Book Title: Aptavani 13 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ તમને બોલવા ના દે ત્યારે પ્રજ્ઞા પરિષહ ઉત્પન્ન થાય. અથવા સામાને સમજણ પાડો ને પેલો સમજતો ના હોય તો ય તમને પ્રજ્ઞા પરિષહ ઉત્પન્ન થાય. કો'કની ભૂલ હોય અને તેને પોતાનું જ્ઞાન કહેવું હોય પણ તેને અવસર ના મળતો હોય તો ય મહીં પ્રજ્ઞા પરિષહ ઉત્પન્ન થાય. ક્યારે કહું, ક્યારે કહું એ પ્રજ્ઞા પરિષહ. સૂઝ અને પ્રજ્ઞામાં શું ફેર ? સૂઝ પ્રજ્ઞા ભણી લઈ જાય. અજ્ઞાન દશામાં સૂઝ જ કામ કરે. સૂઝ એ પ્રજ્ઞા નથી. આ અક્રમ વિજ્ઞાન શેનાથી જોયેલું છે ? પ્રજ્ઞાથી. અજ્ઞાન અને અજ્ઞામાં શું ફેર ? અજ્ઞાન એ એક પ્રકારનું જ્ઞાન છે. અને અજ્ઞા એ કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. અજ્ઞા ખાલી નફો-તોટો જ જુએ દરેકમાં. અજ્ઞાન જ્ઞાન એટલે સંસારી જ્ઞાન. અજ્ઞાનને પ્રાપ્ત કરવા અજ્ઞા ઊભી થઈ અને જ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રજ્ઞા ઊભી થઈ ! અજ્ઞાન એ વિશેષ જ્ઞાન છે. એ ખોટું નથી પણ એ દુઃખદાયી છે. અને જાગૃતિ એ પ્યૉરિટી-ઈષ્યૉરિટીનું મિલ્ચર છે. જાગૃતિ સો ટકા પ્યૉર થાય એટલે કેવળજ્ઞાન થાય. ત્યારે પ્રજ્ઞા પૂરી થાય. મોક્ષ માટે કોની વધારે જરૂર? જાગૃતિની કે પ્રજ્ઞાની ? બન્નેની. પ્રજ્ઞા મોક્ષ તરફ વાળ વાળ કરે ને જાગૃતિ એની પકડી લે ! અજ્ઞાશક્તિનું મૂળ શું ? જડ અને ચેતન બે ભેગાં થવાથી અજ્ઞાશક્તિ ઊભી થઈ ને બે છૂટા પડવાથી ખલાસ થાય છે. દાદાશ્રીમાંય પ્રજ્ઞા હોય ? હા, હોય. એ કેવી હોય ? સામાને મોક્ષે લઈ જવા ખટપટ કોણ કરાવે છે દાદાશ્રીને ? એ પ્રજ્ઞા ? ખટપટી પ્રજ્ઞા ! પ્રજ્ઞા ના હોય તો કોઈ ખટપટ કરનારું જ ના રહ્યું ને ? ‘દાદા ભગવાનની કપા ને જ્ઞાનીની કપામાં શું ફેર ? ‘દાદા ભગવાનની કૃપા ઉતરે પછી જ્ઞાનીને કશી ભાંજગડ રહી જ નહીં ને ! ‘દાદા ભગવાનની કૃપા પ્રજ્ઞા થકી ઉતરે છે. જગત કલ્યાણનું કામ કરાવનાર પ્રજ્ઞા છે અને અહંકાર નિમિત્ત બને છે એમાં. કેવળજ્ઞાન થતાં સુધી પ્રજ્ઞા જ જ્ઞાતા-દ્રષ્ટા હોય છે. પ્રજ્ઞા એટલે આત્માનો જ ભાગ. ઝીણું કાંતવું હોય તો પ્રજ્ઞા જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય ને જાડુ કાંતવું હોય તો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય. રિયલ-રિલેટિવને જુદું કોણ પાડે છે ? પ્રજ્ઞા, પ્રજ્ઞા એ રિલેટિવરિયલ છે. એનું કામ પૂરું થાય એટલે પ્રજ્ઞા મૂળ જગ્યાએ બેસી જાય છે. પછી આત્મામાં ભળી જાય છે. રિયલ હોય તો અવિનાશી કહેવાય. ભેદજ્ઞાન અને પ્રજ્ઞામાં શું ફેર ? બેઉ લાઈટ છે. ભેદજ્ઞાન રિયલરિલેટિવનો ભેદ પાડી આપે જ્ઞાની પુરુષ દ્વારા. અને પ્રજ્ઞાનું લાઈટ ટેમ્પરરી પરમેનેન્ટ છે. મોક્ષે જતાં સુધી પ્રજ્ઞા લાઈટ આપે. પ્રજ્ઞાનું જોર શેનાથી વધે ? પાંચ આજ્ઞા પાળે એટલે પ્રજ્ઞા ઊભી થાય. ‘હું શુદ્ધાત્મા છું' એ બોલે છે તે ટેપરેકર્ડ પણ તેની પાછળ ભાવ પ્રજ્ઞાનો છે. પ્રકૃતિને જાણે કે પ્રકૃતિના આધારે ચાલે એ કોણ ? અહંકાર. પોતાને જાણે ને પોતાના આધારે ચાલે એ કોણ ? પ્રજ્ઞા. ધ્યાતા–ધ્યાન ને ધ્યેય કોણ ? જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા ધ્યાતા થાય છે અને ‘હું શુદ્ધાત્મા છું” એ બેય. ધ્યાતા-ધ્યેયની એકતા થઈ જાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય. જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞા શું છે ? જયાં સુધી કરવું પડે ત્યાં સુધી જ્ઞાન છે અને વિજ્ઞાન એની મેળે જ થઈ જાય ! અને પ્રજ્ઞા એ બેની વચ્ચેની સ્થિતિ છે ! પ્રજ્ઞા અને જાગૃતિમાં શું ફેર ? પ્રજ્ઞા આત્માની પ્યૉર શક્તિ છે - 16 જ્ઞાન શાસ્ત્રમાં હોય ને વિજ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય ! પ્રજ્ઞા સ્વથી અભેદ છે અને બુદ્ધિથી તદન ભિન્ન છે. 17Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 258