Book Title: Aptavani 13 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ થઈ જાય. પણ પ્રજ્ઞા ઉત્પન્ન ના થાય. પ્રજ્ઞા તો સ્વરૂપ જ્ઞાન મળે તો જ થાય. પ્રજ્ઞા એ આત્માનો ડાયરેક્ટ પ્રકાશ છે. સમ્યક બુદ્ધિ એ ઈનડાયરેક્ટ પ્રકાશ છે. પ્રજ્ઞા એ તો આત્માનો જ ભાગ છે. જ્યાં સુધી પ્રજ્ઞા પ્રગટ નથી થઈ ત્યાં સુધી સમ્યક્ બુદ્ધિ ખૂબ ઉપકારી, પછી નહીં. છતાંય સમ્યક બુદ્ધિને પોદુગલિક ના કહેવાય ને ચેતને ય ના કહેવાય. સમ્યક્ બુદ્ધિ અંતે તો બુદ્ધિ જ ને ! બુદ્ધિ એટલે માલિકીભાવવાળું હોય. પ્રજ્ઞાનો કોઈ માલિક જ નહીં. જોવાનું એક જ કામ કરે. જ્યારે પ્રજ્ઞા તો ઘણું બધું કામ કરે ! પસ્તાવો એ પ્રજ્ઞા કરાવે છે. પ્રતિક્રમણ, એ પ્રજ્ઞા કરાવે છે. અક્રમમાં સામાયિકમાં જોનાર કોણ ? પ્રજ્ઞા. આપ્તવાણી વાંચીએ, ત્રિમંત્ર બોલીએ ત્યારે અક્ષરો વાંચનાર કોણ? પ્રજ્ઞા ! વિચારો આવે એ મનમાંથી ને તેને જોયા કરે તે પ્રજ્ઞા. દાદાશ્રી કહે, “અમારી જોડે અજ્ઞાએ (બુદ્ધિએ) પેન્શન લઈ લીધું છે ! એટલે એ ખલાસ થઈ. એટલે અબુધ થઈને બેઠાં !' બુદ્ધિ નફો-તોટો દેખાડે. સંસારમાં જ ખૂપાવી રાખે. જ્યારે ‘વ્યવસ્થિત'નું જ્ઞાન વપરાય ત્યાં બુદ્ધિ બંધ ને અબુધ દશા તરફ પ્રયાણ ! બુદ્ધિનું સાંભળવાનું નહીં. એ ટક ટક કરે તો ય “આપણે” ‘આપણામાં જ રહો ને ! બુદ્ધિને કિંમતી માની ત્યાં સુધી એ ટકી રહેશે. બુદ્ધિથી ઊંચી પ્રજ્ઞા ને પ્રજ્ઞાથી ઊંચું વિજ્ઞાન ! આત્મવિજ્ઞાન ! અધ્યાત્મમાં બુદ્ધિની કેટલી જરૂર ? માત્ર શરૂઆતમાં અધ્યાત્મ સમજવા માટે એ કામ લાગે, પછી નહીં. દાદાશ્રી પાસે જે સમજે તે બુદ્ધિથી નહીં. એ તો દાદાશ્રીની વાણી જ એટલી પાવરફુલ છે કે જે આત્મા પરના આવરણોને ભેદીને આત્માને ટચ કરે ! એટલે આમાં બુદ્ધિનું કામ જ નહીં સમજવામાં. દાદાશ્રી પાસે કોણ ખેંચી લાવે છે વારે વારે ? બુદ્ધિ કે પ્રજ્ઞા ? બેમાંથી એકય નહીં. એ તો પુર્વેથી અવાય છે. જિજ્ઞાસા કોને હોય ? બુદ્ધિને કે પ્રજ્ઞાને ? બુદ્ધિને. જિજ્ઞાસુની બુદ્ધિ સમ્યક હોય, ઘડાયેલી હોય. સમ્યક બુદ્ધિ અને પ્રજ્ઞામાં શું ફેર ? એક કલાક આત્મજ્ઞાની પાસેથી જ્ઞાનવાર્તા સાંભળે તો એની બુદ્ધિ સમ્યક્ થઈ જાય. જેટલું વધારે સાંભળે એટલી એની બુદ્ધિ વધારે સમ્યક સમ્યક્ બુદ્ધિ એટલે એટેકવાળી નહીં. એટેકવાળી એ વિપરીત બુદ્ધિ. સંસારમાં સારું-ખોટું બે ભાગ હોય. જયારે આપણે અહીં એથી આગળ સારું-ખોટું નહીં પણ મિથ્યામાંથી સનાતન વસ્તુ તરફ લઈ જનારું હોય. એમ જુદું પાડે. અવ્યભિચારિણી બુદ્ધિ જે અશાંતિમાં ય શાંતિ કરાવે, એ પ્રજ્ઞા પહેલાનું સ્ટેજ. સ્થિતપ્રજ્ઞ ને પ્રજ્ઞા શું છે? પોતાની જે સાચી ઓળખાણ છે તે સમજ છે, તેની મહીં સ્થિર થવું તે સ્થિતપ્રજ્ઞ છે ! સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞા પ્રગટ થવાની નજીકની દશા છે. આત્મા પ્રાપ્ત થતાં પહેલાની દશા. એટલે વ્યવહાર અહંકાર સહિત હોય. પણ બહુ સુંદર હોય વ્યવહાર ! સ્થિતપ્રજ્ઞમાં સાક્ષીભાવ હોય. પ્રજ્ઞા તો આત્મા પ્રાપ્ત થયા પછી જ પ્રગટે. અહંકાર ના હોય એમાં અને જ્ઞાતા-દ્રષ્ટાભાવ હોય. એટલે સ્થિતપ્રજ્ઞમાં બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે ને પ્રજ્ઞા એ તો આત્માનો જ ભાગ છે ! સ્થિતપ્રજ્ઞ એટલે કોઈ બહુ શાસ્ત્રો વાંચે, સંતોની સેવા કરે, સંસારમાં ખૂબ માર ખાઈને અનુભવથી ઠરતો જાય, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય, તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય. પછી એ હાલે નહીં, ગમે તેવા વિપરીત સંજોગોમાં ય. સ્થિતપ્રજ્ઞ દશા એ ખૂબ જ સવિવેકવાળી જાગૃતિની દશા છે. સ્થિતપ્રજ્ઞ દશાવાળાનો વ્યવહાર ખૂબ સુંદર હોય. લોકનિંદ્ય ના હોય. પણ સ્થિતપ્રજ્ઞને મોક્ષે જવા ઘણો માર્ગ કાપવો પડે. સ્થિતપ્રજ્ઞ દશા કરતાં જનકવિદેહીની દશા ઘણી ઊંચી હતી ! 12 13Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258