Book Title: Anuvrat Andolan
Author(s): Tulsi Acharya
Publisher: Gujarat Anuvrat Samiti

View full book text
Previous | Next

Page 2
________________ અણુવ્રત આંદોલનમાં મને પ્રથમથી જ વિશ્વાસ રહ્યો છે, અને જ્યારે હું એના બહુમુખી પ્રચારની ચર્ચાઓ ચારે બાજુએથી સાંભળું છું, ત્યારે મને અત્યંત હર્ષ થાય છે. એની સફળતાને આધાર હું એ માનું છું કે-આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વમાં સાડા છ જવનદાની સાધુ આ કાર્યમાં લાગ્યા છે. કામ ત્યારે જ થાય છે, જ્યારે ઉત્સાહ અને મનથી કામ કરવાવાળા કાર્યકર્તા તેમાં જોડાય છે. બીજી વાત એ છે કે-સાધુસંતોના ઉપદેશની જ અસર ધર્મપ્રધાન ભારતવર્ષના મનુષ્ય જીવન પર પડે છે. અને અધિક આનંદ તે એ વાતને છે કે, આ આંદલને દેશમાં સાર્વજનિક રૂપ લઈ લીધું છે. હું સમજું છું કે, હવે લોકોના મનમાં એવી ભાવના નથી રહી કે, આ કોઈ સાંપ્રદાયિક આંદેલન છે. આ આંદોલનનું એક સાર્વજનિક સ્વરૂપ જ એના સેનેરી ભવિષ્યનું સૂચક છે. વ્રત તો સારાં જ છે, પણ વિચારની શુદ્ધિ અધિક વ્યાપકરૂપ લઈ શકે છે. બુરાઈનું ઉમૂલન ત્યારે જ થાય છે, જ્યારે સારાએ વાતાવરણમાં નૈતિકતા પ્રત્યે ઉત્સાહ ભરાઈ જાય છે. – ડૉ. રાજેન્દ્રપ્રસાદ (રાષ્ટ્રપતિ) આપણે એવા યુગમાં રહીએ છીએ કે, જ્યાં આપણો જીવાત્મા સૂલે છે, આત્મબળને અભાવ છે, અને આપણા પર સુસ્તીનું રાજ્ય છે. આપણા યુવક ઝડપથી ભૌતિકવાદની તરફ ઝૂકી રહ્યાં છે. આવા સમયે આપણા દેશમાં આણુવ્રત આદેલન જ એક આવું અદિલન છે છે કે, જે આ કાર્ય કરી રહ્યું છે. આ કામ એવું છે કે, એને બધી બાજુએથી સહકાર મળવો જોઈએ. – ડૉ. એસ. રાધાકૃષ્ણન (ઉપરાષ્ટ્રપતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38