Book Title: Anjali
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ અંજલિ [૧૫૩ હાથે તેના સંપાદનને બહુ અવકાશ છે, અને કોન્ફરન્સને એમાં જરા મળે તેમ પણ છે. એક બાબત ધ્યાનમાં રહે કે દેશ-વિદેશના કોઈ પણ ઉચ્ચ કે ઉચ્ચતર વિદ્વાનને, ધર્મ અને નાત-જાતના ભેદભાવ વિના આપણે ભલે ઉપયોગ કરીએ પણ એ પાછળ દષ્ટિ એ રહેવી જોઈએ કે જૈન સમાજ પિતામાંથી જ એવા સુનિષ્ણાતને તૈયાર કરે અને તૈયાર હોય તેને યથા સ્થાન ગઠવી પૂરતું કામ આપે, જેથી શિક્ષણ અને સાહિત્યની બાબતમાં બધાં જ સાર્વજનિક ક્ષેત્રે સમાજ પરાવલંબી યા શરણાગત જે ન રહે. અત્યારે તે આવું કામ કરવા માટે પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે. જૂની વસ્તુઓનાં સર્વત્ર નવેસરથી મૂલ્યાંકને થવા લાગ્યાં છે. એક અમેરિકન પ્રેક્રે. સર પ્રાચીન ગુજરાતી ભાષાના શાલિભદાસનું સંપાદન કરવા પ્રેરાય તે શું સૂચવે છે? હું તે જોઉં છું કે આજે હેમચંદ્ર ફરી જીવતા થાય છે. આજે સારા સાહિત્યની અને સારા વિદ્વાનની બેટની ઘણી વાતો થાય છે, પણ આજે હવે આ ખોટ એટલી મોટી નથી. જે જેવા ઇચ્છો તો સારું જન સાહિત્ય અને જૈન સાહિત્યના ઉચ્ચ કોટિના વિદ્વાનો પણ આપણે ત્યાં છે જ-પછી ભલે એ પ્રમાણમાં કદાચ ઓછા હોય, પણ આ રીતે જોવાજાણવાની કોને પડી છે ? સદ્ગત શ્રી. મોતીચંદભાઈને સ્મારકનું ફંડ થયેલું છે, એનો ઉપયોગ પ્રાચીન સાહિત્યના નવા ગ્રંથના સંશોધન-સંપાદન પાછળ થવો હજુ બાકી છે. ફંડ એકઠું કરવું એક વાત છે, એનો ઉપયોગ કરે એ બીજી વાત છે. એ માટે તો દ્રષ્ટિ અને ઉદારતા બન્ને જોઈએ. ભારતના નાક સમા મુંબઈને જ વિચાર કરે, કે અહીં જૈન સાહિત્યના કેન્દ્ર જેવું કંઈ આપણે ઊભું કર્યું છે? કોઈને જન તત્વજ્ઞાન, સાહિત્ય કે કલાના વિષયમાં મુંબઈમાં જાણવું હોય તો એ વિષયને નિષ્ણાત–એકસ્પર્ટ કહી શકાય એવો એક પણ વિદ્વાન અહીં છે ખરો? વળી આજે માનવતા, રાષ્ટ્રીયતા અને કેળવણીનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે તેને પણ આપણે વિચાર કરવો જોઈએ. આમાં વિકાસ બે માર્ગે થઈ શકેઃ એક તો સમાજને ઉચ્ચ સંસ્કાર આપવા; અને બીજે અનૈતિકતાને ત્યાગ કરે. અનૈતિક ધન લઈને પુસ્તક, મંદિર કે મૂર્તિ કરવાં એ ભારતીય સંસ્કૃતિને શોભે નહીં, જેનોને તો એ મુદ્દલ શોભે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11