Page #1
--------------------------------------------------------------------------
________________
અંજલિ [સદગત શ્રી મેહનલાલ દ. દેસાઈની સાહિત્યસેવા અને નિષ્ઠાને?
[૧] સહૃદય મિત્રો,
આભારવિધિના ઔપચારિક ભારમાં દબાયા વિના જ આપણે મુખ્ય પ્રસંગ ઉપર આવીએ. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક કોન્ફરન્સ મને પિતાને સમજીને જ બોલાવ્યો છે. હું પણ એ ભાવથી જ આવ્યો . સદ્ગત શ્રી મેહનલાલભાઈ દેસાઈનું તૈલચિત્ર કોન્ફરન્સ તૈયાર કરાવે અને તેના અનાવરણ વિધિ માટે મને બોલાવે ત્યારે સહેજે વિચાર આવે છે કે કેન્ફરન્સ, મેહનભાઈ અને હું એમ ત્રણેને પરસ્પર શો સંબંધ હતો અને હજીયે છે. વળી, એ પણ જિજ્ઞાસા થયા વિના ન જ રહે કે હું કન્ફરન્સને કઈ દષ્ટિએ જોતા અને સમજતો રહ્યો છું, તેમ જ મેહનભાઈનું મારી દૃષ્ટિએ શું થાન હતું?
હું કોન્ફરન્સને નખશિખ ઈતિહાસ નથી જાણતો એ ખરું, પણ એના મુખ્ય સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિ વિશે શેડવણી માહિતી તે છે જ. હું જાણું છું ત્યાં લગી શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાની બીજી કોઈ પણ સંસ્થા કરતાં કોન્ફરન્સનું દૃષ્ટિબિંદુ અને બંધારણ ઉદાર તેમ જ વિશાળ રહ્યાં છે. પરિસ્થિતિવશ તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હોવા છતાં તેની બેઠકે અને વાર્ષિક અધિવેશને માત્ર મુંબઈમાં જ પૂરાઈ રહ્યાં નથી. પૂર્વમાં કલકતા, ઉત્તરમાં પંજાબ, પશ્ચિમમાં કાઠિયાવાડ, રાજસ્થાન અને ગુજરાત તેમ જ દક્ષિણમાં પૂના લગી સમયે સમયે એનાં અધિવેશને થતાં રહ્યાં છે અને તે તે પ્રાન્ત કે પ્રદેશના સદ્ગહ પ્રમુખપદ પણ શોભાવતા રહ્યા છે. આ સૂચવે છે કે પ્રથમથી જ કોન્ફરન્સનું દૃષ્ટિબિંદુ સમગ્ર મૂર્તિપૂજક સંધને પોતાની સાથે લેવાનું રહ્યું છે અને એ પણ કબૂલ કરવું જોઈએ કે આ દષ્ટિબિન્દુને સંઘે હૃદયથી આવકાર્યું પણ છે. તેથી જ તેને દરેક પ્રાન્ત અને પ્રદેશમાંથી હાર્દિક આવકાર મળે અને ઉદ્દામ, મધ્યમ તેમ જ જૂનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈ–બહેને પણ કોન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
અંજલિ
[૧૫ જન સંધના બંધારણમાં ચતુર્વિધ સંઘનું સ્થાન એકસરખું છે. ક્યારેક કોઈ વ્યકિત મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી મેવડી જેવી લાગે તેય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહિ કે પિઠીઉતાર સત્તાને વારસે. આ જૈન સંધનું સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તો લેકશાહી છે; અલબત્ત, તે એક ધર્મપરંપરા પૂરતી.
કોન્ફરન્સે પિતાને કાર્યપ્રદેશ મુખ્યપણે ત્રણ બાબતોમાં મર્યાદિત કરેલે એમ હું સમજું છું. (૧) ધાર્મિક, (૨) સાહિત્યિક, અને (૩) સામાજિક, ધાર્મિક બાબતમાં તીર્થના પ્રશ્ન ઉપરાંત ધર્માચાર અને તાંત્રિક શિક્ષણ વગેરેને સમાસ થાય છે. બને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કોન્ફરન્સ સાધન ને શક્તિના પ્રમાણમાં એ બાબત કાંઈક ને કાંઈક કર્યું જ છે, અને હજીયે એ કાંઈક ને કાંઈક કરે જ છે. સાહિત્યની બાબતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે, પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની નેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નકકર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કોન્ફરસે દેશમાં વિકસતા જતા ઉદાર વિચારને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાય પણ છે.
