Book Title: Anekantwadno Sankshipta Parichay Author(s): Kalaprabhsagar Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ dostadebeesbachdacaddede de dedo dededed cab debet.daststestades sedeslode desk stock sebdeste badedaste deste este destes dades 163) જેના હાથમાં તેને દંતશૂળ (દાંત) આવ્યા, તેણે કહ્યું: ‘હાથી કામઠા જેવું છે. અને જેના હાથમાં પૂછડી આવી, તેણે કહ્યું : “હાથી દોરડા જેવો છે.” આ રીતના વાદવિવાદથી તેઓ અંદરોઅંદર ઝઘડવા લાગ્યા. દરેક પુરુષો પોતાને, પિતે સાચા છે અને બીજા બેટા છે એમ માનતા હતા. આ તકરાર ચાલી રહી હતી, ત્યારે કોઈ એક દેખતે માણસ ત્યાંથી પસાર . થવા લાગ્યો. તેણે એકબીજાને તકરાર કરતા જોઈ કહ્યું : “તમે કેઈ તકરાર ન કરે. તમે બધા એ તમારી દષ્ટિએ સાચા છે. કારણ, તમે દરેકે હાથીને જે જે ભાગ ઉપર સ્પર્શ કર્યો, તે તે ભાગ તમે કહે છે, તે જ છે, કિંતુ એવા તે હાથીને ઘણે અંશે છે. જ્યાં સુધી તેને બધા અંશેને સ્પર્શાય નહિ, ત્યાં સુધી હાથીની ખરી માહિતી મળી શકે નહિ!” આથી, તેમના દરેકના મનનું સમાધાન થયું. આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે, બોલનાર હંમેશાં કઈ દષ્ટિથી બોલે છે, તે પ્રથમ તપાસવું જોઈએ. આ બુદ્ધિના પણ વિકાસની સાથે સમન્વય સાધી શકાશે. સ્યાદ્વાદી હંમેશાં એક વાર વસ્તુના તમામ ધર્મો તપાસે છે. ત્યારબાદ જ તેને ખ્યાલ બાંધે છે, અને વસ્તુસ્થિતિની ચોખવટ કરે છે. જૈન દર્શનની વિશિષ્ટ અનેકાંતવાદ દષ્ટિ મનુષ્યના માનસને આ રીતે તેજને લીસેટો અપે છે કે, મનુષ્યને ચક્ષુ યુગલ મળ્યું છે, જેથી એક ચક્ષુથી પિતાનું સત્ય દેખે અને બીજા ચક્ષુથી વિરોધીઓનું સત્ય દેખે. જેટલી પણ વચન પદ્ધતિઓ અથવા કથનના પ્રકાર છે, તે બધાનું લક્ષ્ય સત્યનું દર્શન કરાવવાનું છે. આ પ્રમાણે સત્યગવેષી દાર્શનિક વિચારકને એક જ ઉદેશ્ય છે કે, “સાધકને સત્યને સાક્ષાત્કાર કરાવો.” બધા પોતપોતાના દષ્ટિકોણથી સત્યની વ્યાખ્યા કરી રહ્યા છે, પરંતુ તેમના કથનમાં ભેદ છે. અનેકાંતની તેજ પૂર્ણ ચક્ષુઓથી જ તે તથ્યાશેના પ્રકાશને લાધી શકાય છે, એમ પૂજય ગીતાર્થ ભગવતેનું માનવું છે. સાચું તે મારું' : હકીકતમાં, અનેકાંતવાદ સત્યની ખોજ કરવા અને સત્યના શિખરો સર કરવા અને મુક્તિમંઝીલને તય કરવા માટે પ્રકાશિત “મહા માગ” છે. અનેકાંતવાદમાં માત્ર પોતાની દષ્ટિ અગણ્ય છે. અહીં તે તટસ્થ ભાવ તેમ જ હૃદય નિખાલસતા – ઉદારતા જ સર્વોપરિ માન્ય છે. “જે સાચું તે મારું ” એ કહેવતાનુસાર ચાહે તે સત્ય કોઈ પણ જાતિ, વ્યક્તિ, - યા શાસ્ત્રમાં કેમ ન હોય ? એ જ સત્ય પ્રકાશિત દિશા છે અનેકાંતવાદના મહાન સિદ્ધાંતની! શ્રી આર્ય કથાગતમસ્મૃતિગ્રંથ કહE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8