Book Title: Arya Kalyan Gautam Smruti Granth Author(s): Kalaprabhsagar Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra View full book textPage 5
________________ શ્રી આર્ય–કલ્યાણુ–ગૌતમ સ્મૃતિ ગ્રંથ નીચે મુજબ ના શુભ પ્રસંગોની સ્મૃતિ રૂપે પ્રકાશિત થયેલ છે. - મહાન આર્યાવર્તની સુસંસ્કૃતિની રક્ષા અને પ્રચારાર્થે જ વિશ્વકલ્યાણકર, પરમ પવિત્ર, મોક્ષદાયક શ્રી જિનશાસનના આ વિશ્વ પરના સૈકાલિક અનંતાનંત ઉપકારોની સ્મૃતિ.. - ચરમ તીર્થપતિ, ત્રિલોકગુરુ, પરમાત્મા શ્રી મહાવીરદેવના પ્રથમ શિષ્ય શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતની ર૫૦૦ મી નિર્વાણ સંવત્સરિ (નજીક આવતાં વીર સં. ૨૫૧૨ વિ. સં. ૨૦૪૨ વખતે ) ની સ્મૃતિ...... પરમાત્મા શ્રી મહાવીરદેવના પટ્ટધર શ્રી સુધર્માસ્વામી ગણધર ભગવંતની પરંપરામાં થયેલા ૪૭ મા પટ્ટધર મહાન ક્રિોદ્ધારક, ઉગ્ર તપસ્વી, અચલ (વિધિપક્ષ) ગ૭ પ્રવર્તક પૂ. દાદા શ્રી આર્યરક્ષિત રીશ્વરજી મ. સા. ના નવમ જન્મ શતાબ્દિ વર્ષ અને અષ્ટમ સ્વર્ગ શતાબ્દિ વર્ષ (વિ. સં. ૨૦૩૫) ની સ્મૃતિ કે ૬૪ માં પટ્ટધર અનેક નૃપપ્રતિબંધક, અજોડ પ્રતિભાશાળી, જામનગર ભદ્રેશ્વરાદિ અનેક તીર્થોના પ્રેરક અને ઉદ્ધારક પૂ. દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ના ચતુર્થ જન્મ શતાબ્દિ વર્ષ (વિ. સં. ૨૦૩૩) ની સ્મૃતિ * ૭૫ માં પટ્ટધર ક્રિોદ્ધારક, કચ્છ-હાલાદેશોદ્ધારક અચલગચ્છાધિપતિ પ. પૂ. સ્વ. આચાય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ના જન્મ શતાબ્દિ વર્ષની સ્મૃતિ કિ ૭૬ માં પટ્ટધર યુગપ્રભાવક, સુવિશુદ્ધસંયમમૂતિ, અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના સૂરિપદ રજત વર્ષ (વિ. સં. ૨૦૩૭) ની સ્મૃતિ. - પૂ. અચલગચ્છાધિપતિશ્રી ની પ્રેરણાથી તેઓશ્રીની અધ્યક્ષતામાં શ્રી અખિલ ભારત અચલગચ૭ (વિધિ પક્ષ) વેતાંબર જૈન સંધના અનુક્રમે વિ. સં. ૨૦૨૪, ૨૦૩૬, માં ભદ્રેશ્વરતીર્થ અને મુંબઈમાં શ્રી ચતુર્વિધ મહાસંઘના અધિવેશન ની સ્મૃતિ... * પૂ. અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં સંઘવીશ્રી ખીમજી વેલજી છેડા (ગોધરા), સંઘવીશ્રી લખમશી ઘેલાભાઈ સાવલા (નવાવાશ), સંઘવીશ્રી શામજી જખુભાઈ ગાલા (મોટા આસંબીઆ) આ ત્રણે મહાનુભાવોએ વિ. સં. ૨૦૩૩ માં કચ્છ ગોધરા થી શત્રુંજય મહાતીર્થને ૪૨ દિવસનો ૧ હજાર યાત્રિકવાળે છરી પાળતો પગપાળા મહા સંઘ કાઢેલ તેની સ્મૃતિ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1160