Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદકીય શાસ્ત્રોમાં આત્મજ્ઞાન અને આત્માના સ્વરૂપ વિશે ફોડ તો આપ્યા હોય છે પણ તે બહુ સૂક્ષ્મતાએ આપેલા હોય, તેનો યથાર્થ તાગ પામવો અતિ કઠિન હોય છે. અને તેની યથાર્થ સમજ મેળવવા માટે જરૂર પડે છે અનુભવી પુરુષની, અધ્યાત્મ વિજ્ઞાનીની કે જેમના હૃદયમાં તીર્થકરોએ, પૂર્વેના જ્ઞાનીઓએ આપેલું આ અતિ સૂક્ષ્મ અને ગોપિત વિજ્ઞાન ખુલ્લું થયેલું હોય. આ કાળના લોકોની પુણે, તે પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ને ૧૯૫૮માં આત્મવિજ્ઞાન પ્રગટ થયું અને પછી મૂળ પ્રકાશના આધારે જગતના તમામ અતિ ગુહ્ય રહસ્યો એમણે ખુલ્લા કર્યા. અને તે પણ આજના યુગમાં સહેલાઈથી સમજાય તેવી ભાષામાં અને આ કાળને અનુરૂપ દૃષ્ટાંતો સાથે. દાદાશ્રી પાસે વિભિન્ન લોકો વિવિધ પ્રકારની સમજણ લઈને આવતા અને પ્રશ્નો પૂછતા. તેમાં કોઈ શાસ્ત્રોના અભ્યાસુ પણ હોય, કોઈ આધ્યાત્મિકમાં રસ ન ધરાવતા એવાય હોય, ભણેલા-અભણ, શહેરનાગામડાના પણ હોય, તે દરેકને સહેલાઈથી સમજાઈ જાય અને એ પણ આજના યુગની ભાષામાં ને એને માટે, એક જ વસ્તુ માટે જુદા જુદા દાખલા અને જુદા જુદા નામ આપી સિદ્ધાંતની ગેડ પાડી છે. દાખલા તરીકે કોઈ પ્રશ્નકર્તાના પ્રશ્નમાં ‘કર્મ ચાર્જ કોણ કરે છે? તેના જવાબમાં તે વ્યક્તિ કયા માઈલ ઉપર ઊભી છે, એનું શું બેકગ્રાઉન્ડ છે તે પ્રમાણે જુદી જુદી રીતે દાદાશ્રીએ જવાબ આપ્યા છે. કોઈ શાસ્ત્ર અભ્યાસી હોય તો તેને કહ્યું છે કે વ્યવહાર આત્મા કર્મ ચાર્જ કરે છે પણ જો એ જ પ્રશ્ન શાસ્ત્રનો અભ્યાસી ના હોય તો તેને કહ્યું છે કે પાવર ચેતન કર્મ ચાર્જ કરે છે. કારણ એ દરરોજ ઘરે પાવર ભરેલી બૅટરી શું કામ કરે છે તે જાણતો હોય, એટલે તેને તરત જ ગેડ પડી જાય કે કેવી રીતે કર્મ ચાર્જ થાય છે. જ્ઞાની પુરુષની આ જ બલિહારી છે કે સામેની વ્યક્તિ કેટલી સહેલાઈથી વાત સમજી શકે છે, તે પ્રમાણે સમજાવતા હોય છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 220