Page #1
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદને સક્ષિપ્ત પરિચય
– મુનિ શ્રી કલાપ્રભસાગરજી
सकलनयविलसितां विरोधमथन नमाम्येनेकान्तम् ।
– બધા નયાના વિરાધને વિનાશ કરવાવાળા અનેકાંતને હું નમસ્કાર કરુ છું.”
અનેકાંતવાદનુ સ્વરૂપ :
'अनंत धर्मात्मक' वस्तु
( સ્યાદ્વાદ માંજરી )
જૈન સ`સ્કૃતિનું માનવુ છે કે, પ્રત્યેક વસ્તુના અનંત પક્ષ છે. તે પક્ષાને જૈન દર્શનની ભાષામાં ધમ કહેવાય છે. આ દૃષ્ટિથી સંસારની પ્રત્યેક વસ્તુ અનંત ધર્મ છે.
અનેકાંતમાં ‘ અનેક ’ અને ‘ અંતે’( અનેક + અંત ) એ બે શબ્દો છે. અનેકના અ અધિક અથવા વધુ અને અતના અર્થ ધર્મ અથવા દષ્ટિ થાય છે. કોઈ પણ વસ્તુ તત્ત્વની ખ઼ુદી જુદી અપેક્ષાએથી પર્યાલોચના કરવી તે ‘અનેકાંત’ છે. ‘અપેક્ષાવાદ, ’ • કથ‘ચિદ્વાદ ’. સ્યાદ્વાદ' અને અનેકાંતવાદ,’ આ બધા શબ્દો પ્રાયઃ એક જ અના વાચક છે
જૈન સંસ્કૃતિમાં એક જ દૃષ્ટિમિ’દુથી પદાર્થની પર્યાલાચના કરવાની પદ્ધતિને એકાંગી, અપૂર્ણ, અપ્રામાણિક માનવામાં આવેલ છે. અને એક જ વસ્તુના વિષયમાં જુદી જુદી અપેક્ષાઓથી કહેવાની વિચારધારાના સંપૂર્ણ અને પ્રામાણિક રીતે સ્વીકાર કરેલો છે. આ સાપેક્ષ વિચાર પદ્ધતિનું નામ વસ્તુતઃ અનેકાંતવાદ છે.
અનેકાંતવાદ્મની એ વિશિષ્ટતા છે કે, તે કોઈ વસ્તુના એક પક્ષને પકડીને નથી કહેતા કે, આ વસ્તુ એકાંતથી આ ‘જ' છે, જયારે તે તે ‘જ ’કારના સ્થાન પર ‘પણ’ના પ્રયાગ કરે છે.
અન્ય દની સાથે તુલના
જગતમાં જેટલા પણ એકાંતવાદી દર્શીનેા છે, તે બધા વસ્તુ સ્વરૂપના સંબંધમાં એક પક્ષને સવથા પ્રધાનતા આપી, કોઈ તથ્યનું પ્રતિપાદન કરે છે. વસ્તુસ્વરૂપના સ’બધામાં ઉદારમના થઈ ને વિવિધ દૃષ્ટિકોણેાથી વિચાર કરવાની કળા તેએની પાસે પ્રાયઃ નથી હેાતી, અને તેનું કારણ પણ એટલુ` છે કે, તેમના દૃષ્ટિકોણ અથવા કથન
જવિતાય ?
પુરુષાર્થ સિદૃયુપાય – શ્રી અમૃતચંદ્રજી કૃત
( શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
bhosle
categ[૮૧]
ન રહેતા ‘જનિવનેાદાય’ બની જાય છે, એથી વિપરીત જૈન દર્શનના પૂજ્ય ગીતા જ્ઞાની ભગવંતેએ વસ્તુરૂપ પર અનેક દષ્ટિએથી વિચાર કરી ચામુખી સત્યને આત્મસાત્ કરવાનો દ્રગામી પ્રયત્ન કર્યાં છે. એથી પૂજ્ય ગીતાર્યાંનું દૃષ્ટિકોણ સત્યનું દૃષ્ટિકોણ છે અને જનહિતનું દૃષ્ટિકોણ છે.
ઉદાહરણ રૂપે આત્મા તત્ત્વને જોઈ એ ઃ
સાંખ્ય દર્શન આત્માને એક રસ નિત્ય જ માને છે. તેમનુ' કહેવુ' છે : સર્વથા નિત્ય જ છે.'