કોન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્દગત મોહનભાઈને શો સંબંધ હતા અને તેમણે શે ફાળો આપ્યો, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડે. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણું નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલે કે રન્સમાં આવેલે, એમ યાદ છે. ઘણું કરી તે જ વખતે મોહનભાઈને પ્રથમ પરિચય થયો અને તેમની રુચિ, પ્રવૃત્તિ તથા પ્રકૃતિ વિશે કાંઈક જાણવા પાપે. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ.
મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મેં એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેને યોગ્ય વિનિમય કરે. - મુંબઈના પ્રથમ મિલન પછી તે તેમના છેલ્લા દિવસે સુધીમાં હું અને તેઓ એટલી બધી વાર મળ્યા છીએ કે તેને આંક સ્મૃતિમાં પણ
૧૦
Page #3
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહિ, પણ સાથે કલાકો લગી અને કેટલીક વાર તે દિવસે લાગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કોગ્રેસ કે ગાંધીજી વિગેરેની કોઈપણ ચર્ચા ઉપરથી છેવટે કોન્ફરન્સની પ્રવૃત્તિને લગતી કેઈ ને કઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતું ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમને પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું?
એક તો જૈન સમાજ વ્યાપારપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લેકે ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જેનોને કેન્ફરન્સમાં સમ્મિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી કૂટના કોન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાધાત; આ બધું કોન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃત્તિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યનો પવન ફૂંકાતા હોય, અનેક ઉપયોગી પ્રવૃતિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કોન્ફરન્સ એ સાથે તાલ મેળવી ન શકતી હોય તે સાચા ધગશવાળા કાયકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મેહનભાઈમાં અનેક વાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે.
અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઈચ્છા પ્રમાણે કામ કરવાને અવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુંબિક આદિ પ્રશ્નો ઘણું, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાક તે જાણે લાગે જ નહીં. કોઈકવાર જમ્યા પછી પણ જમવાને પ્રસંગ આવે તે તેઓ પાછી ન પડે. અને એમની નિષ્ઠા પણ એટલી પાકી કેરી કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકે. એમાં પછી ઊંધ કે આરામ જેવાને જ નહીં. તેથી જ તેઓ કોન્ફરન્સની બધી પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ ભાગ લેતા અને પોતે રુચિ તેમ જ શક્તિ પ્રમાણે અમુક કામ હાથમાં લઈ તેને પૂરા ખંતથી અને મહેનતથી પાર પાડતા. જે કોઈ બીજા કાર્યકર્તા તેમને ભેટી જાય અને તેની પાસેથી કામ લેવાનું શક્ય હોય તે તેઓ તેને કોન્ફરન્સ સાથે સાંકળી એક યા બીજી રીતે તેની પાસેથી પણ કામ લેવાને
Page #4
--------------------------------------------------------------------------
________________
અંજલિ
[૧૪૭
ભાગ માકળા કરે. સદ્ભાગ્યે એમને સાથીએ અને નિત્રા પણ સારા મળેલા. સદ્ગત મોતીચંદભાઈ, મકનજીભાઈ અને મોહનલાલ ઝવેરી વગેરે એમના સાથીએ. જ્યાં એમની મંડળી મળી કે ત્યાં કાંઈક સર્જક વિચાર થાય જ અને કાઈ એક જાને પાછો ન પાડતાં ઉત્સાહિત જ કરે. આ વસ્તુ મેં મહાવીર જૈન વિદ્યાલયની મિટિંગોમાં તથા કૉન્ફરન્સ ઑફિસનાંના મિલન પ્રસ ંગે અનેકવાર જોઈ છે.
