Book Title: Aptavani Shreni 14 Part 03 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Aradhana Trust View full book textPage 8
________________ પ્રસ્તાવના પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીનું સંકલન એટલે જ વ્યવસ્થિત શક્તિથી સંયોગો તેમજ નિમિત્તોની સંકલનાનું પરિણામ. અનંત અવતારના પરિભ્રમણમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ને થયેલા અનેકો અનુભવો નિર્મોહી દશાને લઈને તાદશ્ય વર્તાયા કરતા હતા, તે આ ભવે નિમિત્ત આધીન સહજ જ્ઞાનવાણી નીકળતા આત્મા-અનાત્માના સાંધા પરના ગુહ્ય રહસ્યોના સૂક્ષ્મ ફોડ પડતા ગયા. પૂજ્ય નીરુમાએ આ જગત ઉપ૨ અસીમ કૃપા કરી કે દાદાશ્રીના તમામ શબ્દેશબ્દ ટેપરેકર્ડ દ્વારા ઝીલી લીધા. પૂજ્ય નીરુમાએ દાદાશ્રીની વાણીને સંકલિત કરી ચૌદ આપ્તવાણીઓ, પ્રતિક્રમણ, વાણીનો સિદ્ધાંત, મા-બાપ છોકરાનો વ્યવહાર, પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર, પૈસાનો વ્યવહાર, આપ્તસૂત્ર, નિજદોષ દર્શનથી નિર્દોષ, સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જેવાં ઘણાં પુસ્તકો તેમજ વિવિધ વિષયો પર ઘણી પુસ્તિકાઓ પ્રકાશિત કરેલ હતી. અને એમની સ્થૂળ દેહની અનુપસ્થિતિમાં આ વાણીની પુસ્તકોમાં સંકલનની કાર્યવાહી ઘણા બધા બ્રહ્મચારી ભાઈઓ-બહેનો તથા સેવાર્થી મહાત્માગણના આધારે આગળ ધપી રહી છે. જેમ કારખાનામાં માલસામાન ભેગો થઈ ફાઈનલ પ્રોડક્ટ બને, એવી રીતે જ્ઞાનવાણીના આ દાદાઈ કારખાનામાં દાદાના જ્ઞાનવાણીના પુસ્તકો બની રહ્યા છે. સૌ પ્રથમ કેસેટોમાંથી દાદાશ્રીની વાણી ઉતારાય છે. પછી એનું ચેકીંગ થાય ને પાછું રિચેકીંગ થઈ એની શુદ્ધતાની ચકાસણી કરી અને જેમ છે તેમ વાણીની જાળવણીનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. પછી એ વાણી સબ્જેક્ટ (વિષય) પ્રમાણે સંગ્રહ થાય. તેનું પાછું વિવિધ દૃષ્ટિકોણવાળી વાતોમાં વિભાજન થાય અને એક જ વ્યક્તિ સાથે દાદાશ્રી સત્સંગની વાતચીત કરતા હોય, તેવા ભાવપૂર્વક અજ્ઞાનથી જ્ઞાનના અને કેવળજ્ઞાન સુધીના સાંધાના સર્વ ફોડને આપતી વાણીની સંકલના થાય. છેવટે એ સંકલન પ્રૂફ રિડીંગ થઈને છપાય છે. આમાં સૂક્ષ્મમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની કૃપા, પૂજ્ય નીરુમાના 7Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 220