Book Title: Anjali Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૧૪૮] દર્શન અને ચિંતન આવે અને શહેરમાં જ ક્યાંક સુઈ રહેશે. અમે તે બધા સૂઈ ગયા. ત્યાં તે લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણું ખખડાવ્યાં, અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તે એ એવા ખુશ હતા કે ન પૂછો વાત! ખિલખિલાટ હસીને એ કહેઃ “પંડિતજી! આજે તે તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તે મને શું જમાડશે? શું ઇનામ આપશે ? કહે તે ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે?” મેં કહ્યું: “મોહનભાઈ! એના ઈનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન્ન. જમાડીશું!” તે દિવસે મોહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હોઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મેં પણ સટોડિયાની જેમ તુક્કો લગાવ્યું, અને કહ્યું કે એ કૃતિ તે મહેપાધ્યાય શ્રી યશોવિજયજીનું જીવન જેમાં ડું ધણું પણ સંગ્રહાયેલું છે તે સુજલી ભાસ” હેવી જોઈએ.” આ કૃતિને થોડેક ભાગ પાટણમાંથી ભલે બાકીને ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મોહનભાઈએ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદનો પાર ન રહ્યો. આવા તે બીજા પ્રસંગે પણ આપી શકાય, પણ અહીં એને માટે એટલે વખત નથી. લયમેન, બર, યાકેબી આદિ જર્મન વિદ્વાનોએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતા ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનનો પ્રારંભ થયો, પણ ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઈતિહાસને અતિ અલ્પ પણ મહત્ત્વને પાયે શ્રી મોહનભાઈએ નાખે. હવે તે એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્ન શ્વેતાંબર અને દિગંબર બને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાં ય મોહનભાઈના “જૈન સાહિત્યના ઈતિહાસનું સ્થાન છે જ. એમની મહતી કૃતિ, અને મારી ધારણું સાચી હોય તે, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકે મારનાર કૃતિ એ તે “જૈન ગૂર્જર કવિઓ” છે. એમણે તે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સંપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તેઓ જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલો સમય અને કેટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11