Book Title: Anjali
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૧૫ર] દર્શન અને ચિંતન એ માત્ર સમારંભ ન રહેતાં એક કાર્યસાધક પગલું બની રહે. સામાજિક સુધારણા અને બીજા ફેરફાર કરાવવાની બાબતમાં કોન્સ રન્સ કરવા જેવું છે, તે મુખ્યપણે અત્યારે એ છે કે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશ-વિદેશનાં બળે એને ધડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જૈનસમાજ પિતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણને અનુકૂળ કરી લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ અને સાહિત્યનો એક એ આગ પ્રદેશ છે કે જે બાબતમાં કોન્ફરન્સ ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેવું શિક્ષણ આપે તેવા શિક્ષકે તૈયાર કરવાની વાત નથી કહેતે. એ કામ ઉપાશ્રય અને મહેસાણા જેવી પાઠશાળાઓ મારફત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમ જ ગૃહસ્થોનો સહગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઇચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણું ઉષ્ય ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણું વધતી જાય છે, અને એ માગણીને સંતોષે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીક ઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જો કોન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉષ્ય ભૂમિકાસ્પર્શી શિક્ષણની દષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે. આ કામના મુખ્ય બે ભાગ છેઃ (૧) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણાત વિદ્વાન દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયમાં પૂરી ગ્યતાથી કામ કરી શકે એવા ઘેડા પણ નિષ્ણાતે તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (૨) અનેક વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાને મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન-પ્રકાશન કરવું એ કૅન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકે અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સતિષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં યે મૂલ્યાંકન થાય તે માટે નવી દષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11