Book Title: Arvachin Jain Jyotirdharo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
આગમના ઊંડા અને વિસ્તૃત અભ્યાસથી, ગુરુઓનાં સમાગમ અને સેવાથી, નિરંતર ચિંતન અને મનનથી. તેમજ રત્નત્રયની આરાધનાથી તેઓને શુદ્ધ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ હતી. સિદ્ધાંત અને અધ્યાત્મનો સમન્વય કરનારી તેમની એક નાની પણ ઉત્તમ કૃતિ “અવિરુદ્ધ નિર્ણય '' હિંદી અને ગુજરાતીમાં પ્રગટ થઈ છે. અભ્યાસી સાધકોને તે વિશેષ ઉપકારી છે. ઉપર્યુક્ત અનેક કૃતિઓ દ્વારા તેઓનો ભારતની અધ્યાત્મપ્રેમી જનતામાં ઠીક ઠીક સમાદર થયો, પરંતુ તેઓના સાહિત્યસર્જનની ચરમ સૌમા તો તેમની શ્રી સમયસાર અને શ્રી પ્રવચનસાર નામના પ્રસિદ્ધ અધ્યાત્મગ્રંથોની સપ્તદશાંગી ટીકાઓ જ છે. આ ટીકા દ્વારા ભારતભરની વિદ્રસમાજમાં સર્વત્ર તેમની કીર્તિ વ્યાપી ગઈ. શ્રી સમયસારજીની ટીકાનું વિમોચન દિલ્હી વિશ્વવિદ્યાલયના વિવેકાનંદ હોલમાં તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડૉ. જત્તી દ્વારા તા. ૧૮-૨-૭૮ના રોજ થયું; એને જિનશાસનની પ્રભાવનાનો એક વિશિષ્ટ શુભ સમારંભ અને યાદગાર પ્રસંગ ગણી શકાય.
૨૫૮
વર્તમાનમાં “સહજાનંદ ગ્રંથમાલા' સદર મેરઠ તથા “વર્ણી પ્રવચન-પ્રકાશિની સંસ્થા’મુજફ્ફ્ફરનગર દ્વારા તેમનું સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે. “વર્ણી પ્રવચન” નામની માસિક પત્રિકા પણ તેમનાં પ્રવચનો-લેખોને પ્રકાશિત કરે છે અને તેમના સાહિત્યના પ્રચાર પ્રસારમાં પ્રયત્નશીલ છે.
શાન-સંયમની ઊર્ધ્વગામી ભાવના : શ્રી વર્ણીજીની મહેચ્છા હતી કે ધાર્મિક જ્ઞાનનો ખૂબ ફેલાવો થાય, જિનવાણી પરમ્પરાની સુરક્ષા થાય અને સદાચાર, સત્ય, સંયમ, પ્રતિ લોકોમાં અભિરુચિ ઉત્પન્ન થાય. આ માટે ક્ષુલ્લક અવસ્થામાં તેમણે જ્યાં જ્યાં વિચરણ કર્યું, ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં સારા એવા પ્રમાણમાં પ્રયત્ન કર્યા. બડે વર્ણીજીના દેહાવસાન પછી અધ્યાત્મપ્રેમી જૈન સમાજ માટે તેઓ એકમાત્ર પ્રેરણાપ્રદ, શ્રદ્ધાસ્પદ હતા. સમાજને તેમનું સમયોચિત માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું. હા, તેમનો મોટા ભાગનો સમય પઠન-પાઠન, લેખન, ચિન્તનમાં જ વ્યતીત થતો.
શ્રી વર્ણીજીની અંતિમ ભાવના નિગ્રંથપદ અંગીકાર કરવાની હતી, પરંતુ કાળલબ્ધિનો સાથ તેમને મળ્યો નહિ અને અચાનક મેરઠમાં તા. ૨૯ માર્ચ ઈ. સ. ૧૯૭૮ના રોજ, સામાયિક કરતાં કરતાં જ હૃદયરોગના હુમલાથી તેમનો દેહવિલય થયો. જૈનસમાજનો એક ચમકતો સિતારો, અકાળે જ અસ્ત થયો. તેમનો અક્ષરદેહ હયાત છે, તેટલું આશ્વાસન સૌ લઈ શકે તેમ છે.
ઉપસંહાર : ત્રણેક વર્ષ ઉપર પૂજ્યશ્રીના વ્યક્તિત્વ અને કૃતિત્વને લગતો એક સુંદર સ્મૃતિગ્રન્થ મેરઠથી પ્રકાશિત થયો છે. તેમાં અનેક મહાનુભાવોની તેમના પ્રત્યેની શ્રદ્ધાંજલિ અને જૈનવિદ્યા તથા અધ્યાત્મને લગતા વિવિધ વિષયો ઉપર અધિકૃત લેખકોના લેખોનો સંગ્રહ છે. તેઓશ્રીનું એક સ્મારક શ્રીહસ્તિનાપુર તીર્થક્ષેત્રમાં, ત્રિલોક શોધ-સંસ્થાનના અન્વયે તૈયાર થઈ રહ્યું છે; જ્યાં જૈનવિદ્યા અને જૈનસંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિદ્યાલય, શોધસંસ્થાન વગેરેની પ્રવૃત્તિઓ ચાલે છે. આપણે સૌ તેઓએ ચીંધેલા ભગવાન મહાવીરના અધ્યાત્મમાર્ગે ચાલીને શાન-ચારિત્રનો વિકાસ કરીએ તે જ તેમના પ્રત્યેની આપણી સાચી પ્રીતિ અને નિષ્ઠાનું પ્રતીક ગણાશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283