SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ અંજલિ [સદગત શ્રી મેહનલાલ દ. દેસાઈની સાહિત્યસેવા અને નિષ્ઠાને? [૧] સહૃદય મિત્રો, આભારવિધિના ઔપચારિક ભારમાં દબાયા વિના જ આપણે મુખ્ય પ્રસંગ ઉપર આવીએ. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક કોન્ફરન્સ મને પિતાને સમજીને જ બોલાવ્યો છે. હું પણ એ ભાવથી જ આવ્યો . સદ્ગત શ્રી મેહનલાલભાઈ દેસાઈનું તૈલચિત્ર કોન્ફરન્સ તૈયાર કરાવે અને તેના અનાવરણ વિધિ માટે મને બોલાવે ત્યારે સહેજે વિચાર આવે છે કે કેન્ફરન્સ, મેહનભાઈ અને હું એમ ત્રણેને પરસ્પર શો સંબંધ હતો અને હજીયે છે. વળી, એ પણ જિજ્ઞાસા થયા વિના ન જ રહે કે હું કન્ફરન્સને કઈ દષ્ટિએ જોતા અને સમજતો રહ્યો છું, તેમ જ મેહનભાઈનું મારી દૃષ્ટિએ શું થાન હતું? હું કોન્ફરન્સને નખશિખ ઈતિહાસ નથી જાણતો એ ખરું, પણ એના મુખ્ય સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિ વિશે શેડવણી માહિતી તે છે જ. હું જાણું છું ત્યાં લગી શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાની બીજી કોઈ પણ સંસ્થા કરતાં કોન્ફરન્સનું દૃષ્ટિબિંદુ અને બંધારણ ઉદાર તેમ જ વિશાળ રહ્યાં છે. પરિસ્થિતિવશ તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હોવા છતાં તેની બેઠકે અને વાર્ષિક અધિવેશને માત્ર મુંબઈમાં જ પૂરાઈ રહ્યાં નથી. પૂર્વમાં કલકતા, ઉત્તરમાં પંજાબ, પશ્ચિમમાં કાઠિયાવાડ, રાજસ્થાન અને ગુજરાત તેમ જ દક્ષિણમાં પૂના લગી સમયે સમયે એનાં અધિવેશને થતાં રહ્યાં છે અને તે તે પ્રાન્ત કે પ્રદેશના સદ્ગહ પ્રમુખપદ પણ શોભાવતા રહ્યા છે. આ સૂચવે છે કે પ્રથમથી જ કોન્ફરન્સનું દૃષ્ટિબિંદુ સમગ્ર મૂર્તિપૂજક સંધને પોતાની સાથે લેવાનું રહ્યું છે અને એ પણ કબૂલ કરવું જોઈએ કે આ દષ્ટિબિન્દુને સંઘે હૃદયથી આવકાર્યું પણ છે. તેથી જ તેને દરેક પ્રાન્ત અને પ્રદેશમાંથી હાર્દિક આવકાર મળે અને ઉદ્દામ, મધ્યમ તેમ જ જૂનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈ–બહેને પણ કોન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249293
Book TitleAnjali
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size194 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy