Book Title: Arvachin Jain Jyotirdharo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 261
________________ ૨૬૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વ્યાપાર નોકરી : પિતાશ્રીના સ્વર્ગવાસ પછી લઘુબંધુઓની જવાબદારી માથે આવી પડવાથી કર્તવ્યનિષ્ઠ શ્રી જિનેન્દ્રજીએ પાણીપતમાં એક ઔદ્યોગિક કંપનીની સ્થાપના કરી. તે એક સુપ્રતિષ્ઠિત ફર્મ બની, પણ એમને વ્યાપાર, ધનસંપત્તિ કે પ્રખ્યાતિમાં લેશમાત્રા આકર્ષણ નહિ હોવાથી લધુબંધુઓને વ્યાપારમાં નિપુણ બનાવીને એ કંપનીનો કારભાર એમને સોંપી પોતે નિવૃત્ત થયા. એમના અંતરમાં જીવનની કોઈ બીજી જ અભીસા જાગી ઊઠી હતી. એમનું શરીર બચપણથી જ દુર્બળ રહેતું હતું. વારંવાર ટાઇફૉઈડના હુમલાઓ આવતા રહેતા. ૧૬ વર્ષની ઉમરે ક્ષય રોગનું આક્રમણ થયું. જન્મથી જ ધાર્મિક સંસ્કારો એટલા ઊંડા હતા કે માંસ અને અભક્ષ્ય દવાઓના સેવન માટે ડૉકટરોના આગ્રહનો તેમણે દૃઢતાથી અસ્વીકાર કર્યો. એમનું એક ફેફસું પણ કાઢી લેવામાં આવ્યું. શાસ્ત્રોનો અભ્યાસ, તપ, ત્યાગ અને વ્રતગ્રહણ : વિ. સં. ૨૦૦૬માં એમના જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના બની. દશલક્ષણ પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું. એમની જિજ્ઞાસા એટલી અદમ્ય હતી કે મૂશળધાર વર્ષોમાં પણ તે મંદિરમાં જઈ ચડ્યાં, જ્યાં એમના પિતાશ્રી જયભગવાન પ્રવચન આપી રહ્યા હતા. પ્રવચનમાં “બ્રહ્માસ્મિ' શબ્દ સાંભળ્યો અને એ શબ્દ એમનો ગુરુમંત્ર બની ગયો. ત્યારથી, ઊંડાણથી શાસ્ત્રોના સ્વાધ્યાય-અધ્યયન કરવા લાગી ગયા. શાસ્ત્રોના પારાયણ અને સ્વાધ્યાયમાંથી એમણે સંક્ષિપ્ત નોંધ (નોટ્સ) લિપિબદ્ધ કરી. એમાંથી મહાન ગ્રંથ “જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ'નું સર્જન થયું. એ નોટ્સને વ્યવસ્થિત કરવા તેમણે પ્રથમાનુયોગ આદિ ક્રમથી ફરીથી આગમોનો અભ્યાસ કર્યો. આ ક્રમ સં. ૨૦૧૬માં પૂરો થયો. ઈ. સ. ૧૯૫૪-પપમાં વિશેષ ચિંતન-મનન કરવા તેઓશ્રી સોનગઢ ગયા. જ્ઞાનની સાથે સાથે અનુભવ તથા વૈરાગ્યની તીવ્ર વૃદ્ધિ થતી ગઈ. પરિણામે તેઓ ઈ. સ. ૧૯૫૭માં અણુવ્રત ધારણ કરી ગૃહત્યાગી થઈ ગયા. ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા તથા હૃદયના ઊંડાણમાં ડૂબી પ્રત્યેક વિષયનો સાક્ષાત્કાર કરવાનો દઢ સંકલ્પ વગેરે દૈવી ગુણોને લીધે અધ્યાત્મમાર્ગ પર એમની પ્રગતિ વધતી ગઈ. પૂ. શ્રી ગણેશપ્રસાદજી વર્ણીના હૃદયસ્પર્શી અનુભવોથી લાભાન્વિત થયા. તેમણે ઈ. સ. ૧૯૫૮માં થોડો સમય ઈશરી આશ્રમમાં પણ વિતાવ્યો. ઈ. સ. ૧૯૬૮માં “જેનેન્દ્ર સિદ્ધાંતકોશ”ના વિષયમાં ભારતીય જ્ઞાનપીઠના લોકો સાથે વિચારવિનિમય કરવા બનારસ આવ્યા. અહીંયાં એમની વ્યવસ્થા મૈદાગિન ધર્મશાળામાં શ્રી જયકૃષ્ણ જેને (મુન્નીબાબૂએ) સંભાળી. શ્રી મુન્નીબાબૂએ એમને બનારસનાં કેટલાંક મંદિરોનાં દર્શન કરાવવાની ભાવના વ્યક્ત કરી, ત્યારે શ્રી વણજી મહારાજે કહ્યું કે, “ભાઈ, મને પત્થરોનાં મંદિરોમાં કંઈ નવીનતા નથી દેખાતી, તેમાં ધનની સજાવટની જ વિભિન્નતા છે. મને તો જીવિત મંદિરનાં દર્શન કરાવો.” શ્રી મુન્નીબાબૂજીએ એમને એક મહામહોપાધ્યાય પં. ગોપીનાથજી કવિરાજનાં દર્શન કરાવ્યાં. બંને ધર્માત્માઓનો એક મહિના સુધી સત્સમાગમ્ ચાલ્યો. શ્રી વર્ણીજી મહારાજ વિશે પં. ગોપીનાથના આ ઉદ્ગારો હતા: “એમનું હૃદય બહુ પવિત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283