Book Title: Anekantwadno Sankshipta Parichay
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 7
________________ seste destastastestestostestastasestastodocosastosstootestostad.stoletastastestostestastastaseste stedestostech obdosastostestostestattestatales dades [૪૬]eelebds. .. . પ્રત્યેક વસ્તુના રૂપમાં સત્ જ થઈ જાય, તે વિશ્વપટ પર કઈ વ્યવસ્થા જ ન રહે, એક જ વસ્તુ સર્વરૂપ થઈ જાય. અનેકાંતવાદ સંશયવાદ નથી? અનેકાંતના સંબંધમાં અજૈન જગતમાં કેટલીયે બ્રાન્તિઓ ફેલાયેલી છે. કેટલાકોનું માનવું છે કે, અનેકાંતવાદ એ સંશયવાદ છે. કિંતુ, જૈન દર્શનના દષ્ટિબિંદુએ આ સત્યથી પર છે, સત્યથી હજાર માઈલે દૂરની વાત છે. સંશય તે તેને કહેવાય છે કે, જે કોઈ પણ વાતને નિર્ણય ન પામી શકે. અંધારામાં કઈ વસ્તુ પડી છે, તેને જોઈને વિચાર આવે કે આ દોરડું હશે કે સાપ! એમ કેઈ નિશ્ચય પ્રાપ્ત નથી થતો. કેઈ વસ્તુ નિશ્ચયાત્મક રૂપથી ન સમજાય તે તે “સંશય’નું સ્વરૂપ છે. પરંતુ અનેકાંતવાદમાં તે કઈ સંશય જેવી સ્થિતિ છે જ નહિ. તે તે સંશયન મૂળે છેદ કરાવવાવાળો નિશ્ચિતવાદ છે. અનેકાંતવાદીને સર્વ ધર્મ સમન્વય એક જુદી કેટીને હોય છે. તે સત્યને સત્ય અને અસત્યને અસત્ય રૂપમાં દેખે છે, માને છે અને અસત્યને ત્યાગ અને સત્યને સ્વીકાર કરવા માટે સતત ઉદ્યમશીલ રહે છે. “અસત્યને પક્ષ ન કરે અને સત્ય પ્રતિ સદા જાગૃત રહેવું એ જ અનેકાંતવાદીની સાચી તટસ્થ અને મધ્યસ્થ દષ્ટિ છે. સત્યઅસત્યમાં કોઈ વિવેક ન કરે, તે મધ્યસ્થ દષ્ટિ નથી, પણ અજ્ઞાન દષ્ટિ છે, જડ દષ્ટિ છે. અનેકાંત સિદ્ધાંતને માનવાવાળી વ્યક્તિને મધ્યસ્થ ભાવ એક અલગ પ્રકારને જ હોય છે. જેની સ્પષ્ટતા નિમ્ન લેકમાં આપણે જોઈ શકીએ છીએ : તત્રા ન ષઃ #ા, વિષચરતુ ચરનો પૃષ: | तस्यापि च सदूयन, सवम याप्रवचनादन्यत्न ।। [षे उशस्त १६-१३ ] – અન્ય શાસ્ત્રો પ્રતિ હેષ કર ઉચિત નથી, કિંતુ તેઓ જે વાતો કરે છે, તેની પ્રયત્નપૂર્વક શોધ કરવી જોઈએ. તેમાં જે સત્ય વચન છે તે દ્વાદશાંગી રૂપ પ્રવચનથી ભિન્ન નથી. મુખ્ય સારાંશ એ છે કે, જૈન દર્શનનો પ્રાણ અનેકાંતવાદ અસત પક્ષોને સમય નથી સાધતે. આનાથી તે જીવનમાર્ગમાં અંધસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. ફક્ત સાપેક્ષે અને તથ્થાંશને સમન્વય જ “અનેકાંત” છે. શું એક જ વસ્તુમાં વિરોધી ધર્મ રહી શકે ? એક જ પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સત્ પણ છે અને અસત્ પણ છે, એક પણ છે અને અનેક પણ છે. જૈન ધર્મના મેરુમણિ અનેકાંતવાદને આ જ આઘોષ છે. નિત્ય-અનિત્યત્વ, સત્ય-અસત્વ, એકત્વ-અનેકત્વ આદિ પરસ્પર વિરોધી ધર્મ એક જ પદાર્થમાં કેવી રીતે રહી શકે? આ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થઈ શકે છે. રહ) - શ્રી આર્ય કયાાગોમસૂતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8