Book Title: Arvachin Jain Jyotirdharo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 250
________________ શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી વિષેની વિશિષ્ટ સંગોષ્ઠિનું આયોજન કરાવ્યું, જેમાં જૈનવિદ્યાના મૂર્ધન્ય વિદ્વાનોને આમંત્રણ આપીને ખાસ બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેઓએ નીચેની ધાર્મિક–સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો તેમને વિશિષ્ટ સહયોગ આપી સક્રિય બનાવી : (૧) પ્રાકૃત શોધ–સંસ્થાન, વૈશાલી, બિહાર, (૨) સ્યાદ્વાદ મહાવિદ્યાલય, બનારસ (૩) એસ. પી. જૈન કૉલેજ, સાસારામનગર, બિહાર, (૪) અહિંસાપ્રચારક સમિતિ, કલકત્તા, (૫) વર્ણી સંસ્કૃત વિદ્યાલય, સાગર, (૬) સાહૂ પુરાતત્ત્વ મ્યુઝિયમ, દેવગઢ, (૭) ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી, મુંબઈ, (૮) દિગંબર જૈન મહાસમિતિ, (૯) સાહૂ જૈન કૉલેજ નજીબાબાદ, (૧૦) ભારતીય કલાવિદ્યા જૈન શોધ સંસ્થાન, મૂડબિદ્રી કર્ણાટક, (૧૧) શ્રમણ જૈન ભજન પ્રચારક સંઘ, (પ્રેરક મુનિ વિદ્યાનંદજી) દિલ્હી. ૨૪૯ અન્ય ધાર્મિક કાર્યો ( ૧ ) ‘વીર નિર્વાણ ભારતી' દ્વારા ભારતના બધા ટોચના જૈન વિદ્વાનોને સંપ્રદાયના ભેદભાવ વિના પુરસ્કૃત કર્યા. (૨) એમના જીવનનાં છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરનો એવો ધાર્મિક ઉત્સવ ભાગ્યે જ હશે કે જેમાં તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હાજરી આપીને તેને નેતૃત્વ, માર્ગદર્શન અને વિશિષ્ટ સહાય પૂરી ન પાડી હોય. (૩) જૈન ધર્મના બધા ત્યાગી પુરુષો તથા વિદ્વાનો પ્રત્યે તેમને ઘણો જ પૂજ્યભાવ તથા આદરભાવ હતો. પોતાના ભરચક કાર્યક્રમોમાંથી પણ વારંવાર સમય કાઢીને તેઓ મુનિઓના સત્સમાગમ અને દર્શનનો લાભ લેતા તથા વિદ્રાનોની સભામાં તત્ત્વજ્ઞાન, અધ્યાત્મચર્ચા, મુનિચર્યા, શ્રાવકચર્ચા વગેરે વિષયો ઉપર સક્રિયપણે ચર્ચા કરતા. (૪) સમસ્ત ભારતના જૈનોના અગ્રગણ્ય નેતા હોવાની રૂએ જૈન સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય એવા પ્રસંગો ઊભા થતા ત્યારે તેઓ તરત જ સક્રિય રસ લઈને વિવિધ ઉપાયો દ્વારા તેનું નિરાકરણ કરતા. ઉત્તરાવસ્થા : ભગવાન મહાવીરના નિર્વાણ-મહોત્સવ દરમ્યાન એમના આત્મામાં અદમ્ય ઉત્સાહ હતો. તેથી પ્રેમપરિશ્રમ પણ તેને અનુરૂપ જ થયો. પરંતુ શરીર તો શરીરની રીતે જ કામ કરે ને ? કાર્યના અધિક બોજાથી તેમના શરીર પર ઘણી અસર થઈ. તેમાં વળી પોતાને આજીવન સહયોગ અને પ્રેરણા આપનાર તેમનાં ધર્મપત્ની રમારાણીનો તા. ૨૨-૭-૧૯૭૫ના રોજ વિયોગ થતાં તેમને સ્વાભાવિકપણે જ ઘણો માનસિક આઘાત લાગ્યો. આ બધાની શરીર પર વિપરીત અસર થતી ગઈ. જો કે તેમણે ઘણી સમતા રાખી, છતાં હૃદયરોગની બીમારીએ તેમને ઘેરી લીધા અને કરાળ કાળ આ મહાપુરુષનો પણ તા. ૨૭-૧૦-૧૯૭૭ ના રોજ કોળિયો કરી ગયો. લાખો Jain Education International For Private & Personal Use Only · www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283