6
જ્યારે બૌદ્ધ દર્શનનું કહેવુ છે : આત્મા અનિત્ય ( ક્ષણિક ) જ છે, ’ આમ આપસમાં બન્નેને વિરાધ છે. બન્નેને ઉત્તર દક્ષિણના માર્ગ છે. પરંતુ જૈન દર્શન . કઢી પણ એકાંતપક્ષી નથી. તેને મત છેઃ જો આત્મા એકાંત નિત્ય છે, તે તેમાં ક્રોધ- . અહંકાર-માયા-લાભના રૂપમાં રૂપાંતર થયેલા કેમ દેખાય છે? આત્માનું નારક–દેવતાપશુ અને મનુષ્યમાં કેમ પરિવતન થાય છે ? ફૂટસ્થ નિત્યમાં તે કોઈ પણ રીતે પર્યાય યા પરિવન હેરફેર ન થવા જોઈએ. કિ`તુ પરિવર્તન તા થાય છે, તે તે સ્પષ્ટ જ છે. એથી · આત્મા નિત્ય જ છે.' આ કથન ભ્રાન્તિભર્યાં છે. અને જો આત્મા સથા અનિત્ય જ છે, તે ‘ આ વસ્તુ તે જ છે, જેને મેં પહેલાં જોઈ હતી' એવા એકત્વ અનુસંધાનાત્મક પ્રત્યભિજ્ઞાન ન થવા જાઈએ. પરંતુ પ્રત્યભિજ્ઞાન તે અખાધ રૂપથી થાય જ છે. તેથી આત્મા સ`થા અનિત્ય ( ક્ષણિક ) જ છે. આ માન્યતા પણ ત્રુટિયુક્ત છે. જીવનમાં એક આગ્રહ ( કદાગ્રહ ) પકડીને ‘ જ ’કારનાં રૂપમાં આપણે વસ્તુસ્વરૂપનું તથ્ય નિ ય ન કરી શકીએ. આપણે તે ‘ ણુ’....દ્વારા વિવિધ સ્વરૂપેાથી સત્યના પ્રકાશના સ્વાગત કરવા જોઇ એ. અને આ સત્યપૂર્ણ દૃષ્ટિથી આત્મા નિત્ય છે અને પર્યાયની દૃષ્ટિથી આત્મા અનિત્ય છે.
*
" આત્મા
કહેવાને ભાવાર્થ એ છે કે, એકાંતના પ્રત્યેાગથી સત્યને તિરસ્કારવા બહિષ્કાર થાય છે. આપસમાં વેર, વિરોધ, કલહ, કલેશ તેમ જ વાદવિવાદ વધી જાય છે. અને ‘પણ....' ( અનેકાંત ) ના પ્રયાગથી આ બધા દ્વન્દ્વ એકમત-શાંત થઈ જાય છે. · જ 'કારથી સંઘર્ષી અને વિવાદ આદિ ઉત્પન્ન થાય છે. આ વિષયમાં એક સુંદર પ્રેરણીય દૃષ્ટાંત છે. એક દૃષ્ટાંતઃ
એક વખત બે માણસા નૃત્ય જોવા ગયા. એ બન્ને માણસામાંથી એક આંધળે હતા, જ્યારે બીજો બહેરા હતા. બેથી ત્રણ કલાક પંત તમાશે! જોઈ ને તેઓ પોતાના
શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ છે
Page #3
--------------------------------------------------------------------------
________________
[૮]eachshahshishth which the
bedshahhhhhhhhhhhhhhhh મળે.
ઘર પ્રતિ પ્રયાણ કરી રહ્યા હતા. રસ્તામાં એક માણસ મળ્યા. તેણે પૂછ્યું : - કેમ ભાઈ એ ! નૃત્ય જોઈ આવ્યા ? નૃત્ય કેવા હતા ?' ત્યારે આંધળાએ કહ્યુ : ‘ આજે ફક્ત ગીત ગાવાનુ થયુ' છે. નૃત્ય તે આવતી કાલે થશે.' ત્યારે વચ્ચે જ બહેરો ખેલ્યા : ‘ અરે ! આજ તા. ફક્ત નાટક જ થયા છે. ગીત ગાવાનું તે આવતી કાલ પર હશે ! ’ આમ બન્ને જણા પોતપોતાના તાનમાં આવી ગયા. એટલું જ નહી પણ ‘હું જ સાચા, તું ખોટો' આમ ગયા. એટલુ જ નહીં પણ ‘હું જ સાચા, તું ખેાટ' આમ નાહક વાદિવવાદમાં ઊતરી મારપીટ સુધી પહોંચતા વાર ન લાગી.
