Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ અહંકાર એમાં વધતો જાય અને ઉપેક્ષામાંથી વીતરાગતા જન્મે. અભાવમાં ષ હોય. ડિસ્લાઈકમાં દ્વેષ ના હોય. ઉપેક્ષા ને ઉદાસીનતામાં શું ફેર ? ઉદાસીનતા ને વીતરાગતામાં થોડોક જ ડિફરન્સ છે. ઉદાસીન થવા માટે અહંકાર જરૂર નથી. ઉપેક્ષામાં અહંકાર જોઈએ. ઉદાસીનતા તો વૈરાગ આવ્યા પછીની ઊંચી દશા છે. વીતરાગ થતા પહેલાની દશા છે. ઉદાસીન એટલે શું? વસ્તુ દેખે ત્યારે ગમે, દેખે નહીં ત્યાં સુધી યાદે ય ના આવે, ઉદાસીન દશા. વસ્તુ ભોગવે પણ તે આમ ગઈ પછી તેનું કશુંય નહીં. ઉદાસીનતામાં તો બધી નાશવંત ચીજો પર ભાવ તૂટી જાય. અને અવિનાશીની શોધખોળ હોય છતાં તે પ્રાપ્ત ના થાય. રાગ-દ્વેષ પછી ઉપેક્ષા - વૈરાગ - ઉદાસીનતા - સમભાવ - વીતરાગતા. આમ સ્ટેપીંગ હોય ક્રમિકમાં. અક્રમમાં તો રાગ-દ્વેષમાંથી સીધા સમભાવમાં મૂકી દીધા. વીતરાગની એકદમ નજીક ! જગત વેરથી ખડું રહ્યું છે. તેમાંથી રાગ ઊભો થાય. વેર એટલે મૂળ દ્વેષ. આત્મજ્ઞાન થાય એટલે વીતદ્વેષ થઈ જાય પછી વીતરાગ થાય. સંસારમાં રાગ છે તે શેના જેવો છે ? જેલમાં રહેલો માણસ જેલને લીંપે-jપે. શું જેલ પર એને રાગ છે ? ના, જરીકે ય નહીં. આ તો રાત્રે સૂવું કઈ રીતે ? એટલા માટે, ના છૂટકે. સંસારમાં રખડાવનાર મૂળ કારણ દ્વેષ છે. ઘરમાં બધાં જોડે પ્રેમ જ આવે, દ્વેષ આવે જ નહીં તો જાણવું કે નવું બીજ નહીં પડે. ભગવાને ક્યાંય દ્વેષ કરવાનો કહ્યો નથી, કુસંગનો પણ નહીં. દ્વેષ જ છોડવાનો છે, રાગ નહીં. વીતદ્વેષ થાવ, વીતરાગ એની મેળે થવાશે. દ્વેષ એ કૉઝ છે ને રાગ એ પરિણામ છે. એ કેવી રીતે ? પોતાની સ્ત્રી ઉપર જો જરાય દ્વેષ ના થાય તો રાગ જ ના થાય તેની પર ! દ્રષના રિએકશનમાં રાગ થાય છે. વૈષનું જ ફાઉન્ડેશન છે. દાદાનું જ્ઞાન મળ્યા પછી ષ જતો રહે છે. પછી વસ્તુઓ પર ખેંચાણ રહે પણ તે ઉપલક. પછી તો વીતરાગ થાય પણ ઘણાં કાળે ! જંગલમાં ખૂબ ભૂખ લાગે ત્યારે અકળામણ થાય. તે અકળામણમાં દ્વેષ હોય, રાગ ના હોય. સોનું-હીરા, દેખાડે તોય દ્વેષ થાય. ખૂબ ભૂખ લાગી હોય એ માણસને રાગ થાય કે દ્વેષ થાય ? ટ્વેષ. પાંચ ઈન્દ્રિયોની બિગિનિંગ દ્વેષનું કારણ છે. પછી રાગ ક્યારે થાય ? રોટલો હોય ને વેઢમી હોય, તો વેઢમીમાં પસંદગી ઉતરે એટલે એમાં રાગ થાય અને એનું ખાવાનું લઈ લે તો ષ થાય. આમ દ્વેષમાંથી રાગ ને રાગમાંથી દ્વેષ ચાલ્યા જ કરે, પણ મૂળમાં દ્વેષ છે. અક્રમમાં વીતષ થયો એટલે એ પહેલાં મમતા તો ગઈ જ. ક્રોધ-માન-માયા-લોભ એ ચારેય કષાય દ્વેષ છે. કષાય એટલે વ્યવહાર આત્માને પીડા દે. સરવાળે બધાં જ વૈષ છે. શાસ્ત્રમાં (રાગ-દ્વેષ) બે કહ્યાં છે પણ. ભાવ, ઉદાસીનતામાં કર્મ ના બંધાય. ઉદાસીનતા એ વીતરાગતાની જનની છે ! શુદ્ધ ચેતન તો વીતરાગભાવે જ છે પણ લોકોને ઉદાસીનભાવે છે કહીએ એટલે તરત ગેડ બેસે. રાગ કે દ્વેષ જેમાં હોય તે તેને યાદ આવ્યા જ કરે ! સ્નેહ અને રાગમાં શું ફેર ? સ્નેહ એટલે ચીકાશ. ચોંટ્યું. રાગ વધારે વસમો. સ્નેહ તો તૂટે ય ખરો. રાગ જ્ઞાન વગર ના તૂટે. [૨૩] વીતદ્વેષ જગત દ્વેષથી દુઃખી છે, રાગથી નહીં. પહેલાં દ્વેષ છોડવાનો છે, પછી રાગ. ભગવાન પહેલાં વીતદ્વેષ થયા, પછી વીતરાગ થયા. અક્રમમાં તો ‘સમભાવે નિકાલ કરવાનો કહ્યો. એટલે જે આવે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 258