Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ ‘હું ચંદુભાઈ છું' એવી માન્યતા છે ત્યાં સુધી સ્થિતઅજ્ઞ દશા. અક્રમ વિજ્ઞાન મળ્યા પછી ‘હું શુદ્ધાત્મા છું' ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય. જે સ્થિતપ્રજ્ઞ કરતાં ઘણી ઊંચી દશા કહેવાય. આ ક્ષાયિક સમ્યકત્વ છે. મિથ્યાત્વ દ્રષ્ટિ જ સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. દાદાશ્રી કહે, ‘હું ક્યારેય શુદ્ધાત્માની ગુફામાંથી બહાર નીકળતો જ નથી. બહાર નીકળે તો પેસવાનું રહે ને ? અને હું બહાર નીકળે તો આ મહાત્માઓને ઘેરે કોણ જાય? દરરોજ દાદા દરેક મહાત્માઓને ઘેર જાય ! એ પ્રજ્ઞાની જબરજસ્ત શક્તિ ! દાદાને યાદ કરીએ ને પ્રત્યક્ષ હાજર થાય એ શું ? એ પ્રજ્ઞાશક્તિ પહોંચી જાય ત્યાં ! સ્થિતપ્રજ્ઞ શું ખાય? શું પીવે ? કઇ ભાષા હોય ? અરે, આત્મા ખાનારો જ ક્યાં છે ? ખાનારો જુદો જ છે ! આ ઝીણી વાત દાદાએ જ કરી છે. મોહ નષ્ટ થાય ત્યારે સ્થિરતા પકડાય. મોહ તૂટે એ તો સ્થિતપ્રજ્ઞ દશા કરતાં ય ઊંચી દશા છે, જે અર્જુને કહ્યું, ‘નો મોહ, સ્મૃતિલબ્ધ સ્થિતોસ્મિ.’ દાદાશ્રીને યાદ કરે ને દાદા હાજર થઈ જાય એ શું? એ દાદાશ્રીની પ્રજ્ઞાનું કામ છે. સામાના ભાવ હોય તે પ્રમાણે ભેગું થાય. એમાં દાદાશ્રીને કંઈ લેવા-દેવા નહીં ને એ કંઈ એની ખબરે ય ના રાખે. આ ફાઈલોનો નિકાલ કરાવે છે એ પ્રજ્ઞાશક્તિ અને ‘વ્યવસ્થિત’ શક્તિ નિકાલ કરે છે ! આજ્ઞા પાળવાનો નિશ્ચય કોણ કરે ? પ્રજ્ઞા. જ્ઞાન મળ્યા પછી ડિસ્ચાર્જ અહંકાર છે તે પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવો જોઈએ તેને બદલે એ સ્લીપ થઈ જાય. વૈકુંઠમાં જતાં જતાં બુદ્ધિ સ્થિર થઈ જાય એ સ્થિતપ્રજ્ઞ દશા ! સ્થિતપ્રજ્ઞ દશામાં અહંકારનું અસ્તિત્વ ખરું ? અહંકારની હાજરીમાં સંસારનો સારાસાર કાઢીને બુદ્ધિ સ્થિર થઈ તે સ્થિતપ્રજ્ઞ. એ વિવેક જ ગણાય. એમાં રાગ-દ્વેષ રહિતતા ના હોય પણ દરેક પ્રશ્નોનો ઉકેલ લાવી નાખે. સ્થિતપ્રજ્ઞ થયા પછી વીતરાગ તરફનો માર્ગ મળ્યો. સ્થિતપ્રજ્ઞ દશાવાળાને દયા હોય, કરુણા ના હોય. સાયન્ટિસ્ટોની શોધખોળ શેનાથી થાય ? બુદ્ધિથી કે પ્રજ્ઞાથી ? બેમાંથી એકેયથી નહીં. એ દર્શનથી છે. એ કુદરતી છે પાછું. દર્શન વગર સાયન્ટિસ્ટ હોય જ નહીં. મહાન સંતોનું પણ દર્શન કહેવાય. પ્રજ્ઞા તો આત્મા પ્રાપ્ત થયા પછી જ હોય. પ્રજ્ઞામાં તન્મયાકાર રહેવું એટલે શું ? પ્રજ્ઞાને સિન્સિયર રહેવું. સિન્સિયર ક્યારે રહેવાય ? નિશ્ચય પાકો હોય ત્યારે. આપણે કિનારે પહોંચવું હોય તો જોર કિનારા તરફ જ મારવું પડે ને ! પ્રજ્ઞા કોને ચેતવે છે ? પ્રતિષ્ઠિત આત્માના અહંકારના ભાગને. અહંકાર કે જે છૂટવા ફરે છે તે. ભૂલ થાય તેને ચેતવે પ્રજ્ઞા. પણ આવું ના થવું જોઈએ એ પ્રતિભાવ કોનો ? આમાં પ્રકાશ પ્રજ્ઞાનો અને એ પ્રકાશમાં ચિત્તવૃત્તિ શુદ્ધ થયેલી છે એ કરે. પ્રજ્ઞામાંથી ઉત્પન્ન થયેલો આનંદ ભોગવે કોણ ? એ રિલેટિવ અહંકાર ભોગવે. રિયલ તો કાયમ આનંદમાં જ છે ને! વેદે છે એ અહંકાર અને જાણે છે એ પ્રજ્ઞા ! વેદકમાં ભળીએ તો દુઃખ ને જ્ઞાયકમાં રહેવાય તો દુઃખ ના રહે. જ્ઞાન મળ્યા પછી વાણીનો ઉદય થાય અને એ ઉદય જાગ્યા પછી પ્રજ્ઞા ડિરેક્ટ અહંકારને જ ચેતવે છે. જ્ઞાનીનું નિદિધ્યાસન કરાવડાવે છે તે પ્રજ્ઞા. નિદિધ્યાસન થવામાં કોની ડખલ છે ? ઉદયકર્મની. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા. જ્ઞાન મળે ત્યારે સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થાય. ત્યારે પ્રજ્ઞા પ્રગટ થાય. અશુદ્ધ ચિત્ત અને મન બહુ જોર કરે ત્યારે નિશ્ચયબળ બંધ થઈ જાય. 14

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 258