માહનભાઈની અંગત પ્રવૃત્તિ મુખ્યપણે સાહિત્યિક હતી. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત આદિ ભાષાઓમાં જ્યાં જ્યાં તેમને જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન કે આચાર વિશે જાણવાનું મળે તે બધામાંથી તેએ એકલે હાથે સંગ્રહ કરે. વાંચનાર પોતે, ભાષાન્તર કરનાર પોતે, પ્રશ્ન જોનાર પોતે. એમ પેાતાની બધી કૃતિમાં અને બધાં લખાણામાં જે કાંઈ કરવું પાડ્યું છે તે બધું લગભગ તેમણે પેાતાને હાથે જ કર્યું છે. કોન્ફરન્સ હેરલ્ડ અને જૈનયુગ, જે તે વખતે કૅન્ફરન્સનાં મુખપત્રો હતાં, તેની ફાઈલે જોશે તો જણાશે કે એમાં મુખ્ય આત્મા એમને જ રમે છે. તેમને ઘણી વાર વાતવાતમાં કહેતા કે · લોકેા લખાણાને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર તરીકે ગણી ટીકા કરે છે કે તમે હેરલ્ડ અને જૈતયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છે ? ' પણ હવે અત્યારે તેા સૌને સમન્વય તેવું છે કે માહનભાઈનું પ્રત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે !
પોતાના સાહિત્યિક કામને માટે શ્રી મોહનભાઈ ને અનેક પ્રાચીન હસ્ત લિખિત પ્રતો મેળવવી અને તપાસવી પડતી અને એ માટે કાર્ટોમાં રજા પડે કે તરત જ તે એ કામમાં લાગી જતા; અને જરૂર લાગતાં અમદાવાદ કે પાટહુના જ્ઞાનભડારા જોવા માટે પ્રવાસ પણ ખેડતા. રજાના ઉપયોગ આરામ માટે કરવાના વિચાર જ શાને આવે ત્યારે તેા ઊલટું અમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એમાં એમને કદી પણ થાક કે કટાળે! આવે જ નહી' અને એ કામમાં કઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તા જોઈ લા આનંદ. અહીં આવા એક પ્રસંગ મને યાદ આવે છે.
હું અને આચાય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એક વાર શ્રી માહનભાઈ જ્ઞાનભંડારા શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયના ભડાર જોવા ગયા. બપોરના પેલા તે રાતના અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તેઓ પાછા નહીં”
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪૮]
દર્શન અને ચિંતન આવે અને શહેરમાં જ ક્યાંક સુઈ રહેશે. અમે તે બધા સૂઈ ગયા. ત્યાં તે લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણું ખખડાવ્યાં, અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તે એ એવા ખુશ હતા કે ન પૂછો વાત! ખિલખિલાટ હસીને એ કહેઃ “પંડિતજી! આજે તે તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તે મને શું જમાડશે? શું ઇનામ આપશે ? કહે તે ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે?” મેં કહ્યું: “મોહનભાઈ! એના ઈનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન્ન. જમાડીશું!” તે દિવસે મોહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હોઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મેં પણ સટોડિયાની જેમ તુક્કો લગાવ્યું, અને કહ્યું કે એ કૃતિ તે મહેપાધ્યાય શ્રી યશોવિજયજીનું જીવન જેમાં ડું ધણું પણ સંગ્રહાયેલું છે તે
સુજલી ભાસ” હેવી જોઈએ.” આ કૃતિને થોડેક ભાગ પાટણમાંથી ભલે બાકીને ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મોહનભાઈએ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદનો પાર ન રહ્યો.
આવા તે બીજા પ્રસંગે પણ આપી શકાય, પણ અહીં એને માટે એટલે વખત નથી.
લયમેન, બર, યાકેબી આદિ જર્મન વિદ્વાનોએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતા ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનનો પ્રારંભ થયો, પણ ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઈતિહાસને અતિ અલ્પ પણ મહત્ત્વને પાયે શ્રી મોહનભાઈએ નાખે. હવે તે એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્ન શ્વેતાંબર અને દિગંબર બને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાં ય મોહનભાઈના “જૈન સાહિત્યના ઈતિહાસનું સ્થાન છે જ.
એમની મહતી કૃતિ, અને મારી ધારણું સાચી હોય તે, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકે મારનાર કૃતિ એ તે “જૈન ગૂર્જર કવિઓ” છે. એમણે તે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સંપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તેઓ જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલો સમય અને કેટલે
Page #6
--------------------------------------------------------------------------
________________
અંજલિ
[૧૪૯ અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તે સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બન્ને સમાનગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું કે: “મારે રજિદે કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરાકુળતા. એક વાર તેમની સાથે કોર્ટમાં ગયે, ત્યાંય જોયું કે પ્રકો સાથે હતાં, અને વખત મળે કે જોતા. મેં દાદર, ઘાટકેપર અને મુલુંદ એ સ્થળમાં તેમને અનેક વાર કામ કરતા જોયા છે. રાત રહે તે કામ લેતા આવે. મેં પૂછ્યું: “આ ભાર શે?” તે કહે “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે છે અને રહી જાય.'
