Book Title: Anjali Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ અંજલિ [૧૪૯ અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તે સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બન્ને સમાનગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું કે: “મારે રજિદે કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરાકુળતા. એક વાર તેમની સાથે કોર્ટમાં ગયે, ત્યાંય જોયું કે પ્રકો સાથે હતાં, અને વખત મળે કે જોતા. મેં દાદર, ઘાટકેપર અને મુલુંદ એ સ્થળમાં તેમને અનેક વાર કામ કરતા જોયા છે. રાત રહે તે કામ લેતા આવે. મેં પૂછ્યું: “આ ભાર શે?” તે કહે “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે છે અને રહી જાય.' અહીં સિંધી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર” કઈ પણ કેલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે. શ્રી મેહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લે જ એવી હતી. એમ કરવામાં તેઓ પોતાની મુશ્કેલીને વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી, એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એક વાર એક કામનો વિચાર ચાલતો હતો ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચસો રૂપિયા આપીશ.” હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું: “મોહનભાઈ, તમારા માટે તો આ બહુ કહેવાય. તો કહે કે “મને આ કામ પસંદ છે. એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ.” આમ શ્રી મોહનભાઈનું જીવન અર્પણનું જીવન મહતું એ જોઈ શકાશે. ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે તેઓ કાંઈ ને કાંઈ જરૂર લખી મેકલાવે. આચાર્યશ્રી જિનવિજયજીએ જૈન સાહિત્ય સંશોધક શરૂ કર્યું તે મેહનભાઈને એમાં સક્રિય સાથ. શ્રી વાડીલાલ મોતીલાલ તેમના પ્રાથમિક મિત્ર, પણ તેમને વિશેષ અને સ્થાયી પરિયે તો અતિહાસિક અને તટસ્થ દૃષ્ટિવાળા શ્રી નાથુરામ પ્રેમજી તથા આચાર્યશ્રી જિનવિજયજી સાથે. મહાવીર જૈન વિદ્યાલયના તેઓ પ્રથમથી જ એક કાર્યકર્તા, પણ તેમનું મુખ્ય પ્રવૃત્તિક્ષેત્ર પ્રાચીન સાહિત્યને વર્તમાન યુગની દૃષ્ટિએ ઉદ્ધાર અને પરિચય કરાવે તે કોન્ફરન્સના એક જાગરુક કાર્યકર્તા તરીકેનું તેમની સાથે સંકળાયેલું મારું સ્મરણ એ જેમ મારા માટે મધુર છે તેમ એ વિશે બીજાઓએ જાણવું એ તેથી ય વધારે રેચક અને ઉપયોગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11