અનેકાંતવાદ એ જ કહે છે કે, એક દૃષ્ટિકે પેાતાનું કરી આંધળામહેરા ના ખને.. બીજાનું પણ સાંભળેા. ખીજા શુ' કહે છે તે સાંભળી દૃષ્ટિબિંદુઓને પણ દેખા. તે પર ચિ'તન કરો. હકીકતમાં નૃત્યમાં થઈ હતી બન્ને વસ્તુએ. નાટક પણ અને ગીત ગાન પણ ! પરંતુ આંધળે! નૃત્ય નહેાતે! દેખી શકતે. જ્યારે બહેરા ગીતા નહાતા સાંભળી શકતા. આજે ગાવાનું જ થયું છે, ચા નૃત્ય જ થયું છે. આ ‘ જ ’કારમાં કલડુ–મારપીટમાં પડી બન્ને જણા અઘડયા. જો બન્ને જણા એકબીજાને સમજી લેત અને · પણ ’ની વાતમાં ( કદાચ આમ પણ હશે) માનીને પોતાપણું ન કરત, તેા ઝઘડવાને પ્રશ્ન જ ન રહેત. આવી રીતે અનેકાંતવાદ પરસ્પરમાં કલવિવાદ ઉત્પન્ન કરવાવાળા ‘જ ’કારનું ઉન્મૂલન કરીને તેના સ્થાન પર ‘ પણ ’...ના પ્રયાગ કરવાની મહાન પ્રેરણા આપી જાય છે.
અનેકાંતવાદી ( સ્યાદ્વાદી ) અને ન્યાયાધીશ અને સરખા ગણી શકાય છે. ન્યાયાધીશ જે રીતે વાદી–પ્રતિવાદીની જુબાની લઈ, તેમનાં દૃષ્ટિબિંદુએ તપાસી કેસને ફૈસલેા આપે છે; તેવી જ રીતે સ્યાદ્વાદી પણ વિધીનાં દૃષ્ટિબિંદુ અવલોકી તેમાંથી સારાંશ તારવી વસ્તુસ્થિતિને નિય કરે છે અને સાથે સમન્વય કરાવે છે. આમ, ન્યાયાધીશ કરતાં પણ તે એક ડગલુ આગળ વધે છે.
આ માટે જૈન શાસ્ત્રોમાં છ અંધ પુરુષો અને હાથીનું દૃષ્ટાંત આપવામાં આવ્યુ છે. એક વખત એક ગામમાં કોઈ જન્મથી આંધળા એવા છ પુરુષો હાથી પાસે ગયા. તેઓએ હાથીને કદી જોયેલેા જ નહી, તેથી માંહેમાંહે આ પ્રમાણે વિવાદ કરવા લાગ્યા; · જેના હાથમાં હાથીના પગ આવ્યા, તેણે કહ્યું : હાથી થાંભલા જેવા છે.' જેના હાથમાં કાન આવ્યા, તેણે કહ્યુ' : ‘હાથી સુપડા જેવા છે. જેના હાથમાં સૂંઢ આવી, તેણે કહ્યું ‘હાથી સાંબેલા જેવા છે.’ જેના હાથમાં પેટ આવ્યું, તેણે કહ્યું : હાથી પખાલ જેવા છે.’