અહીં સિંધી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર” કઈ પણ કેલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે.
શ્રી મેહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લે જ એવી હતી. એમ કરવામાં તેઓ પોતાની મુશ્કેલીને વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી, એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એક વાર એક કામનો વિચાર ચાલતો હતો ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચસો રૂપિયા આપીશ.” હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું: “મોહનભાઈ, તમારા માટે તો આ બહુ કહેવાય. તો કહે કે “મને આ કામ પસંદ છે. એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ.” આમ શ્રી મોહનભાઈનું જીવન અર્પણનું જીવન મહતું એ જોઈ શકાશે.
ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મેકલાવે. આચાર્યશ્રી જિનવિજયજીએ જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તે મેહનભાઈને એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમને વિશેષ અને સ્થાયી પરિયે તો અતિહાસિક અને તટસ્થ દૃષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યને વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવે તે કોન્ફરન્સના એક જાગરુક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથી ય વધારે રેચક અને ઉપયોગી
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૫૦]
દર્શન અને ચિંતન પણ છે. તેથી એને ઉલ્લેખ જરા વિગતે કરું છું. આની પાછળ દષ્ટિ એ છે કે કોન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તાઓ અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તાઓ કોન્ફરન્સની પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કર્તવ્યને બરાબર સમજે. વળી કોન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયું પણ અત્યારે એનાં જે પરિણામ આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનચેર સ્થાપવાના વિચારનું બીજ તો ૧૯૧૯ ની કલકત્તા કોંગ્રેસની બેઠક વખતે રોપાયેલું, પણ ફણગા ફૂટવાનો સમય ૧૯૩૦ પછી આવ્યું. શ્રી મોહનભાઈએ અમદાવાદમાં એક વાર મને પૂછયું, કે “તમે આ બાબત તટસ્થ કેમ છે ?” મેં કહ્યું: “કોન્ફરન્સના મંત્રીઓ અને કાર્યકર્તાઓ બહુ ભલા છે.પં. માલવિયજી જેવાના. પ્રભાવમાં તણાઈ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તેઓ નથી જાણતા. મોહનભાઈના આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દે, પણ આ શરતો સાથે સૂય. એમણે એ શરતે નેંધી અને મુંબઈ જઈ બનારસ સાથે પત્રવ્યવહાર કર્યો. શરતો લગભગ સ્વીકારાઈ. હવે જૈન અધ્યાપક નિયત કરવાને પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં મોકલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયું. હું પોતે ગુજરાત વિદ્યાપીઠ છોડી અથવા કહે કે ગુજરાત છેડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતો, પણ કટોકટી આવતાં ૧૯૩૩ના જુલાઈમાં હું કાશી ગયે. કાશી જવા માટે હું તૈયાર થયે તેની પાછળ બળ હતું કોન્ફરન્સનું અને કોન્ફરન્સ એટલે મારી દષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મેહનભાઈ એક દેસાઈ અને બીજા ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ કરી આપવાનું આપમેળે બીડું ઝડપ્યું. કાશીનું તંત્ર તે તરત ગેહવાયું, પણ તેનાં દૂરગામી સુપરિણામ એ આવ્યાં છે તેનું યથાવત મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જાણતો.
આની લાંબી કથાને અત્યારે સમય નથી, પણ સંક્ષેપમાં નેંધ લેવી અસ્થાને નથી. છેલ્લાં ૨૩ વર્ષમાં કાશીમાં જે અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ થઈ છે તે જૈન–ચેરને આભારી છે. એને લીધે ભણનાર તો કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની યોગ્યતા અને પદવી ગણનાપાત્ર છે. કેટલાક જૈન દર્શનના આચાર્ય થયા તે કેટલાક સાથે સાથે એમ.એ. અને પી.એચ.ડી. પણ. એમાંથી પાંચેક તે પ્રેફેસરના ઉચ્ચ પદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈન–ચેરની ભાવનાએ કેટલાક
Page #8
--------------------------------------------------------------------------
________________
અંજલિ
[૧૫૧ અસામ્પ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્વજ્ઞાન અને સાહિત્યને ઉત્કર્ષ ઈચછનાર પંજાબી ભાઈઓને પ્રેર્યા અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિસર્ચ સોસાયટી સ્થપાઈ આમ જૈન-ચેર અધ્યાપનનું કામ પૂરું પાડે, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થી ઓને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સેસાયટી સુનિષ્ણાત વિદ્વાનોના ચિંતનલેખનને મૂર્ત રૂપ આપે. આ રીતે આ ત્રણેય અંગે એવી રીતે સંકલિત થયાં છે કે તે એકબીજાના પૂરક અને પિષક બની માત્ર જેતપરંપરાની જ નહિ, પણ ભારતીય-અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સંતેપી રહ્યાં છે.
