Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ મળ-વિક્ષેપ જાય. ચેતનારો ને ચેતવનારો એક જ ? અંતે તો એક જ છે. બે વસ્તુ છે જ નહીં. ચેતવતી વખતે ને ચેતતી વખતે એના પર્યાય બદલાય છે આત્મા વિભાવિક થયો છે સંજોગોના દબાણથી, તેથી જદો પડ્યો છે. જ્યારે પૂર્ણ સ્વભાવમાં આવી જાય છે ત્યારે જુદાઈ રહેતી નથી, અભેદ થઈ જાય છે. કેવળજ્ઞાન થાય છે ત્યારે અજ્ઞા, અહંકાર ખલાસ થાય છે ને પેલી બાજુ પ્રજ્ઞા ય ખલાસ થાય છે. જેમ સંસારિક વ્યવહાર ચલાવવા આ અજ્ઞા ને અહંકાર ખડો થયો તેમ મોક્ષે તેડી જવા પ્રજ્ઞા ખડી થઈ, જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવ્યા પછી ! જ્યારે સંસાર ખલાસ થાય તો ય પ્રજ્ઞાનું કામ પૂરું થાય અગર તો કેવળજ્ઞાન થાય તો ય પ્રજ્ઞા પૂરી થાય. એટલે અંતે તો પછી રહે છે માત્ર જ્ઞાન, કેવળજ્ઞાન એ જ કેવળ આત્મા તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ ? જો શુદ્ધાત્મા છો તો તમને રાગદ્વષ ના હોય ! અક્રમમાં જ્ઞાન મળ્યા પછી રાગ-દ્વેષ બિલકુલ રહેતાં નથી. જે દેખાય છે તે ડિસ્ચાર્જ છે. ભરેલો માલ ગલન થાય છે. કારણ કે હવે હિંસકભાવ ના રહ્યો કે તાંતો ય ના રહ્યો ! રાગ એ કૉઝિઝ છે અને અનુરાગ, આસક્તિ એ ઈફેક્ટ છે. ઈફેક્ટને નહીં પણ કૉઝિઝને બંધ કરવાના છે. જ્ઞાન મળ્યા પછી કેવું હોય ? છોકરાં પર રાગ થાય એ શું છે ? એ રહે કે ના રહે ? રહે. એ કોના જેવું છે ? જેમ આ લોહચુંબક આગળ ટાંકણીઓ હોય તો તે ટાંકણીઓમાં લોહચુંબક ફેરવે તેમ ઊંચી-નીચી થાય કે ના થાય ? શું એ ટાંકણીઓને આસક્તિ છે ? ના, એ લોહચુંબકનો ગુણ છે. તેવી રીતે આપણા શરીરમાં ય ઈલેક્ટ્રિસીટીથી ચુંબકીય ગુણ ઉત્પન્ન થાય છે. તે મળતાં પરમાણુઓને ખેંચે છે. એટલે જોવા મળશે કે ગાંડી વહુ જોડે ફાવે ને ડાહી જોડે ના ફાવે. સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ એટલે શું ? અભેદતા એટલે તન્મયાકાર. એક થઈ જઈએ આપણે. જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને “ શુદ્ધાત્મા છું'ની ખાત્રી થઈ છે, પ્રતીતિ બેઠી છે. થોડો અનુભવ થયો છે, પણ તે રૂપ નથી થયા. હજુ ભેદ છે. સંપૂર્ણ શુદ્ધાત્મરૂપ થઈ જાય એટલે સંપૂર્ણ અભેદ થાય. - શુદ્ધાત્મા જોડે અભેદ કોણ થાય છે ? અહંકાર? ના. પ્રજ્ઞા શુદ્ધાત્મા જોડે અભેદ થાય છે. પ્રજ્ઞા આત્મામાંથી જુદી પડી છે તે એક થઈ જાય છે. વ્યવહાર પૂરો કરવા પ્રજ્ઞા જુદી પડી, તે કામ પત્યે એક થઈ જાય શુદ્ધાત્માનો સ્વભાવ રાગ-દ્વેષવાળો છે જ નહીં, વીતરાગ છે. પુદ્ગલનો સ્વભાવ રાગી-દ્વેષી છે. અને તે ય ખરેખર સાયન્ટિફિકલી તો પરમાણુઓનું આકર્ષણ-વિકર્ષણ જ છે. રાગ-દ્વેષ ક્યારે થાય ? મહીં એનો કર્તા હોય તો ! હવે કર્તા મહીં કોઈ રહ્યો જ નહીં ને ! એટલે રાગ-દ્વેષ મહાત્માને ક્યાંથી થાય ? આકર્ષણ બંધ થાય એટલે વીતરાગતા ઉત્પન્ન થાય. દાદાને ભરેલો માલ ખરો પણ આકર્ષણ ના હોય ક્યાંય ! - મહીં રાગ-દ્વેષ માટેનો અભિપ્રાય જુદો પડી ગયો, માટે તે વીતરાગ અત્યારે આપણું ‘હું'પણું પ્રજ્ઞામાં છે. જ્ઞાન પહેલાં અહંકારમાં હતું, તે હવે ઊડી ગયું. પહેલાં આપણે અહંકારમાં વર્તતા હતા, તે હવે આત્મામાં વર્તીએ છીએ. એટલે અંતરાત્મા થયા. અંતરાત્મા એ જ પ્રજ્ઞા. અંતરાત્મ દશા છે ત્યાં સુધી સ્વ રમણતા ને બહારની ય રમણતા. અંતે કેવળ સ્વરમણતા એ જ કેવળજ્ઞાન ! એ જ પરમાત્મા !! ‘હોય મારું કહ્યું કે છૂટા પડી જવાય. પછી રાગ-દ્વેષ ના થાય. કયું ‘મારું'ને કયું નહીં “મારું” એ જ્ઞાનથી દાદાશ્રીએ દેખાડી દીધું. મન વિરોધ ઉઠાવે તેનો વાંધો નથી, પણ રાગ-દ્વેષ ના થવા જોઈએ. મનના જ્ઞાતા-દ્રષ્ટા રહે તો વીતરાગ રહેવાય. [૨.૧] રાગ-દ્વેષ સંસારનું રૂટ કૉઝ શું ? અજ્ઞાન, અજ્ઞાન જાય એટલે રાગ-દ્વેષ જાય, 19

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258