00
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
dostadebeesbachdacaddede de dedo dededed cab debet.daststestades sedeslode desk stock sebdeste badedaste deste este destes dades 163)
જેના હાથમાં તેને દંતશૂળ (દાંત) આવ્યા, તેણે કહ્યું: ‘હાથી કામઠા જેવું છે. અને જેના હાથમાં પૂછડી આવી, તેણે કહ્યું : “હાથી દોરડા જેવો છે.” આ રીતના વાદવિવાદથી તેઓ અંદરોઅંદર ઝઘડવા લાગ્યા. દરેક પુરુષો પોતાને, પિતે સાચા છે અને બીજા બેટા છે એમ માનતા હતા. આ તકરાર ચાલી રહી હતી, ત્યારે કોઈ એક દેખતે માણસ ત્યાંથી પસાર . થવા લાગ્યો. તેણે એકબીજાને તકરાર કરતા જોઈ કહ્યું : “તમે કેઈ તકરાર ન કરે. તમે બધા એ તમારી દષ્ટિએ સાચા છે. કારણ, તમે દરેકે હાથીને જે જે ભાગ ઉપર સ્પર્શ કર્યો, તે તે ભાગ તમે કહે છે, તે જ છે, કિંતુ એવા તે હાથીને ઘણે અંશે છે. જ્યાં સુધી તેને બધા અંશેને સ્પર્શાય નહિ, ત્યાં સુધી હાથીની ખરી માહિતી મળી શકે નહિ!” આથી, તેમના દરેકના મનનું સમાધાન થયું.
આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે, બોલનાર હંમેશાં કઈ દષ્ટિથી બોલે છે, તે પ્રથમ તપાસવું જોઈએ. આ બુદ્ધિના પણ વિકાસની સાથે સમન્વય સાધી શકાશે. સ્યાદ્વાદી હંમેશાં એક વાર વસ્તુના તમામ ધર્મો તપાસે છે. ત્યારબાદ જ તેને ખ્યાલ બાંધે છે, અને વસ્તુસ્થિતિની ચોખવટ કરે છે.
જૈન દર્શનની વિશિષ્ટ અનેકાંતવાદ દષ્ટિ મનુષ્યના માનસને આ રીતે તેજને લીસેટો અપે છે કે, મનુષ્યને ચક્ષુ યુગલ મળ્યું છે, જેથી એક ચક્ષુથી પિતાનું સત્ય દેખે અને બીજા ચક્ષુથી વિરોધીઓનું સત્ય દેખે. જેટલી પણ વચન પદ્ધતિઓ અથવા કથનના પ્રકાર છે, તે બધાનું લક્ષ્ય સત્યનું દર્શન કરાવવાનું છે. આ પ્રમાણે સત્યગવેષી દાર્શનિક વિચારકને એક જ ઉદેશ્ય છે કે, “સાધકને સત્યને સાક્ષાત્કાર કરાવો.” બધા પોતપોતાના દષ્ટિકોણથી સત્યની વ્યાખ્યા કરી રહ્યા છે, પરંતુ તેમના કથનમાં ભેદ છે. અનેકાંતની તેજ પૂર્ણ ચક્ષુઓથી જ તે તથ્યાશેના પ્રકાશને લાધી શકાય છે, એમ પૂજય ગીતાર્થ ભગવતેનું માનવું છે. સાચું તે મારું' :
હકીકતમાં, અનેકાંતવાદ સત્યની ખોજ કરવા અને સત્યના શિખરો સર કરવા અને મુક્તિમંઝીલને તય કરવા માટે પ્રકાશિત “મહા માગ” છે. અનેકાંતવાદમાં માત્ર પોતાની દષ્ટિ અગણ્ય છે. અહીં તે તટસ્થ ભાવ તેમ જ હૃદય નિખાલસતા – ઉદારતા જ સર્વોપરિ માન્ય છે. “જે સાચું તે મારું ” એ કહેવતાનુસાર ચાહે તે સત્ય કોઈ પણ જાતિ, વ્યક્તિ, - યા શાસ્ત્રમાં કેમ ન હોય ? એ જ સત્ય પ્રકાશિત દિશા છે અનેકાંતવાદના મહાન સિદ્ધાંતની!