હું અત્યારે ત્યાંની જે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તકે અને પત્રિકાઓ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવર્તુલમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની યાદી આપવા નથી બેઠે. આટલું સ્મરણ આપવાને મારે ઉદ્દેશ એટલે જ છે કે શ્રી મોહનલાલ દેસાઈની અને ઝવેરીની અનિવાર્થ પ્રેરણા ન હોત અને કોન્ફરન્સ મારી અસાંપ્રદાયિક વિદ્યાતિનો ઉપયોગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હેત તેમ જ ચેરને અગેની જરૂરિયાતોની માગણુને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગ જ ન હોત, ગયે હેત તો થિર થયો ન હોત અને ક્રમે ક્રમે ત્યાં જે વિકાસ થે છે તેની શક્યતા પણ ભાગ્યે જ આવી હત. : :
આ ટૂંકું પણ આવશ્યક સ્મરણ એ સૂચવે છે કે કોન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી મોહનભાઈ સાથે મારે છે અને કે સંબંધ રહ્યો છે. જે આટલું પણ સ્પષ્ટ થયું હોય તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કોન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદગત મોહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારું શું સ્થાન છે.
તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવો અને એ દ્વારા કોન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું એને હું મારી આવશ્યક ફરજ સમજું છું. એ ફરજમાંથી ચૂકે તો મારે અહીં આવવાને ખાસ અર્થ મારી દષ્ટિએ રહે જ નહિ. તૈલચિત્ર એ તે પ્રતીક છે. એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કેઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિક હતી જ નથી. તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તે જ સમારંભ
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૫ર]
દર્શન અને ચિંતન એ માત્ર સમારંભ ન રહેતાં એક કાર્યસાધક પગલું બની રહે.
સામાજિક સુધારણા અને બીજા ફેરફાર કરાવવાની બાબતમાં કોન્સ રન્સ કરવા જેવું છે, તે મુખ્યપણે અત્યારે એ છે કે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશ-વિદેશનાં બળે એને ધડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જૈનસમાજ પિતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણને અનુકૂળ કરી લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ અને સાહિત્યનો એક એ આગ પ્રદેશ છે કે જે બાબતમાં કોન્ફરન્સ ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેવું શિક્ષણ આપે તેવા શિક્ષકે તૈયાર કરવાની વાત નથી કહેતે. એ કામ ઉપાશ્રય અને મહેસાણા જેવી પાઠશાળાઓ મારફત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમ જ ગૃહસ્થોનો સહગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઇચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણું ઉષ્ય ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણું વધતી જાય છે, અને એ માગણીને સંતોષે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીક ઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જો કોન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉષ્ય ભૂમિકાસ્પર્શી શિક્ષણની દષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે.
આ કામના મુખ્ય બે ભાગ છેઃ (૧) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણાત વિદ્વાન દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયમાં પૂરી ગ્યતાથી કામ કરી શકે એવા ઘેડા પણ નિષ્ણાતે તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (૨) અનેક વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાને મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન-પ્રકાશન કરવું એ કૅન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકે અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સતિષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં યે મૂલ્યાંકન થાય તે માટે નવી દષ્ટિએ
Page #10
--------------------------------------------------------------------------
________________
અંજલિ
[૧૫૩ હાથે તેના સંપાદનને બહુ અવકાશ છે, અને કોન્ફરન્સને એમાં જરા મળે તેમ પણ છે.
