટ શ્રેણિક રાજા મિથ્યાત્વી, શિકારી, દુરાચારી જીવન જીવતા હતા. તે ચેડા રાજા કે જે ચુસ્ત જૈનધર્મી હતા તેની પુત્રી જ્યેષ્ઠાના પ્રેમમાં પડી પત્ની બનાવવાનું સોનેરી સ્વપ્ન સેવતા હતા. તેને મેળવવા ખાઈ ખોદાવી ઉઠાવી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય છે. નિર્ણાયક દિવસે જ્યેષ્ઠા આવી પણ ઘરેણાંનો ડબ્બો લેવા પાછી ફરે છે. તેને વિદાય કરવા પાછળથી આવેલી ચેલાણાને જ્યેષ્ઠા છે એમ માની શ્રેણિક ચેલણા સાથે જતા રહે છે. ખરી સ્થિતિ જાણ્યા પછી ચેઘણા મિથ્યાત્વી શ્રેણિકને ક્ષાયિક સમકિતી બનાવે છે, એટલું જ નહીં પરંતુ જૈન સાધુની પરીક્ષામાં પૂરાયેલા સાધુ અલખનિરંજન કહી જ્યારે બહાર નીકળી મેદનીને આશ્ચર્ય ચકિત કરી મૂકે છે ત્યારે ચેઘણા સંતુષ્ટ થાય છે અને પત્ની તરીકેની ફરજ સફળ કરે છે. જેને સ્થાને તે આવી છે તે તેની બેન જ્યેષ્ઠા, આ ભવમાં બીજો પતિ પણ ભવેડો ન કરાવે તેમ માની, સંસારથી વિમુખ થઈ વૈરાગ્ય રસમાં મશગુલ થઈ ચારિત્રનો પથ પકડી લે છે. કેવી બે નિરાળી જૈનત્વથી ભાવિત થયેલી ભગિનીઓ ! નેમિનાથ જેવા પતિની સાથે જેને નવ નવ ભવનો સ્નેહતંતુ હતો તેઓ જ્યારે પશુના કલરવથી પાછા ફરે છે ત્યારે રાજીમતિ દીક્ષિત થયેલા નેમિનાથ પાસે રથનેમિની સાથે દીક્ષા ગ્રહણ કરે છે. એક અસારે ખલ સંસારે Jain Education International For Private & Personal Use Only ૧૦૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9