________________
૨૨. સંપાદકરત્ન પંડિત શ્રી નાથૂરામ પ્રેમી
બાલ્યકાળ અને પ્રારંભિક જીવન : સાહિત્યસેવા અને સૌજન્યનીમૂર્તિ સમા પંડિત નાથૂરામજીનો જન્મ ઈ. સ. ૧૮૮૧માં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના દેવરી ગામે એક તદ્દન સામાન્ય પરિવારમાં થયો હતો.
તેઓ જે પરિવારમાં જન્મ્યા હતા તે પરિવાર-વાણિયા (પોરવાડ) તરીકે ઓળખાતો. મૂળ મેવાડમાંથી આવાં સેંકડો પરિવારો બુંદેલખંડ(મ. પ્ર.)માં આવીને વસ્યાં હતાં. નાનપણમાં ઘોડા ઉપર બેસીને તેમના વડવાઓ ગોળ, મીઠું વગેરે આજુબાજુનાં ગામડાંમાં વેચતા અને સાંજ પડ્યે માંડ માંડ ચાર પૈસા જેટલું કમાતા.
આ સંજોગોમાં નાથૂજી સ્થાનિક ગામઠી શાળામાં ભણ્યા. ભણવામાં તેઓ કુશાગ્ર બુદ્ધિના હતા. હંમેશાં પહેલો—બીજો નંબર રાખતા અને તેથી શિક્ષકોના ખાસ કૃપાપાત્ર બની રહેતા. ટ્રેનિગની પરીક્ષામાં પણ સારા ગુણો મેળવીને પાસ થયા, એટલે તુરત જ શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ. શરૂઆતમાં મહિને દોઢ રૂપિયો અને પછી મહિને છ રૂપિયાનો પગાર મળતો. આ સમય દરમિયાન કરકસરથી જીવવાની જે ટેવ તેમને પડી ગઈ તે જીવનપર્યંત ટકી રહી. સાદાઈ અને નિર્વ્યસની જીવનથી જે બચત થઈ તે સાહિત્ય-પ્રકાશન અને અન્ય સેવા–પરોપકારનાં કાર્યોમાં ખર્ચવામાં આવી.
Jain Education International
૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org