શ્રી આર્ય કથાગતમસ્મૃતિગ્રંથ કહE
Page #5
--------------------------------------------------------------------------
________________
[૮૪] cacalabhasabhadana પદાર્થોના વિરાટ સ્વરૂપની ઝાંખી:
જૈન દનની વિચારધારા અનુસાર જગતભરના બધા પદાર્થોં ઉત્પતિ, વિનાશ અને સ્થિતિ આ ધર્માંથી યુક્ત છે. જૈનત્વની ભાષામાં તેને ઉત્પાદ, વ્યય, અને પ્રોબ્ય કહેવાય છે, વસ્તુમાં જ્યાં ઉત્પત્તિ તથા વિનાશની અનુભૂતિ થાય છે, તેની સ્થિરતાનું ભાન પણુ સ્પષ્ટ થાય છે. · આપ્તમિમાંસા ' નામના ગ્રંથમાં શ્રી સમ`તભદ્રજી કહે છે :
ઘટ મૌસિમુવાળી – મારો પતિસ્થિતિયમ્ । शोक - प्रमोद - माध्यस्थ्य जना याति सहेतुकम् ॥ વિસ્તૃત વિવેચન :
આ નાનકડા શ્લોકમાં તે ખજાને ભર્યાં છે. સુવર્ણકાર પાસે સુવર્ણના મુગટ છે. તેણે તે મુગટને તેડીનેા કંગન બનાવી લીધા, એટલે મુગટને વિનાશ થયેા. અને કંગનની ઉત્પતિ થઈ. કિંતુ, ઉત્પત્તિ અને વિનાશની આ લીલામાં મૂળ દ્રવ્ય (તત્વ )નુ' અસ્તિત્વ (હેવાપણું ) તે રહ્યું ને ! તે સુત્ર જ્યાં ત્યાં પેાતાની સ્થિતિમાં વિદ્યમાન રહ્યું. આમાં આ તથ્ય તે સમજમાં આવે છે કે, આકાર, ઉત્પત્તિ અને વિનાશ માત્ર (ઘાટ ) વિશેષને થાય છે. નહિ કે મૂળ વસ્તુને ! મૂળ વસ્તુ તે અનેક પરિવર્તન થવા છતાં પણ પેાતાના સ્વરૂપથી ચલિત નથી થતી ! મુગટ અને કંગન તેા સુવર્ણ ના આકાર વિશેષ છે. આ આકાર વિશેષની ઉત્પત્તિ અને વિનાશના જોવાય છે. જૂના આકારના વિનાશ થઈ જાય છે અને નૂતન આકારની ઉત્પતિ થાય છે. આથી ઉત્પતિ, વિનાશ અને સુવણુની સ્થિતિ આ ત્રણે પદાના સ્વભાવ સિદ્ધ થાય.
સુવર્ણાંમાં મુગટના આકારના વિનાશ અને કંગનની ઉત્પતિ અને સ્થિતિ આ ત્રણે ધર્માંતયા ઉપસ્થિત છે. સંસારને કોઈ પણ પદાર્થ મૂળથી નષ્ટ નથી થતેા. તે ફક્ત પેતાના રૂપ બદલાવતા રહે છે. આ રૂપાંતરનુ નામ જ ઉત્પતિ અને વિનાશ છે, જયારે પદાના મૂળ સ્વરૂપનું નામ સ્થિતિ છે.
ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે ગુણ્ણા દરેક આ તથ્યને આત્મસાત્ કરવા માટે જૈન દનના પૂજ્ય ગીતા અને બંધબેસતું રૂપક આપણી સામે પ્રસ્તુત કરેલુ છે. એક રૂપક :
ત્રણ વ્યક્તિએ એક સુવર્ણકારની દુકાન ઉપર ગઈ. તેમાંથી એકને સુવર્ણ ના ઘડાની જરૂર હતી. બીજાને મુગટની, ત્રીજાને ફક્ત સુવર્ણની ! ત્યાં જઈને તે જુએ છે કે, સેસની સુવર્ણના ઘડાને તેડીને તેને મુગટ બનાવી રહ્યો છે. સુવર્ણકારની
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
પદાના સ્વાભાવિક ધ છે. ભગવતેએ બહુ જ સુદર
Page #6
--------------------------------------------------------------------------
________________
......: Ask Me . Asts. ..s: tet 1 sesses. Its stu.bbbbbbbbbbbbbbbbbbbb[૮૫]