એક બાબત ધ્યાનમાં રહે કે દેશ-વિદેશના કોઈ પણ ઉચ્ચ કે ઉચ્ચતર વિદ્વાનને, ધર્મ અને નાત-જાતના ભેદભાવ વિના આપણે ભલે ઉપયોગ કરીએ પણ એ પાછળ દષ્ટિ એ રહેવી જોઈએ કે જૈન સમાજ પિતામાંથી જ એવા સુનિષ્ણાતને તૈયાર કરે અને તૈયાર હોય તેને યથા
સ્થાન ગઠવી પૂરતું કામ આપે, જેથી શિક્ષણ અને સાહિત્યની બાબતમાં બધાં જ સાર્વજનિક ક્ષેત્રે સમાજ પરાવલંબી યા શરણાગત જે ન રહે.
અત્યારે તે આવું કામ કરવા માટે પુષ્કળ સામગ્રી ઉપલબ્ધ છે. જૂની વસ્તુઓનાં સર્વત્ર નવેસરથી મૂલ્યાંકને થવા લાગ્યાં છે. એક અમેરિકન પ્રેક્રે. સર પ્રાચીન ગુજરાતી ભાષાના શાલિભદાસનું સંપાદન કરવા પ્રેરાય તે શું સૂચવે છે? હું તે જોઉં છું કે આજે હેમચંદ્ર ફરી જીવતા થાય છે. આજે સારા સાહિત્યની અને સારા વિદ્વાનની બેટની ઘણી વાતો થાય છે, પણ આજે હવે આ ખોટ એટલી મોટી નથી. જે જેવા ઇચ્છો તો સારું જન સાહિત્ય અને જૈન સાહિત્યના ઉચ્ચ કોટિના વિદ્વાનો પણ આપણે ત્યાં છે જ-પછી ભલે એ પ્રમાણમાં કદાચ ઓછા હોય, પણ આ રીતે જોવાજાણવાની કોને પડી છે ?
સદ્ગત શ્રી. મોતીચંદભાઈને સ્મારકનું ફંડ થયેલું છે, એનો ઉપયોગ પ્રાચીન સાહિત્યના નવા ગ્રંથના સંશોધન-સંપાદન પાછળ થવો હજુ બાકી છે. ફંડ એકઠું કરવું એક વાત છે, એનો ઉપયોગ કરે એ બીજી વાત છે. એ માટે તો દ્રષ્ટિ અને ઉદારતા બન્ને જોઈએ.
ભારતના નાક સમા મુંબઈને જ વિચાર કરે, કે અહીં જૈન સાહિત્યના કેન્દ્ર જેવું કંઈ આપણે ઊભું કર્યું છે? કોઈને જન તત્વજ્ઞાન, સાહિત્ય કે કલાના વિષયમાં મુંબઈમાં જાણવું હોય તો એ વિષયને નિષ્ણાત–એકસ્પર્ટ કહી શકાય એવો એક પણ વિદ્વાન અહીં છે ખરો?
વળી આજે માનવતા, રાષ્ટ્રીયતા અને કેળવણીનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે તેને પણ આપણે વિચાર કરવો જોઈએ. આમાં વિકાસ બે માર્ગે થઈ શકેઃ એક તો સમાજને ઉચ્ચ સંસ્કાર આપવા; અને બીજે અનૈતિકતાને ત્યાગ કરે. અનૈતિક ધન લઈને પુસ્તક, મંદિર કે મૂર્તિ કરવાં એ ભારતીય સંસ્કૃતિને શોભે નહીં, જેનોને તો એ મુદ્દલ શોભે નહીં.
Page #11
--------------------------------------------------------------------------
________________ 154]. દર્શન અને ચિંતજ અનેકાંતનો વિકાસ કરવાની અને એના મર્મને જીવનમાં ઉતારીને સમભાવ, સહિષ્ણુતા અને ઉદારતા કેળવવાની જરૂર છે. સમાજમાં આવા સંસ્કારનું સિંચન કરવામાં, ધર્મ અને તત્વજ્ઞાનના ઉચ્ચ શિક્ષણને પ્રચાર કરવામાં અને ઉચ્ચ કોટીનું સાહિત્ય પ્રગટ કરવામાં કોન્ફરન્સ ધણું ઘણું કરી શકે એમ છે. સદ્ગત શ્રી મોહનલાલ દેસાઈએ આ બાબતમાં કોન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ કરવામાં જ એમનું ખરું સ્મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે. આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સગત શ્રી મેહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ. સૌને આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું , --જૈન, 21 જુલાઈ 1956 * તા. 15-7-1956 ને રવિવારના રોજ સગત શ્રી મેહનલાલ દ. દેસાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વકતવ્ય.