Book Title: Arvachin Jain Jyotirdharo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા
૨૨૫
પુત્રીઓ અને રાજેન્દ્ર નામે એક પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારથી તેમનો એકનો એક પુત્રી રાજેન્દ્ર નાની બીમારીથી જ મૃત્યુ પામ્યો ત્યારથી તેમના હૃદય પર વજપાનતુલ્ય દુ:ખ પડ્યાનો અનુભવ થયો અને મગજ ઉપર એક પ્રકારની કાયમી અસર થઈ ગઈ. આવા કસોટીના સમયે પણ રાંકાજીએ પોતે તો ખૂબ જ શાંતિ અને સમતા જાળવી રાખ્યાં હતાં અને આ દુઃખદાયક વિયોગના પ્રસંગને પણ ભગવદ્ભક્તિના અવસરમાં ફેરવી નાખ્યો હતો. આ પ્રસંગ સત્સમાગમ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલા પ્રૌઢ વિવેકજ્ઞાનની સૌને પ્રતીતિ કરાવે છે.
સેવાનું વિશાળ ક્ષેત્ર : તેમનામાં સેવા, કરુણા અને અનુકંપાના સંસ્કાર જન્મજાત હતા. તેઓ કોઈનું પણ દુઃખ જોઈને દ્રવી જતા. તેમાં વળી વારંવાર શ્રી જમનાલાલજી બજાજ અને શ્રી વિનોબા ભાવે સાથે વર્ધા મુકામે તેમને રહેવાનું બન્યું. આથી સેવા કરવાની તેમની ભાવના વધારે દૃઢ થઈ. આઝાદી પહેલાંનાં વર્ષોમાં આ ભાવનાએ મુખ્યત્વે સ્વતંત્રતાસંગ્રામમાં સક્રિયપણે ગાંધીજીના વિચારો પ્રમાણે ચાલવાનું સ્વરૂપ લીધું, કારણ કે રાજકીય સ્વતંત્રતા વિના ભારતને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત નહીં થઈ શકે એમ તેમને લાગતું. તેમની સેવાવૃત્તિ પ્રારંભનાં વર્ષોમાં મુખ્યત્વે ખાદીના પ્રચારપ્રસારમાં, ગૌસેવાને લગતાં અનેકવિધ કાર્યોમાં, હરિજનોના ઉત્કર્ષનાં કામોમાં અને ત્યારપછી કસ્તુરબા-સ્મારક અને ગાંધી-સ્મારકનાં કાર્યોમાં પ્રકટ થઈ.
વિવિધ પ્રકારનાં રાહતનાં કાર્યોમાં તેઓએ આપેલી સેવાઓ ખરેખર પ્રશંસનીય અને અદ્વિતીય છે. આ રાહતકાર્યો દુષ્કાળપીડિત મનુષ્યો માટે હોય, ધરતીકંપને લીધે ઊભી થઈ ગયેલી પરિસ્થિતિ સંબંધી હોય કે અતિવૃષ્ટિ અથવા પૂરને લીધે ઊભી થઈ હોય, રાંકાજી તેમના સાથીદારો સાથે દીન-દુ:ખિયાંને મદદ કરવા અવશ્ય પહોંચી જાય. મહારાષ્ટ્ર અને બિહારની દુકાળોમાં, ગુજરાતના પૂરપીડિતોનાં કાર્યોમાં કે રાજસ્થાનની ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં તેઓ અગ્રેસર રહ્યા. બિહારના દુષ્કાળ વખતે શ્રી જયપ્રકાશજીની અપીલને ધ્યાનમાં લઈ તેઓએ અનેક કાર્યકરોનો સહયોગ પ્રાપ્ત કરી, મુંબઈમાં મહાવીર કલ્યાણકેન્દ્રનો પ્રારંભ કર્યો. આ સંસ્થા દ્વારા લાખો લોકોને અનાજની, કપડાંની અને વસવાટની બાબતોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક કહી શકાય તેવો સહયોગ અને માર્ગદર્શન મળ્યાં. આને લીધે સમસ્ત ભારતમાં તેમના અનન્ય સેવાભાવની સુવાસ પ્રસરી અને સંસ્થાને પણ આ કાર્યોથી ભારતની એક અગ્રગણ્ય સેવા-સંસ્થા તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું.
ભારત જેન મહામંડળ જેનોની એક અગ્રગણ્ય સંસ્થા છે. ઈ. સ. ૧૯૪૬ થી તેઓએ આ સંસ્થાના કાર્યમાં રસ લેવા માંડ્યો. તેમના હૃદયમાં જેનોની એકતા માટે અત્યંત પ્રબળ ભાવના હતી. ૧૯૪૮માં તેમણે “જૈન જગત”નું સંપાદનકાર્ય સંભાળ્યું. તેઓ આ સંસ્થામાં વિશેષ રસ લેવા લાગ્યા, તે પહેલાં ચિરંજીલાલ બડજાત્યા તેનું કામ સંભાળતા. રાંકાજીનો ઉત્સાહ, કાર્યકુશળતા અને નિષ્ઠા આ કામમાં એવાં તો અસરકારક નીવડ્યાં કે થોડા વખતમાં સંસ્થાના પ્રધાનમંત્રી તરીકે તેમની વરણી કરવામાં આવી. | ૮ | અર્વાચીન જૈન જ્યોતિધરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283