આ પ્રવૃત્તિ જોઈને તે ત્રણે વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન ભાવ ઘારાઓ થઈ. જેને સુવર્ણના ઘડાની જરૂર હતી, તે ઘડાને તૂટ જોઈ હેબતાઈને સંતપ્ત બની ગયો. જેને મુગટની જરૂર હતી તે સંતુષ્ટ થઈ હર્ષઘેલે બની ગયે. અને જે વ્યક્તિને માત્ર સેનાની જરૂર હતી, તેને ન શક છે કે ન પ્રદ. તે તટસ્થ ભાવથી જેતે રહ્યો! અહીં એ જ . પ્રશ્ન પ્રસ્તુત થાય છે કે, તે ત્રણે વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન ભાવ ધારાઓ કેમ પ્રગટી? જે વસ્તુ ઉત્પતિ, વિનાશ, અને સ્થિતિમુક્ત ન હોત તે તેઓને માનસમાં આવી પ્રકારની ધારણાઓ ક્યારેય ન ઊઠત ! ઘડાને ઈચ્છતી વ્યક્તિના મનમાં ઘડાના તૂટવાથી શેક થયે, મુકુટની અભિલાષાવાળાને પ્રમેટ થયે અને માત્ર સુવર્ણ ઈચછનારને શોક, પ્રદ, ઈર્ષ્યા કાંઈ જ ન થયાં ! કેમ કે, સુવર્ણ તે ઘડાને વિનાશ અને મુકુટની ઉત્પતિ ઉભય અવસ્થાઓમાં વિદ્યમાન છે. આથી તે મધ્યસ્થ (તટસ્થ ) ભાવમાં ઊભે રહ્યો. અલગ અલગ ભાવ ધારાઓના વેગનું મુખ્ય કારણ તો ઉત્પતિ, વિનાશ અને સ્થિતિ – આ ત્રણે ધર્મોનું હોવું છે, તે સ્પષ્ટ રીતે ઉપરોક્ત દષ્ટાંતથી સિદ્ધ જ છે. આ ત્રણે ધર્મોથી આ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે, વસ્તુનો જે અંશ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહે છે, તેને જૈન દર્શનની ભાષામાં “પર્યાય” કહેવામાં આવે છે. અને જે અંશ સ્થિર રહે છે, તેને ‘દ્રવ્ય કહેવાય છે. મુગટ અને કંગન બનાવવાવાળા ઉદાહરણમાં મુગટ અને કંગન “પર્યાય” છે અને સુવર્ણ દ્રવ્ય” છે. દ્રવ્યની દૃષ્ટિથી વિશ્વભરના બધા પદાર્થો નિત્ય છે, અને અનિત્ય પણું. કેમ કે, ઘડાને જે આકાર છે, તે વિનાશી છે, અનિત્ય છે, પરંતુ ઘડાની માટી અવિનાશી છે, નિત્ય છે. આકારરૂપમાં ઘડાનો નાશ થવા છતાં પણ માટીરૂપ તે વિદ્યમાન રહે જ છે. માટીના પર્યાય આકાર પરિવર્તન થતા રહે છે, પરંતુ માટીના પરમાણુ સર્વથા નષ્ટ નથી થતા.
એ જ વાત વસ્તુના “સત્ ” અને “અસત્ ” ધર્મના સબંધમાં પણ છે. કેટલાક વિચારોનો મત છે કે, વસ્તુ સર્વથા સત્ છે. કેટલાકનું કહેવું છે કે, વસ્તુ સર્વથા અસત્ છે. પરંતુ જૈન દર્શનના મહાન ગીતાર્થ આચાર્ય ભગવંતોનું કહેવું છે કે, પ્રત્યેક પદાર્થ સત્ છે અને અસત્ પણ. બીજા શબ્દોમાં કહીએ, તે વસ્તુ છે અને નથી પણ. પિતાના સ્વરૂપની દષ્ટિથી વસ્તુ સત્ છે અને પરસ્વરૂપની દષ્ટિથી અસતું . પણ ઘડો પોતાના સ્વરૂપની અપેક્ષાથી સત્ છે, વિદ્યમાન છે, કિંતુ પરના સ્વરૂપની અપેક્ષાથી અસત્ છે, અવિદ્યમાન છે. બ્રાહ્મણ બ્રાહ્મણવની અપેક્ષાથી સત્ છે, પરંતુ ક્ષત્રિયત્વની અપેક્ષાથી અસતું છે. પ્રત્યેક પદાર્થનો અસ્તિત્વ પિતાની સીમાની અંદર છે, સીમાથી બહાર નહિ. જે પ્રત્યેક વસ્તુ
સમગ્ર આર્યકcaunોતHસ્મૃતિગ્રંથ
Page #7
--------------------------------------------------------------------------
________________
seste destastastestestostestastasestastodocosastosstootestostad.stoletastastestostestastastaseste stedestostech obdosastostestostestattestatales dades
[૪૬]eelebds. .. . પ્રત્યેક વસ્તુના રૂપમાં સત્ જ થઈ જાય, તે વિશ્વપટ પર કઈ વ્યવસ્થા જ ન રહે, એક જ વસ્તુ સર્વરૂપ થઈ જાય. અનેકાંતવાદ સંશયવાદ નથી?
