Book Title: Anjali Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ દર્શન અને ચિંતન નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહિ, પણ સાથે કલાકો લગી અને કેટલીક વાર તે દિવસે લાગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કોગ્રેસ કે ગાંધીજી વિગેરેની કોઈપણ ચર્ચા ઉપરથી છેવટે કોન્ફરન્સની પ્રવૃત્તિને લગતી કેઈ ને કઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતું ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમને પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું? એક તો જૈન સમાજ વ્યાપારપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લેકે ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જેનોને કેન્ફરન્સમાં સમ્મિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી કૂટના કોન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાધાત; આ બધું કોન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃત્તિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યનો પવન ફૂંકાતા હોય, અનેક ઉપયોગી પ્રવૃતિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કોન્ફરન્સ એ સાથે તાલ મેળવી ન શકતી હોય તે સાચા ધગશવાળા કાયકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મેહનભાઈમાં અનેક વાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે. અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઈચ્છા પ્રમાણે કામ કરવાને અવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુંબિક આદિ પ્રશ્નો ઘણું, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાક તે જાણે લાગે જ નહીં. કોઈકવાર જમ્યા પછી પણ જમવાને પ્રસંગ આવે તે તેઓ પાછી ન પડે. અને એમની નિષ્ઠા પણ એટલી પાકી કેરી કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકે. એમાં પછી ઊંધ કે આરામ જેવાને જ નહીં. તેથી જ તેઓ કોન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પોતે રુચિ તેમ જ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જે કોઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તે તેઓ તેને કોન્ફરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11