અનેકાંતના સંબંધમાં અજૈન જગતમાં કેટલીયે બ્રાન્તિઓ ફેલાયેલી છે. કેટલાકોનું માનવું છે કે, અનેકાંતવાદ એ સંશયવાદ છે. કિંતુ, જૈન દર્શનના દષ્ટિબિંદુએ આ સત્યથી પર છે, સત્યથી હજાર માઈલે દૂરની વાત છે. સંશય તે તેને કહેવાય છે કે, જે કોઈ પણ વાતને નિર્ણય ન પામી શકે. અંધારામાં કઈ વસ્તુ પડી છે, તેને જોઈને વિચાર આવે કે આ દોરડું હશે કે સાપ! એમ કેઈ નિશ્ચય પ્રાપ્ત નથી થતો. કેઈ વસ્તુ નિશ્ચયાત્મક રૂપથી ન સમજાય તે તે “સંશય’નું સ્વરૂપ છે. પરંતુ અનેકાંતવાદમાં તે કઈ સંશય જેવી સ્થિતિ છે જ નહિ. તે તે સંશયન મૂળે છેદ કરાવવાવાળો નિશ્ચિતવાદ છે.
અનેકાંતવાદીને સર્વ ધર્મ સમન્વય એક જુદી કેટીને હોય છે. તે સત્યને સત્ય અને અસત્યને અસત્ય રૂપમાં દેખે છે, માને છે અને અસત્યને ત્યાગ અને સત્યને સ્વીકાર કરવા માટે સતત ઉદ્યમશીલ રહે છે. “અસત્યને પક્ષ ન કરે અને સત્ય પ્રતિ સદા જાગૃત રહેવું એ જ અનેકાંતવાદીની સાચી તટસ્થ અને મધ્યસ્થ દષ્ટિ છે. સત્યઅસત્યમાં કોઈ વિવેક ન કરે, તે મધ્યસ્થ દષ્ટિ નથી, પણ અજ્ઞાન દષ્ટિ છે, જડ દષ્ટિ છે. અનેકાંત સિદ્ધાંતને માનવાવાળી વ્યક્તિને મધ્યસ્થ ભાવ એક અલગ પ્રકારને જ હોય છે. જેની સ્પષ્ટતા નિમ્ન લેકમાં આપણે જોઈ શકીએ છીએ :
તત્રા ન ષઃ #ા, વિષચરતુ ચરનો પૃષ: |
तस्यापि च सदूयन, सवम याप्रवचनादन्यत्न ।। [षे उशस्त १६-१३ ] – અન્ય શાસ્ત્રો પ્રતિ હેષ કર ઉચિત નથી, કિંતુ તેઓ જે વાતો કરે છે, તેની પ્રયત્નપૂર્વક શોધ કરવી જોઈએ. તેમાં જે સત્ય વચન છે તે દ્વાદશાંગી રૂપ પ્રવચનથી ભિન્ન નથી. મુખ્ય સારાંશ એ છે કે, જૈન દર્શનનો પ્રાણ અનેકાંતવાદ અસત પક્ષોને સમય નથી સાધતે. આનાથી તે જીવનમાર્ગમાં અંધસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. ફક્ત સાપેક્ષે અને તથ્થાંશને સમન્વય જ “અનેકાંત” છે. શું એક જ વસ્તુમાં વિરોધી ધર્મ રહી શકે ?
એક જ પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સત્ પણ છે અને અસત્ પણ છે, એક પણ છે અને અનેક પણ છે. જૈન ધર્મના મેરુમણિ અનેકાંતવાદને આ જ આઘોષ છે. નિત્ય-અનિત્યત્વ, સત્ય-અસત્વ, એકત્વ-અનેકત્વ આદિ પરસ્પર વિરોધી ધર્મ એક જ પદાર્થમાં કેવી રીતે રહી શકે? આ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થઈ શકે છે.
રહ) - શ્રી આર્ય કયાાગોમસૂતિગ્રંથ
Page #8
--------------------------------------------------------------------------
________________ . .....so closed...Mocerosistakesodessessessociadosedecessodessessed પરંતુ, જરા ઊંડાણથી વિચારવાથી આ તથ્ય સમજી શકાશે કે, આ તે આપણું રોજના અનુભવમાં આવવાવાળી વાત છે. કોણ નથી જાણતું કે, એક જ વ્યક્તિમાં પિતાના પિતાની દષ્ટિથી પુત્રત્વ, પુત્રની દૃષ્ટિથી પિતૃત્વ, ભાઈની અપેક્ષાથી ભાતૃત્વ, છાત્રની દૃષ્ટિથી અધ્યાપક અને અધ્યાપકની દૃષ્ટિથી છાત્રત્વ આદિ પરસપરમાં વિરુદ્ધ ધર્મો પ્રાપ્ત થાય છે. હા! વિરોધને પ્રશ્ન ઊઠાવ ત્યારે જ ઉચિત કહી શકાય, જ્યાં એક જ અપેક્ષાથી, એક પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મોનું નિરૂપણ કરવામાં આવે. પદાર્થમાં દ્રવ્યની દૃષ્ટિથી નિત્યત્વ, પર્યાયની દૃષ્ટિની અનિત્યત્વ, પોતાના સ્વરૂપની દૃષ્ટિથી સત્વ અને પરસ્વરૂપની દષ્ટિથી અસત્વ સ્વીકાર કરાય છે. આથી અનેકાંતના સિદ્ધાંતને વિરોધમૂલક બતાવવું તે પિતાની અજ્ઞાનતાને પરિચય આપ્યા બરાબર છે. અનેકાંતની ઉપયોગિતા અને જેન તત્ત્વજ્ઞાનનો મૂળ આધાર : જ્યાં સુધી મનુષ્ય પોતાના જ વિચારોને અથવા મંતવ્યને સર્વથા ઠીક સમજતું રહે છે, પોતાની જ વાતને પરમ સત્ય માનતો રહે છે, ત્યાં સુધી તેમાં બીજાના દષ્ટિકોણને સમજવાની દષ્ટિ કે ઉદારતા નથી આવતાં અને તે “કૂવાને દેડકે” બની રહે છે. હકીકતમાં તે પિતાને સાચે અને બીજાને સર્વથા મિથ્યાવાદી સમજી બેઠે હેાય છે. આજે એક જ કુટુંબમાં કલહ કલેશે છે ! સાર્વજનિક જીવનમાં ક્રૂરતા છે! ધાર્મિક ક્ષેત્રમાં “હું” “તું” “મારા તારાની બોલાબોલી છે. આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં ઊંડી તાણુતાણ છે. આ બધું અનેકાંતના દષ્ટિકોણને ન અપનાવવાનું કારણ છે. આમ અનેકાંતવાદ જૈન સંસ્કૃતિના તત્વજ્ઞાનને મૂળાધાર છે. એ સહેજે સમજી શકાય તેમ છે. જેમ પ્રકાશ આવતાં જ અંધકાર અદશ્ય થઈ જાય છે, તેવી જ રીતે અનેકાંતને આલાપ માનસમાં આવતાં વેંત જ કલહ દ્વેષ, વૈષમ્ય, કાલુષ્ય, સંકુચિત વૃતિ અને સંઘર્ષ સર્વે શાંત થઈ જાય છે અને શાંતિ અને સમન્વયનું મધુરું વાતાવરણ વૃદ્ધિ પામતું જાય છે. એકમેકમાં વિરોધ અને સંઘર્ષાત્મક હઠાગ્રહરૂપ વિષને વિદાય આપી, અવિરોધ શાંતિ સહઅસ્તિત્વના આ અમૃતવર્ષમાં જ અનેકાંતવાદની સર્વોપરી ઉપયોગિતા સિદ્ધ જ છે. ઉપસંહાર : - જૈન સંસ્કૃતિમાં જે કંઈ પશુ વાત કહેવામાં આવી છે, તે અનેકાંતાત્મક વિચાર અને રવાદ્વાદની ભાષામાં કહેવામાં આવી છે. કોટિ કોટિ વંદન છે અનેકાંત દષ્ટિ આપનાર સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને અને પરમ ગીતાર્થ આચાર્ય ભગવંતોને ! શ્રી આર્ય કલ્યાણગોતHસ્મૃતિગ્રંથ 2DS